મહિલા દિન વિશેશ
ABHIYAAN|March 16, 2024
સ્ત્રી કલા-હસ્તકલા અને વંશવંશીયતાની વાહક-સંવાહક
રક્ષા ભટ્ટ
મહિલા દિન વિશેશ

છેલ્લાં ચોવીસેક વર્ષોથી ભારતના અનેક અંતરિયાળ વિસ્તારોમાં કૅમેરા લઈને રખડતાં સ્ત્રીનાં અનેક રૂપો-સ્વરૂપો, શણગાર અને કુશળતાઓને કૅમેરાની ઝોળીમાં ભર્યા છે. લોક-ફોક હોય, કે હોય વનવાસી સ્ત્રી, પરંપરા, પ્રથા અને સંસ્કૃતિની વાહક જાણે સ્ત્રી જ હોય તેવાં પહેરવેશો, ઘરેણાં અને ઘાટફૂટને સદીઓથી કૅરી કરતી ભારતના અંતરિયાળ પ્રદેશોની સ્ત્રીઓ જાણે આપણા ભારતના કલ્ચરલ લેન્ડસ્કેપને અખંડ અને અતૂટ રાખતી જીવતી-જાગતી ધરોહર છે એવું લાગ્યું છે.

કચ્છ-ભુજના ટુંડાવાંઢ, રાપર-રવેચી, રતનાલ, પ્રંગ, કેરા કોટાય, કંથકોટ, ધોળાવીરા, દરિયાપર, લખપત, નખત્રાણા અને અન્ય અનેક પ્રદેશો ખૂંદતા મોચી, કુંભાર, રબારી, મેઘવાળ, જત અને આહીર સ્ત્રીઓને મેળાઓમાં મલપતાં અને ઘર આંગણે ભરત ભરતાં પણ જોઈ છે. ધોરી માર્ગો પર એકસાથે અનેક ઊંટની વણઝારને લીડ કરતાં અને કલાત્મક માટલાં ઘડતી પણ જોઈ છે. ભૂંગાની ઓથે ગોડિયું ગૂંથતાં અને ઘરવાળા સંગાથે ખભે-ખભો મિલાવી વુડ વર્કની કલા-કારીગરીમાં હાથ બટાવતા પણ જોઈ છે. ધોળાવીરા પહોંચતાં વચ્ચે આવતાં ખારા પાટમાં બળબળતા ઉનાળે લાજનો ઘૂમટો તાણીને રોટલા ઘડતાં અને દીકરા-દીકરીના લગ્ન પ્રસંગે આપણને આંજી દે તેવા એથનિક આઉટ ફિટમાં ફરતી પણ જોઈ છે.

એકવીસમી સદીના બીજા દાયકે પણ સાતત્યપૂર્ણ રીતે જોવા મળતી આવી સાંસ્કૃતિક કડીઓ અને તે ચેઇનને બરકરાર રાખતી સ્ત્રીઓ ગુજરાત બહાર ગોવામાં પણ જોવા મળે અને કેરલ-કર્ણાટકનાં મંદિરોના પટાંગણમાં પણ જોવા મળે. ઉત્તરાખંડની શિવાલિક શૃંખલાથી આચ્છાદિત ખીણોમાં પણ જોવા મળે અને લેહ-લદ્દાખના બૃહદ હિમાલયન બેલ્ટમાં પણ જોવા મળે, કારણ કે ભારતની સાંસ્કૃતિક ધરોહરમાં એથનિક પહેરવેશો, ઘરેણાં, વસ્ત્રો-વ્યવહાર અને કેશ કલાપથી બનતો-ઊઘડતો વંશીય વારસો સાચવવા-જાળવવામાં અને તેને સુપેરે કૅરી કરવામાં સ્ત્રીઓનો સિંહ ફાળો છે.

هذه القصة مأخوذة من طبعة March 16, 2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة March 16, 2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024