હંમણાં હમણાં છટણી કરવાનો જબરો વાઇરસ ચાલી રહ્યો છે. છાપામાં રોજ-રોજ છટણીના સમાચાર વાંચીને વાઇફે એક દિવસ કહ્યું: ‘તમારાવાળા ક્યારે છટણી કરવાના છે?’ વાઇફને બિચારીને એમ કે ‘છટણી’ એ કશાક ઇવેન્ટનું કે કાર્યક્રમનું નામ હશે! એની ગેરસમજનો વાઇરસ આખી સોસાયટીમાં ફેલાય એ પહેલાં જ મેં તરત જ કહી દીધું: “હે પ્રિયે, સાર્થ ગુજરાતી જોડણી કોશના પાના નં. ૩૨૧ ૫૨ ‘છટણી’નો અર્થ ‘કાપકૂપ’ કરવી, એવો આપ્યો છે. અંગ્રેજીમાં આ શબ્દને ‘રિટ્રેન્ચમૅન્ટ’ કહેવાય. એનો અર્થ પણ એ જ થાય – ‘કાપવું’’’ હજુ તો આગળ કંઈ વિગતે સમજાવું એ પહેલાં જ એણે પત્ની સહજ ચિંતા ‘પ્રગટાવી’:
‘હે..મા, માતા..જી’ ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્માં’વાળી દયાની જેમ વાઇફે મારી દયા ખાતાં કહ્યું: ‘આવું અશુભ અશુભ કેમ બોલો છો? તમને નોકરીમાંથી તગેડી મૂકવામાં આવે તો બીજું કોઈ તો તમને નોકરીમાં રાખી શકે એમ છે નહીં અને ઘરમાં જ પડ્યા પાથર્યા રહો, તો.. મારી દશા શું થાય.. હું તો સાવ..?’
‘તું મારી વાત સાંભળ પહેલાં,’ એની વાત કાપી નાખતાં મેં એને કહ્યું, ‘છટણી છટણીમાં ફેર હોય. કોઈને ટૂંકા ગાળા માટે છટણીનો ભોગ બનવું પડે તો કોઈને લાંબા ગાળે માટે.’
‘હા, પણ ભોગ તો બનવું પડે ને?’ વાઇફે કોરી આંખોને, ભીની સમજી, લૂછતાં લૂછતાં કહ્યું, ‘મને એ સમજાવો પહેલાં કે આમાં તમારી છટણી કયા ગાળામાં આવે? મને તો ચિંતા થાય છે કે જે માણસને દાઢી કરતાં કરતાં પણ સહેજ અમસ્તી બ્લેડ વાગી જાય એમાં રાડારાડ કરી મૂકે એની, ભલે આજે નહીં તો કાલે, કરતાં કરતાં પણ સહેજ અમસ્તી બ્લેડ વાગી જાય એમાં રાડારાડ કરી મૂકે એની, ભલે આજે નહીં તો કાલે, છટણી.. મતલબ કે કાપકૂપ કરી નાખવામાં આવે તો એની.. મતલબ કે તમારી દશા શું થાય? મને તો આવું વિચારતાં જ, જુઓને, ધ્રુજી જવાય છે.’
‘અરે યાર,’ હું સહેજ ચિડાયો, ‘હું મારી છટણીની ક્યાં વાત કરું છું? હું તો તને છટણીનો અર્થ સમજાવું છું.’
‘નથી સમજવો મારે એવો અર્થ..’
‘તો પછી મને કશું પૂછવાનું નહી.'
هذه القصة مأخوذة من طبعة April 22, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة April 22, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ