દર ચોમાસે વરસતા વરસાદે શહેરના ઓવર ક્રાઉડેડ વિસ્તારો પસાર કરીને વર્કિંગ પ્લેસ સુધી પહોંચતી વખતે એવું થાય છે કે પાંચેક દિવસ બધું છોડીને કોઈ સમુદ્ર કિનારે મિત્રો સાથે રહીએ અને વાતો કરતાં કરતાં બીચ સાઇડ ગ્રંચ વિથ રેઇનની મજા માણીએ કે પ્રિયજન સાથે બીચ પર ચાલીએ.
ચીલ કરો, બીકોઝ આપણે આપણી આવી ઇચ્છાને અંજામ આપવો હોય તો નોર્થ ગોવા ન બી એ પરફેક્ટ પ્લેસ ટુ ઑપ્ટ ફોર ઇન મોન્સૂન.
આમ જુઓ તો મેથી સપ્ટેમ્બર ગોવાની ઑફ સિઝન ગણાય છે. મેમાં ગોવામાં અસહનીય ગરમી હોય છે, જ્યારે મીડ જૂન સુધીમાં કેરલથી આવતું ચોમાસું ગોવાને અડી જાય છે અને છેક ઑક્ટોબર સુધી ગોવામાં રહે છે. મીડ જૂનથી ઑક્ટોબરના આ દિવસોમાં વર્ષાપ્રેમીઓ મોન્સૂન ગોવાના મૂડમાં અહીં પ્રવાસ કરે છે અને ખુદ ગોવાનીઝ લોકો પણ જૂનના અંતે સાઓ જોઆઓ પર્વ ઊજવી ફેની નામના સ્થાનિક મધાર્કની મજા લે છે.
વર્ષાઋતુમાં ગોવા ટ્રોપિકલ મોન્સૂન મોડમાં હોય છે અને મનમુકીને વરસે છે. દક્ષિણ-પશ્ચિમી વર્ષાઋતુનો વરસાદ મેળવતું ગોવા ઉષ્ણકટિબંધીય ઝોનમાં સ્થિત છે અને અરબી સમુદ્રની નજીક છે. ટ્રોપિકલ પેરેડાઇઝ ગણાતા ગોવામાં ઋતુઓની રાણી વર્ષાઋતુ પોતાનો લીલોછમ અસબાબ પાથરીને વર્ષાપ્રેમી પ્રવાસીઓને આકર્ષે છે. આ સમયે જળધોધ જીવતા થાય છે; નદીઓ ઉફાન પર હોય છે અને સેવન શેડ્સ ઑફ ગ્રીન આખાય ગોવાને પોતાના બાહુઓમાં લઈ વર્ષાગીતો ગાય છે. આ સમયે સમુદ્ર સ્નાન જોખમી હોય છે અને ગેસ્ટ હાઉસમાં પાવર કટનો પ્રોબ્લેમ ફેઇસ કરવો પડે છે. આથી નોર્થ ગોવાને આપણે આપણું મોન્સુન ડેસ્ટિનેશન બનાવીએ ત્યારે વધુ સગવડ ધરાવતો સ્ટે શોધીએ તો વરસતા વરસાદમાં હોટેલની બાલ્કનીમાં બેસીને ગરમ કૉર્ન સૂપ કે ફળફળતા પકોડા સાથે સમુદ્ર કિનારાને માણી શકીએ.
બાગા નોર્થ ગોવાનો એવો બીચ છે જ્યાં આપણે આપણી હોટેલથી ચાલીને બાગા બીચ જઈ શકીએ. રોમાંચક વૉટર સ્પોર્ટ્સ અને ખરબચડી રેતમાં રમત બક્ષતો આ બાગા બીચ મિત્રો સાથે મોન્સૂન માણવાનું પ્રવેશદ્વાર છે. ડોલ્ફિન સ્પોટિંગ ટૂર્સ અને પેરાસેલિંગ અને વિન્ડ સર્ફિંગ જેવી અનેક જળ રમતો ઑફર કરતો આ બીચ પણજીથી માત્ર ૩૦ કિ.મી.ના અંતરે ઘૂઘવે છે અને પ્રકૃતિપ્રેમીઓને ફેવરિટ હેન્ગઆઉટ્સ અને શોપોહોલિક્સને તિબેટન માર્કિટની ખરીદી પણ આપે છે.
هذه القصة مأخوذة من طبعة July 22, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 22, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું
માયાવી જળકુંભીની માયાજાળ
મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ