આપણા ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. બીજી બાજુ હોળાષ્ટક પૂર્ણ થતાં ગરમીનો પારો તો રોજે રોજ રાજાની કુંવરી માફક વધી રહ્યો છે. એવી સ્થિતિમાં ભારતના બહુ બધા પ્રદેશો તરફ તો આંખ માંડીને જોઈ પણ નહિ શકાય, તો તે પ્રદેશમાં પ્રવાસ કરવાની તો વાત જ પડતી મૂકવી પડે.
પરંતુ ભારત તો ભારત છે, જેમાં ઋતુઓને ધ્યાનમાં રાખીને બારેય માસ રખડવાના પ્રદેશો ખૂટે એમ નથી. આવા અખૂટ ઇન્ડિયામાં આપણા ઉત્તર પૂર્વીય પ્રદેશોમાંનું મેઘાલય અને મેઘાલયમાં વળી મેઘાલયની રાજધાની શિલોન્ગ તો ઉત્તર-પૂર્વીય ભારતનું જોવા જેવું હિલ સ્ટેશન છે.
પૂર્વનું સ્કૉટલૅન્ડ ગણાતું શિલોન્ગ ઇસ્ટ ખાસી હિલ્સ જિલ્લાનું મુખ્યાલય હોવા ઉપરાંત ૪,૯૯૦ ફૂટથી માંડીને ૬,૪૩૩ ફૂટ સુધીનો સ્કાય વ્યૂ આપતું ગંતવ્ય છે.
શિલોન્ગ પ્લેટુ તરીકે જાણીતો આ પઠાર પ્રદેશ મેઘાલયનો હાઇલૅન્ડ વિસ્તાર છે. આસપાસના વિસ્તારથી ઊંચો પરંતુ ફ્લેટ ભૂપ્રદેશ ધરાવતું આ શિલોન્ગ એવું રોલિંગ ટેબલલૅન્ડ છે જેમાં તેની પશ્ચિમે, ઉત્તરે અને દક્ષિણે રહેલા માટીના ઢોળાવો અનુક્રમે ગારો, ખાસી અને જયંતિયા હિલ્સ તરીકે ઓળખાય છે.
બ્રિટિશ હકૂમત વખતે આસામની રાજધાની રહી ચૂકેલા કોલોનિયલ શિલોન્ગ શહેરમાં હરતાં-ફરતાં તેની વાસ્તુકલા અને ઑવરઑલ લૅ-આઉટ જોઈએ તો તેમાં બ્રિટિશ અસર અછતી રહેતી નથી.
તે ઉપરાંત શિલોન્ગનો પ્રવાસન ઇતિહાસ એવું પણ નોંધે છે કે વિશ્વના સૌથી જૂના ગોલ્ફ કોર્સિસમાંનો એક ગોલ્ફ કોર્સ શરૂ થવા સાથે જ શિલોન્ગમાં પ્રવાસનનો પણ પ્રારંભ થયો હતો અને ભારતની આઝાદી પછી તો લીલીછમ ટેકરીઓથી સભર આ પ્રદેશમાં દેશી-વિદેશી પ્રવાસીઓની ઉનાળુ અવરજવર વધી હતી. આ અવરજવર કે એક્સ્પ્લોરેશનમાં શિલોન્ગથી ચોવીસ કિલોમીટર દૂર રહેલી ડેવિડ સ્કૉટ ટ્રેઇલ પ્રવાસમાં રોમાંચ શોધતા સાધકોને મન સ્વર્ગ છે. બ્રિટિશ અમલદાર ડેવિડ સ્કૉટે બાંધેલો આ હોર્સ-કાર્ટ ટ્રંક આપણી માટે સોળ કિલોમીટરનો સાહસથી ભરપૂર ટૂંક છે, જ્યાં ટ્રૅક દરમિયાન દર્શનીય જળધોધ, સ્ફટિક જેવા સ્વચ્છ જળનાં ઝરણાં અને ગાઢ જંગલ આપણને નિત્ય નૂતન દૃશ્ય ફલકો પીરસવા આતુર હોય છે.
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 06/04/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 06/04/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ