સર્વોચ્ચ અદાલતનો આદેશ થયો એટલે નલિની શ્રીહરન સહિતના બધા ગુનેગારો જેલમુક્ત!
અંગત જીવનની જેમ જાહેર જીવનમાં પણ માણસે ક્યારેક આકરા, કડવા અ અને સમાજના અમુક વર્ગને ન ગમે એવા નિર્ણય લેવા પડે છે. એમાંય સત્તાસ્થાને બિરાજતા અને ખાસ તો બંધારણીય હોદ્દો ધરાવતા લોકો પાસેથી તો એવી અપેક્ષા હોય જ. એમની ફરજનો આ પણ એક ભાગ છે.
ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યાના સાત ગુનેગારોને ફાંસી આપવા વિશે ત્રણ-ત્રણ રાષ્ટ્રપ્રમુખે કોઈ ફેંસલો ન આપતાં સર્વોચ્ચ અદાલતે એમની એ સજા વર્ષો અગાઉ જ આજીવન કારાવાસમાં ફેરવી નાખી હતી અને હવે ન્યાયતંત્રને મળેલા વિશેષાધિકાર હેઠળ એ તમામ અપરાધીઓને છોડી મૂકવામાં એ આવ્યા છે. સર્વોચ્ચ અદાલતે જેલવાસ દરમિયાન આ ગુનેગારોની સારી વર્તણૂકનો હવાલો આપ્યો અને એમને મુક્ત કર્યા છે.
જીવદયાપ્રેમીઓ આ ચુકાદાને ચાર હાથે આવકારશે, પણ ન્યાયતંત્રની ઉદારતાની લાંબા ગાળાની અસર વિચારવા જેવી છે. પ્રગતિશીલ વિ ધરાવતા લોકો આમ પણ જીવના બદલામાં જીવ એટલે કે હત્યાના ગુનાસર કોઈને મોત આપવાની કાનૂની જોગવાઈનો જ વિરોધ કરે છે. યુરોપના અનેક દેશ અને અમેરિકાનાં કેટલાંક રાજ્યોએ સજા-એ-મૌતના વિચારને વર્ષોથી તિલાંજલિ આપી દીધી છે. ભારતમાં સુદ્ધાં રેરેસ્ટ ઑફ રેર અર્થાત્ તદ્દન અપવાદરૂપ કિસ્સામાં જ ગુનેગારને ફાંસીની સજા ઘોષિત થાય છે અને એ પછી પણ અપરાધી ફાંસીના માંચડે ચડે ત્યાં સુધીની લાંબીલચક કાનૂની પ્રક્રિયા છે.
અદાલતે એનો અંતિમ ચુકાદો આપી દીધા પછી ગુનેગાર દેશના સર્વોચ્ચ બંધારણીય વડા તરીકે રાષ્ટ્રપતિને દયાની અરજી કરી શકે છે. ગુનો થયો હોય એ રાજ્યના ગૃહ મંત્રાલય અને ત્યાંના રાજ્યપાલ પાસેથી આ અરજી રાષ્ટ્રપતિ સામે રજૂ થાય છે.
રાજીવ ગાંધીની હત્યા તામિલનાડુમાં ચૂંટણીપ્રચાર દરમિયાન એક આત્મઘાતી હુમલાને કારણે થઈ હતી (મે, ૧૯૯૧). શ્રીલંકામાં સ્વતંત્ર તમિળ દેશની માગણી સાથે જંગે ચડેલા વિભાજનવાદી સંગઠન તમિળ ટાઈગર્સનું એ કરતૂત હતું. દેખીતા કારણસર તામિલનાડુમાં આ ત્રાસવાદી જૂથને વ્યાપક સમર્થન હતું અને હજી છે. તામિલનાડુના રાજકારણીઓ તમિળ ટાઈગર્સ તરફ એમની સહાનુભૂતિ વ્યક્ત કરવાની એકેય તક છોડતા નથી.
هذه القصة مأخوذة من طبعة November 28, 2022 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة November 28, 2022 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન
ફડ ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર કોઈ યુવતીને પોતાના બાળકને બાઈક પર બેસાડીને ડિલિવરી કરવા નીકળતી જોઈએ તો જરૂર કુતૂહલ થાય. સંતાનના ઉજ્જ્વળ ભવિષ્ય માટે એક માતાએ અજાણ્યા શહેરમાં ફૂડ ડિલિવરી કરવાનું પડકારભર્યું કામ પસંદ કરીને માતૃશક્તિ સાથે મહેનતનો રંગ બતાવ્યો છે.
વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!
મુંબઈની કૉલેજોનાં કૅમ્પસ પર સ્ટુડન્ટ્સ કેવી ભાષા બોલે છે એ વિશે થયેલા એક સર્વેનાં પરિણામ ચોંકાવનારાં છેઃ મોટા ભાગની કૉલેજોમાં, અરે અમુક સ્કૂલોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સુદ્ધાં બેફામ ગાળો બોલે છે. રૅગિંગની ઘટનામાં પણ નવાસવા વિદ્યાર્થીઓને ગંદી ગાળો બોલવાનું કહેવામાં આવે છે. શું થાય છે જ્યારે ‘ચિત્રલેખા’ આ સર્વેની ભીતરમાં ઊતરે છે? વાંચો, અશિષ્ટ બોલી વિશેનો શિષ્ટ, સંસ્કારી ભાષામાં લખાયેલો લેખ.
આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!
મફત આરોગ્ય કૅમ્પની જાહેરાત ઠેર ઠેર વાંચવા મળે છે. આઘાતજનક વાત એ કે ગુજરાતની અમુક ખાનગી કે કૉર્પોરેટ હૉસ્પિટલના સંચાલકોએ આરોગ્ય નિદાન કૅમ્પને સેવાને બદલે મેવા એટલે કે દરદી મેળવવાનો ધંધો બનાવી દીધો છે. અમદાવાદની હૉસ્પિટલનો તાજો કિસ્સો આંખ ઉઘાડનારો છે.
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.