દારૂના દૂષણ સામે વારંવાર જંગ છેડવા છતાં તેનો અંત આવતો નથી. થોડા સમય દબાયેલું આ દૂષણ ફરી વધુ જોશમાં યુવાધનને પોતાના કબજામાં કરી લે છે. કચ્છનાં શહેરો અને ગામડાંમાં અનેક કુટુંબો દારૂના કારણે બરબાદ થાય છે. સંતાનોએ પિતાને ખોયા છે, માતા-પિતાએ પુત્રોને ગુમાવ્યા છે અને પત્નીઓનો જીવનનો સહારો છીનવાયો છે. થોડા-થોડા સમયે બુટલેગરો પાસેથી ઓછોવધુ દારૂ પોલીસ પકડે છે, પરંતુ બુટલેગર છટકી જાય છે. જેના કારણે થોડા જ સમયમાં ફરી દારૂ બનાવવાનું અને વેચવાનું ચાલુ કરી દે છે. પહેલાં માત્ર પુરુષોનો ઇજારો દારૂ પીવામાં અને બનાવવામાં મનાતો હતો, પરંતુ આજે અનેક મહિલા બુટલેગરો અને મહિલા દારૂના વ્યસનીઓ જોવા મળે છે. આ દૂષણને ડામવામાં પોલીસ વામણી પુરવાર થાય છે. તેથી જ નાનાં-મોટાં ગામોમાં મહિલાઓ દારૂના અડ્ડાઓ ઉપર ત્રાટકીને તેનો નાશ કરતી જોવા મળે છે, પરંતુ સમાજના પૂરતા સહકારની, પોલીસના મક્કમ પીઠબળ સાથે દારૂના દૂષણને કાયમ માટે ડામવાની જરૂર છે.
થોડાં વર્ષો પહેલાં કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા દારૂ સામે પગલાં લેવા માટે ‘ગુંજ’ નામની ઝુંબેશ ચલાવાઈ હતી. ‘ગુંજવાળી’ બહેનોનાં નામની ધાક પણ બરાબર જામી હતી. જ્યાં દારૂના અડ્ડા હોવાની ખબર પડે ત્યાં આ બહેનો જતી અને અડ્ડા બંધ કરાવતી, પરંતુ સમય જતાં આ ઝુંબેશ નબળી પડી ગઈ. આજે કચ્છમાં અલગ-અલગ ગામની મહિલાઓ જાતે જ એકઠી થઈને અડ્ડાઓ બંધ કરાવવા પ્રયત્ન કરે છે. તેમને ક્યારેક પોલીસનો ટેકો મળે છે, ક્યારેક મળતો નથી. દારૂની બદી પાછળ મોટા ‘હપ્તા’ જવાબદાર હોવાનું મનાય છે. જો ફરી વખત મહિલાઓ સાથે મળીને મોટી ઝુંબેશ ચલાવે તો પોલીસને પણ ફરજિયાત આ દૂષણ દૂર કરવા પગલાં લેવાની ફરજ પડશે. લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે દારૂનો વપરાશ વધશે, પોલીસના દરોડા વધશે, પરંતુ દૂષણ તેનાથી નાથી શકાશે નહીં, તે હકીકત છે.
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 06/04/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 06/04/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ