કહેવાય છે કે જે લોકો કશુંય કરતાં નથી એ લોકો કમાલ કરતાં હોય છે. સંકલ્પો કરવાની કમાલ! અંગતપણે કહું તો મને પણ તમારી જેમ ધમાલમાં મુદ્દલેય રસ નહીં. હા, કમાલ કરવામાં પૂરો રસ. એટલે જ સંવત ૨૦૮૦ના વરસમાં સંકલ્પો કરવાની મેં કમાલ કરી.
તમે એટલું તો કલ્પો કે સંકલ્પો કરવાથી માણસ ક્યાંથી ક્યાં પહોંચતો હોય છે! આમ તો મેં નાનપણથી જ બુદ્ધ, ગાંધી, વિવેકાનંદ કે નેપોલિયન થવાનો સંકલ્પ કરેલો... પણ નાનપણમાં કરેલા સંકલ્પોમાં પુખ્તતાનો અભાવ એટલે સંકલ્પોનું બાળમરણ થઈ ગયું.
પણ હવે લાગે છે કે સંકલ્પો કર્યા વિના જીવી જ શકાય એમ નથી. ભલે હું હવે આ ઉંમરે બુદ્ધ ન બનું, પણ લોકો બુદ્ધ ન બનાવી જાય તોય ઘણું. એટલે મેં દર વરસની જેમ આ વરસે પણ સંકલ્પો કરવાનું સાહસ કર્યું જ છે. જૂના વરસના સંકલ્પો નવા વરસે નહીં કરવા એવો પણ મારો સંકલ્પ ખરો. સાચું પૂછો તો મને સંકલ્પ કરવામાં બ્રહ્માનંદ મળતો હોય છે.
બ્રહ્માનીજેમ હું પણ સર્જનહા૨છું, કેમ કે એ સૃષ્ટિનું સર્જન કરે છે, હું સંકલ્પોનું સર્જન કરું છું અને એનો સર્જનાત્મક આનંદ પણ માણું છું, પણ તકલીફ એ થાય છે કે વિષ્ણુ ભગવાનની જેમ એ નવજાત સંકલ્પોનું હું પોષણ નથી કરી શકતો અને ક્યારે સંકલ્પોનું બાળમરણ મારા જ હાથે થઈ છે તેની ભગવાન મહેશ સિવાય કોઈને ખબરેય નથી પડતી.
તો આ રહ્યા સંવત ૨૦૮૦ના મારા નવા વર્ષના સંકલ્પો:
સવારે વહેલા ઊઠવાની બાબતે આત્મનિર્ભર થવું: આમ તો મને વહેલા ઊઠવાનું ગમે, જો કોઈ ઉઠાડનાર હોય તો! પણ તોય પાછું થાય કે વહેલા ઊઠીનેય કરવાનું શું, ઊંઘતા હોય એમની ઈર્ષા સિવાય? માણસ એકલો પડે એટલે એને વિચારો પણ નહીં આવવા જેવા વિચારો આવે. અનિરુદ્ધ (ઓખાહરણ ફેઇમ) થી માંડીને ઓસામા બિન લાદેન વાયા રાવણ અને કંસ – સુધીના આતંકવાદીઓ જન્મ્યા ત્યારે થોડા કંઈ આતંકવાદી હતા? પણ શાસ્ત્રો અને ઇતિહાસ કહે છે કે આ બધા મહાનુભાવો ખૂબ વહેલા ઊઠી જતા અને પરિણામે એવા વિચારોમાં ઊતરી પડતા કે... હવે મારે એમના ત્રાસવાદ માટે શું કહેવાનું હોય, તમે બધાં ક્યાં નથી જાણતા?
છતાં પણ આ વરસે મેં એલાર્મની મદદ કે કોઈના ઉઠાડવાના મિથ્યા પ્રયાસ વગર જાતે જ ઊઠી જવું – એવો ભીષ્મ સંકલ્પ કર્યો છે. વાઇફને જ્યારે મારા આ સંકલ્પની ખબર પડી ત્યારે તેણે એટલું જ કહ્યું, ‘તો,
هذه القصة مأخوذة من طبعة December 02, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة December 02, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું
માયાવી જળકુંભીની માયાજાળ
મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ