વિશ્વની પ્રમુખ ધાર્મિક પરંપરાઓમાં અચરજ પમાડે એવા ભવિષ્યકથન મળી આવે છે, જેમાંનું એક છે પ્રલય, મહાવિનાશ, એકાર્ણવ, કયામત, લાસ્ટ જજમૅન્ટ કે સંસારના સમૂળા વિનાશની કલ્પનાઓનું કથન. વૈદિક પરંપરાની, કલ્પને અંતે જગતનો નાશ થવાની અને કલિયુગના અંતે કલ્કિના આગમનની કથાઓથી આપણે પરિચિત છીએ. બાઇબલના ‘પ્રકટીકરણ' પુસ્તકમાં સૃષ્ટિના અંતે ન્યાયના દિવસે આવના૨ા તથા દુષ્ટતાના વિજય, યુદ્ધો, દુકાળ, જનસંહારના પ્રતીક એવા ચાર અસવારોનો ઉલ્લેખ છે. ઍસ્કટૉલૉજી અર્થાત્ સંસારના અંત પછીની સ્થિતિ વિશેનું શાસ્ત્ર. પુરાણોમાંનું ઍકૅટૉલૉજી પ્રલયના ચાર પ્રકારો ગણાવે છે. નોર્મલ લાઇફમાં નાનું-મોટું જે કશું પણ નાશ પામતું રહે એ ઘટનાઓ નિત્યપ્રલય. બ્રહ્માના એક દિવસના અંતે થતો ત્રિલોકનો ક્ષય એટલે નૈમિત્તિક કે બ્રહ્મપ્રલય. અંતે, સમષ્ટિમાં જે કંઈ પણ વિદ્યમાન છે, એ સઘળું પરમાત્મામાં લીન થઈને એક થઈ જાય એ મહાન ઘટના આત્યંતિક અથવા પ્રાકૃતપ્રલય. નિત્યપ્રલયની શ્રેણીમાં સભ્યતાઓ કે સમાજના પતનની કલ્પના પણ સમાવી શકાય.
વિશ્વની વર્તમાન સામાજિક કે રાજકીય વ્યવસ્થાઓનો ધ્વંસ થાય એ પછી મનુષ્યજાતિ કેવી રીતે સર્વાઇવ કરશે, એની કલ્પનાઓને પશ્ચિમની વિજ્ઞાનકથાઓ દાયકાઓથી રમાડતી આવી છે. સંહારકાળ પશ્ચાતના ખસ્તાહાલ વિશ્વ કે સમાજ માટે વિજ્ઞાનકથાઓમાં શબ્દ છે ‘ડિસ્ટોપિયા’. આદર્શ સમાજ વ્યવસ્થા કે રામરાજ્યની કલ્પના યાને ‘યુટોપિયા'નું વિરોધી એવું ઍન્ટિ-યુટોપિયા અથવા ડિસ્ટોપિયા પશ્ચિમ વિજ્ઞાનકથાઓની પ્રિય પૃષ્ઠભૂમિમાંનું એક રહ્યું છે. ડિસ્ટોપિયન જોન્નામાં એવા ભવિષ્યનું વાર્તાવિશ્વ હોય છે, જ્યાં માનવીય કે પ્રાકૃતિક, કોઈ પ્રકારે વિશ્વની સુવ્યવસ્થા ડહોળાઈ ગઈ હોય, અરાજકતા અને કુશાસન હાવી થઈ ગયા હોય. ડિસ્ટોપિયન વિજ્ઞાનકથાઓ હાલની સામાજિક-રાજકીય સમસ્યાઓ અને એમાં રહેલાં ભયસ્થાનોમાંથી પ્રેરણા લઈને વિષાદી અને કંપાવનારું ભવિષ્ય ઊભું કરતી હોય છે.
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 13/07/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 13/07/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું
માયાવી જળકુંભીની માયાજાળ
મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ