માંડવીની એક છાત્રાએ કચ્છના દરિયા કિનારા ઉપરના સજીવો વિશે સંશોધન કરીને મરીન ઝૂઓલૉજીમાં પીએચ.ડી.ની પદવી મેળવી છે. તેણે પોતાના અભ્યાસાર્થે કરેલું સંશોધન હવે પછી આ વિષય ઉપર આગળ સંશોધન કરનારાઓ માટે પાયાનું કામ કરશે. તેના સંશોધન મુજબ માછીમારી, પ્રવાસન, ઉદ્યોગો, પ્રદૂષણ જેવાં અનેક પરિબળોના કારણે દરિયા કિનારા ઉપર વસતા જીવોને ભારે અસર પહોંચી રહી છે. જ્યાં માનવીય પ્રવૃત્તિ વધુ ત્યાં દરિયાઈ સજીવોની સંખ્યા અને તેમની પ્રજાતિ ઓછી એવું સમીકરણ અત્યારે જોવા મળી રહ્યું છે.
કચ્છ જિલ્લો ૪૦૬ કિ.મી. લાંબો દરિયાકિનારો ધરાવે છે. આ દરિયા કિનારા ઉપર જીવસૃષ્ટિની વિવિધતા જોઈ શકાય છે. અહીં સૂક્ષ્મ જીવોથી માંડીને કાચબા જેવા વિશાળ જીવો પણ જોવા મળે છે. આ જૈવ વિવિધતા ને પર્યાવરણના અને માનવજાતિના રક્ષણાર્થે સાચવવાની જરૂર છે. પરંતુ છેલ્લા બે- અઢી દાયકાથી ચાલી રહેલી કચ્છની યાત્રાની આડઅસરરૂપે દરિયાકિનારા ઉપરની જીવસૃષ્ટિને ખલેલ પહોંચી રહી છે. વિકાસ તો આવશ્યક છે જ, પરંતુ તેનાથી થતું નુકસાન નિવારવું જોઈએ અને તે જો અનિવાર્ય જ હોય તો તેની અસર ઘટે તેવાં પગલાં લેવાવા જોઈએ. નુકસાનકર્તા પરિબળોનો પર્યાય વિચારી, ઓછામાં ઓછું નુકસાન કરનારા પરિબળોને અપનાવવા જોઈએ.
અત્યાર સુધી કચ્છના દરિયા કિનારા ઉપરની જીવસૃષ્ટિ વિશે અનેક અભ્યાસો તો થયા છે, પરંતુ તેમાં એકસૂત્રતા નથી. જેથી કોઈને આ વિશે સંશોધન કરવું હોય તો પાયાની માહિતીનો અભાવ તેના કાર્યમાં મોટી અડચણ પેદા કરે છે. કચ્છના માંડવીની એક વિદ્યાર્થિનીએ તાજેતરમાં જ મરીન સાયન્સ વિષયમાં દરિયાકિનારા ઉપરના ઇન્ટર ટાઇડલ ઝોન (ભરતી અને ઓટની વચ્ચે થોડા સમય સુધી ખાલી રહેતી દરિયાકિનારા ની જગ્યા)માં વસતા સજીવો વિશે સંશોધન કરીને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી છે. આ સંશોધન ભવિષ્યના સંશોધનકર્તાઓ માટે એક મજબૂત પાયાની ગરજ સારીને પ્રમાણભૂત માહિતી સ્રોત બનશે. તેણે કરેલા સંશોધન પરથી ખ્યાલ આવે છે કે, ધરતી પર વસતા સજીવો, દરિયાઈ જીવોની સાથે-સાથે દરિયાકિનારા ઉપરના સજીવો પણ માનવીય વિકાસની કિંમત ચૂકવી રહ્યા છે. જ્યાં વધુ માનવીય પ્રવૃત્તિઓ થાય છે ત્યાં સજીવોની સંખ્યા ઘટેલી અને સજીવોની પ્રજાતિ પણ ઓછી જોવા મળે છે.
هذه القصة مأخوذة من طبعة February 17, 2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة February 17, 2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ
બિંજ-થિંગ
કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!
પ્રવાસન રક્ષા ભટ્ટ
રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.