પ્રવાસન
ABHIYAAN|Abhiyaan Magazine 06/07/2024
મા હાટેશ્વરીદેવી મંદિર, હાટકોટી વેલીનું સત્ત્વ
રક્ષા ભટ્ટ.
પ્રવાસન

હિમાચલ પ્રદેશ એટલે માત્ર ઍડવેન્ચર ઍક્ટિવિટીઝ, હોં હા. .અને હનીમૂનર્સ પેરેડાઇઝ એવું નથી. અહીં પ્રાચીન કિલ્લાઓ છે, મહેલો છે અને મંદિરો પણ છે. જેમાં કાંગરાનું જવાલામુખી મંદિર, બૈનર નદીને કાંઠે આવેલું ચામુંડા દેવી મંદિર, બિલાસપુર જિલ્લામાં આવેલું નૈનાદેવી મંદિર, ભરમોરનું મણિમહેશ અને તે ઉપરાંતનાં પણ અનેક મંદિરો ખરાં, જેમાં હાટકોટી વેલીમાં આવેલું મા હાટેશ્વરીદેવી મંદિર હિમાચલની હાટકોટી વેલીનું સત્ત્વ છે.

સફરજનના બગીચા, ઘાસનાં લીલાંછમ મેદાનો, દેવદારનાં ઘટાટોપ જંગલો અને ચાંશલ પર્વતમાળાના સાંનિધ્યે રહેલી હાટકોટી વેલીમાં પબ્બર નદીને કાંઠે આવેલા હાટકોટી ગામમાં સ્થિત આ હાટેશ્વરીદેવી મંદિર હાટકોટી મંદિર તરીકે પણ ઓળખાય છે.

વૃક્ષાચ્છાદિત હિમાલયન રેન્જનું નયનરમ્ય બૅકગ્રાઉન્ડ ધરાવતું આ મંદિર મા દુર્ગાને સમર્પિત છે. ૪,૭૩૧ ફૂટની મોડરેટ ઊંચાઈ પર સ્થિત આ મંદિર શિમલાની પૂર્વે ૧૦૫ કિલોમીટરના અંતરે આવેલું એવું મંદિર છે, જેમાં દેવી દુર્ગાના મહિષાસુરમર્દિની અવતારની અષ્ટધાતુની મૂર્તિ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપવામાં આવી છે. હાટકોટી મંદિરના વિશાળ પરિસરમાં મહાદેવનું પણ પ્રાચીન મંદિર છે, જેમાં ૨હેલું શિવલિંગ ખાસ્સું પહોળું છે.

આ બે મંદિરો ઉપરાંત આ હાટકોટી ટેમ્પલ કોમ્પ્લેક્ષમાં અલગથી કીર્તન ઘર અને ધર્મશાળા પણ છે. અહીંની યજ્ઞશાળામાં યજ્ઞો અને અન્ય વિધિ-વિધાનો થતાં રહે છે. એકસાથે ૩૫૦ માણસો બેસી શકે તેવો સત્સંગ હૉલ અહીંના સ્થાનિક હિમાચલીઓથી જીવંત હોય છે. મંદિરની નીચે રહેલી છ ફૂટ ઊંચી અને ત્રણ ફૂટ પહોળી ટનલ એવું કહે છે કે, આ મંદિર મહાભારતના સમયનું પ્રાચીન મંદિર છે.

સવારે છ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી ખુલ્લું રહેતું આ મંદિર આઠમી-નવમી સદીનું માનવામાં આવે છે, જે ભારતના ઇતિહાસનો ગુર્જર પ્રતિહાર સમયગાળો સૂચવે છે, જે સમયગાળામાં કોતરકામવાળી મૅનલ્સ, કલાત્મક શિલ્પો અને ખુલ્લા પેવેલિયનવાળાં મંદિરો બંધાણા હતાં.

هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 06/07/2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 06/07/2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
વિઝા વિમર્શ.
ABHIYAAN

વિઝા વિમર્શ.

ખોટી માન્યતાઓ

time-read
3 mins  |
Abhiyaan Magazine 06/07/2024
તમે નાગ અશ્વિનની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘કલ્કી’ પર ચોરીનો આરોપ
ABHIYAAN

તમે નાગ અશ્વિનની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘કલ્કી’ પર ચોરીનો આરોપ

ભારતમાં લોકો ઍક્ટર્સ પર એટલા પૈસા ખર્ચી નાખતા હોય છે કે બાકીના આર્ટિસ્ટને આપવા માટે તેમની પાસે પૈસા જ નથી હોતા! હૉલિવૂડના કૉન્સેપ્ટ આર્ટિસ્ટને ભારતીય ફિલ્મજગત વિશે નેગેટિવ અભિપ્રાયો મળ્યા.

time-read
2 mins  |
Abhiyaan Magazine 06/07/2024
ફેમિલી ઝોન. બ્યુટી
ABHIYAAN

ફેમિલી ઝોન. બ્યુટી

લૂફાનો ઉપયોગ કરવામાં શું ધ્યાત રાખવું જોઈએ?

time-read
2 mins  |
Abhiyaan Magazine 06/07/2024
‘ઇમોશનલ હોવું' ખામી નહીં, પણ ખૂબી બનવું જોઈએ
ABHIYAAN

‘ઇમોશનલ હોવું' ખામી નહીં, પણ ખૂબી બનવું જોઈએ

ઉપરછલ્લી રીતે એવું માનવામાં આવે કે જેનો આઈક્યૂ તેજ હોય તે સફળ થાય, પણ ઊંડાણથી જોઈએ તો માત્ર આઈક્યૂ નહીં, પણ જેનો EQ-જેનું ઇમોશનલ પાસું બળવાન હોય તેઓ સફળ થયા છે.

time-read
3 mins  |
Abhiyaan Magazine 06/07/2024
બીંજ-થિંગ
ABHIYAAN

બીંજ-થિંગ

કાળી સપાટી પર જડાતી રૂપેરી ભાતઃ બિદરી ધાતુકલા

time-read
5 mins  |
Abhiyaan Magazine 06/07/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

મા હાટેશ્વરીદેવી મંદિર, હાટકોટી વેલીનું સત્ત્વ

time-read
5 mins  |
Abhiyaan Magazine 06/07/2024
શિક્ષણ
ABHIYAAN

શિક્ષણ

પશ્ચિમની યુનિવર્સિટીઓમાં ભારતની તેજસ્વિતા ઝળકે છે

time-read
7 mins  |
Abhiyaan Magazine 06/07/2024
સોશિયલ મીડિયા
ABHIYAAN

સોશિયલ મીડિયા

ફિલ્મ ‘મહારાજ', કરસનદાસ મૂળજીનો જય હો

time-read
2 mins  |
Abhiyaan Magazine 06/07/2024
સામાજિક પ્રસંગો, ડાયરા, કથા સપ્તાહમાં વધતો જતો બાઉન્સરોનો ટ્રેન્ડ
ABHIYAAN

સામાજિક પ્રસંગો, ડાયરા, કથા સપ્તાહમાં વધતો જતો બાઉન્સરોનો ટ્રેન્ડ

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર જેવાં શહેરોમાં બાઉન્સર કલ્ચર આગળ વધતું જાય છે. મોભા સાથે સલામતીમાં વધારો છેલ્લાં ૧૦ વર્ષના સામાજિક પરિવર્તનમાં કારણભૂત.

time-read
2 mins  |
Abhiyaan Magazine 06/07/2024
ભુજનું સ્મૃતિવન વિશ્વસ્તરે ચમક્યું
ABHIYAAN

ભુજનું સ્મૃતિવન વિશ્વસ્તરે ચમક્યું

૨૦૦૧ના ભૂકંપમાં મૃત્યુ પામેલાંઓની યાદમાં ભુજમાં બનાવાયેલા સ્મૃતિવનના ભૂકંપ સંગ્રહાલયને યુનેસ્કોએ વર્ષ ૨૦૨૪ માટે વિશ્વના સૌથી સુંદર સંગ્રહાલય તરીકે સ્થાન આપ્યું છે. આ સંગ્રહાલયને આ અગાઉ પણ તેના આર્કિટેક્ચર, ડિઝાઇન, સાંસ્કૃતિક મૂલ્ય, પ્રવાસી આકર્ષણ વગેરે માટે વિશ્વસ્તરે ઍવૉર્ડ મળી ચૂક્યા છે. ભુજિયા ડુંગર પર બનાવાયેલા સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયમાં ભારતનું સૌથી મોટું સ્મારક સંગ્રહાલય, દુનિયાનું સૌથી મોટું મિયાવાકી જંગલ છે. મ્યુઝિયમમાં પૃથ્વી, ભૂકંપ, પુનર્વસન વગેરે વિશે માહિતી આપતી સાત ગૅલેરી છે. પ્રવાસીઓ માટે આ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. પોણા બે વર્ષના ગાળામાં ૯.૫૦ લાખથી વધુ લોકો આ મ્યુઝિયમની મુલાકાત લઈ ચૂક્યા છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 06/07/2024