ઉત્તરે કારાકોરમ પર્વતમાળા અને દક્ષિણે હિમાલયન રેન્ક વચ્ચે સૅન્ડવિચ થયેલો લદ્દાખ નામનો કેન્દ્ર શાસિત પ્રદેશ લેહ અને કારગિલ જિલ્લાથી બનેલો રફલી ૧૧,૪૮૨ ફૂટની ઊંચાઈ ધરાવતો પહાડી પ્રદેશ છે, જ્યાં બુદ્ધિસ્ટ પ્રવાસન સ્થળોનું પ્રમાણ વિશેષ છે અને પ્રવાસન ઉદ્યોગ આ પ્રદેશની અર્થવ્યવસ્થામાં મોટો ફાળો આપે છે.
૧૯૫૯માં રજિસ્ટર્ડ થયેલું ઑલ લદ્દાખ ગોમ્પા એસોસિયેશન લદ્દાખની બધી જ બુદ્ધિસ્ટ મોનેસ્ટરીઝનું સેન્ટ્રલ એસોસિયેશન છે, જે તિબેટન બુદ્ધિઝમની ચાર મુખ્ય ધારાના પંદર લામાઓના ગવર્નિંગ બૉડીથી સંચાલિત થાય છે. જેમાં સોળ જેટલા મઠો છે અને હજારો બૌદ્ધ સાધુઓ, મઠવાસીઓ, તેઓનાં ગુરુકુળો અને રહેવા-જમવાની વ્યવસ્થા પણ છે.
બૌદ્ધ મઠોના આ બૃહદ હિમાલયન પ્રદેશમાં કારગિલની દક્ષિણે ૨૫૦ કિલોમીટરે સુરુવેલી પછી આવતી ઝંસ્કાર વેલી સંસ્કાર રિવર વેલી છે. પદુમ, સાંકુ અને કારગિલ રોડ સુધીમાં સાની, ઝોન્સુલ, કાર્લા, સ્ટોન્ગ દે, ઝાંગલા અને રંગદુમ જેવા બૌદ્ધ મઠો છે, જેમાં રંગદુમ નામનો બૌદ્ધ મઠ રંગદુમ ગામમાં આવેલો બૌદ્ધ મઠ છે.
લદ્દાખ પ્રદેશની સુરુવેલી કે સુરુ રિવર વેલીમાં સ્થિત રંગદુમમાં એક તરફ રંગીન ટેકરીઓ છે અને બીજી બાજુ અણીવાળા ખડકાળ પર્વતો અને તેંગ-દ્વેગ જેવી ગ્લૅશિયર પણ છે.
હિન્દી લદ્દાખી, પુર્ગિ અને ઉર્દૂ બોલતું રંગદુમ કારિગલના તાઈસુરુ તાલુકાનું રૂપકડું ગામ છે, જે કારગિલ-પદુમની વચ્ચે આવેલું છે અને કારગિલથી ૧૦૦ કિલોમીટર દૂર છે. રંગદુમ સુધી આવતાં મોટા ભાગના ભારતીય પ્રવાસીઓ અને વિશ્વ પ્રવાસીઓ, મોટા ભાગે, રંગદુમ બૌદ્ધમઠ માટે જ રંગદુમ આવે છે અને ગેલુપાપંથની આ તિબેટન બુદ્ધિસ્ટ મોનેસ્ટરીની મુલાકાત લઈને ઝંસ્કાર વેલીના હેડક્વાટર ગણાતાં પદુમ સુધી પહોંચે છે.
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 07/09/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 07/09/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ