ગુજરાતનું કચ્છ હંમેશાં તેની ભૌગોલિક લાક્ષણિકતાઓ અને ભાતીગળ સંસ્કૃતિથી સૌના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. લૂણી ધરતી અને લૂણો સમંદર ધરાવતી આ ભોમકા પર ખમીરવંતી કચ્છી પ્રજા વસે છે. જેમણે પોતાની દરેક સમસ્યાઓના સમાધાન ખૂબ કુશાગ્રતાથી શોધ્યા છે. કુદરતે આપેલી દરેક વિષમતાઓને આ ખમતીધર પ્રજાએ શૂરતાથી સ્વીકારી છે અને તેને પોતાની કલા અને સંસ્કૃતિ વડે શણગારી છે. આપણે સહુ જાણીએ છીએ તેમ પૃથ્વી પર સર્જાયેલા પ્રચંડ ભૂમિગત ફેરફારોને કારણે આ હરિયાળો પ્રદેશ એકાએક ઉજ્જડ બની ગયેલો અને દરિયો પાછળ ખસી જતાં મીઠાનું સફેદ રણ સર્જાયું. હજુ આ પ્રદેશના પેટાળમાં રહેલા અમૃત સમાન પાણી ઓસર્યા નથી. આજે ઠેકઠેકાણે બંધાયેલી વાવમાં આ પાણી સેલારા મારે છે, એ તેનું જીવતું પ્રમાણ છે.
જાણીને સુખદ આશ્ચર્ય થાય કે હિસ્ટ્રીકલ અને કલ્ચર રિસર્ચ અનુસાર એકલા ગુજરાતમાં આશરે ૧૫૦૦૦ જેટલી પ્રાચીન વાવો છે, જેમાંથી ૬૬૯ વાવોની ભાળ મેળવી શકાઈ છે. આ પૈકીની મોટા ભાગની વાવોમાં આજે પણ પાણી જોવા મળ્યું છે.
તાજેતરમાં જ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભુજના પૂર્વ પ્રાચાર્ય અને સામાજિક ક્ષેત્રમાં પ્રવૃત્ત થયેલા ઇતિહાસવિદ્દ સંજયભાઈ ઠાકરે કચ્છ પ્રદેશની સેલોર-વાવની વર્તમાન પરિસ્થિતિ પામીને તેનું દસ્તાવેજી કરણ કર્યું છે. કચ્છનાં અંતરિયાળ ગામડાંના અસંખ્ય પ્રવાસો ઉપરાંત અનેક ઇતિહાસવિદો, પુરાતત્ત્વવિદો સાથેના વિચાર-વિમર્શની ફળશ્રુતિ તરીકે સંજયભાઈ તરફથી ‘કચ્છધરાની વિસ્તૃત વિરાસતઃ સેલોર-વાવ સ્થાપત્ય' નામક ખૂબ સુંદર અને માહિતીપ્રદ પુસ્તક પ્રાપ્ત થયું છે. આસપાસ વસતાં લોકો સાથેની વાતચીત અને ઐતિહાસિક ગ્રંથોનો અભ્યાસ કરીને તેમણે કચ્છની ૧૫૦થી વધુ સેલોર-વાવ પર દસ્તાવેજીકરણ કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. આ પુસ્તકનાં પાને-પાને દરેક સેલોર-વાવની તસવીરો અને તેના નિર્માણની રોમાંચક કથાઓ છે. આ વાવોના નિર્માણ સાથે જોડાયેલા એવા લોકોની કથાઓ છે, જેમના માનવીય અભિગમ અને દૂરંદેશીથી અગણિત નિવાસીઓ અને પ્રવાસી ઓ ધખતાં તાપમાં તૃપ્ત થયા છે.
هذه القصة مأخوذة من طبعة February 03, 2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة February 03, 2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ
બિંજ-થિંગ
કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!
પ્રવાસન રક્ષા ભટ્ટ
રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.