વાંચવું એ આર્ટ છે અને છાપું વાંચવું એ ફાઇન આર્ટ છે. અમે B.Ed.માં ભણતા ત્યારે ભાષાના વિષયમાં ‘આદર્શ પઠન'ના સ્પેશિયલ માર્ક્સ મળતા. પ્રશ્નપત્રનું વાંચન અને વર્તમાનપત્રનું વાંચન–આ બંને પ્રકારનાં વાંચનમાં ફરક છે. પ્રશ્નપત્રનું વાંચન મનમાં થાય, વર્તમાનપત્રનું વાંચન મનમાં પણ થાય અને જનમાં પણ થાય, મતલબ કે બે કે ત્રણની હાજરીમાં ઉતાવળે બોલીને પણ થાય.
છાપું વાંચતી વેળાએ સહેજપણ બેધ્યાન રહેવું એ આપણી સમજશક્તિના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. લખનારે ભલે વિચારો કે સંદર્ભોની એકસૂત્રતા જાળવી ન હોય, પણ વાચકે તો આવી એકસૂત્રતા જાળવવી પડે, જો એણે પોતાના જ આત્માને પોતાના જ હાથે છેતરવો ન હોય તો! જોકે આવી એકસૂત્રતા ક્યારેક ઍક્સિડન્ટલી બનતા ઍક્સિડન્ટને લીધે તૂટી જતી હોય છે.
જેમ રસ્તા પર સ્પીડબ્રેકર આવે છે એમ વાંચનમાં પણ સ્પીડબ્રેકર કે ડાયવર્ઝન આવે છે. વાંચનમાં આવતા આવા ડાયવર્ઝનને અખબારી આલમની પરિભાષામાં ‘અનુસંધાન’ શબ્દથી ઓળખવામાં આવે છે.
કહેવાય અનુસંધાન, પણ ભલભલા વાચકનું એ વાંચનસંધાન તોડી નાખતું હોય છે.
છાપું વાંચવાની પણ એક મજા છે, ખાસ કરીને એ મજાની સમજણ પડે તો! અમારો બાબુ બૉસ તો... જાણે કે છાપું - મૅગેઝિનો વાંચવા જ જન્મ્યો છે. એને ક્યારેક શ્વાસ ભરવા ન મળે તો એ ચલાવી લે, પણ છાપું વાંચવા ન મળ્યું તો ખલ્લા...સ! ઘરમાં બીજા કોઈનું નહીં, એનું પોતાનું જ આવી બને. મૅન્ટલ હૉસ્પિટલમાં જ ગાંડા હોય એવું કોણે કહ્યું?
જોકે, છાપાં વગર તો અમેય ઊંચા-નીચા થઈ જ જઈએ છીએ. હાથમાં છાપું લઈને સોફામાં બેઠા હોઈએ, ટિપાઈ પર કૉફી કપ પડ્યો હોય, પ્લેટમાં પાંચ-છ બિસ્કિટ શહાદત વહોરવાની તૈયારી સાથે પડ્યાં હોય... અને છાપું વંચાતું હોય... વાહ, આવો વૈભવ તો કુબેર ભંડારીને પણ નહીં હોય!
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 23/03/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 23/03/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ
બિંજ-થિંગ
કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!
પ્રવાસન રક્ષા ભટ્ટ
રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.