દાવાનળ ટાળવાનો અકસીર ઉપાય
Chitralekha Gujarati|December 26, 2022
ક્યારેક હઠીલી સમસ્યા જ એના ઉકેલનું કારણ બને છે. હિમાલયનાં જંગલોમાં પાઈન વૃક્ષ અર્થાત્ ચીડ તરીકે ઓળખાતાં ઝાડ પરથી ખરી પડતાં જ્વલનશીલ પાંદડાં વ્યાપક દાવાનળ સર્જે છે. હવે આવા દાવાનળનું કારણ જ નિર્મૂળ કરવા એક એન્જિનિયર-ટેક્નોક્રેટે સોય જેવાં પાંદડાંમાંથી અવનવી ચીજ બનાવવાની ટેક્નિક ડેવલપ કરી છે.
સમીર પાલેજા (મુંબઈ)
દાવાનળ ટાળવાનો અકસીર ઉપાય

દુર્ગંધ, રોગચાળો કે પ્રદૂષણ પેદા કરતો શહેરી કચરો સ્લો કિલર હોય છે અર્થાત્ એના સતત સંપર્કમાં રહેનારી વ્યક્તિનું સ્વાસ્થ્ય બગાડીને ધીરે ધીરે એને મારે છે. જો કે ઓછી વસતિવાળા વનપ્રદેશમાં કુદરતી રીતે પેદા થતો અમુક કચરો એવો પણ છે, જે વન્યજીવો અને ગામડાંના લોકો માટે સાઈલન્ટ કિલર સાબિત થાય છે.

અહીં વાત કરીએ છીએ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનાં જંગલોમાં થતાં પાઈન (ચીડ) વૃક્ષોની. આમ તો પાઈન ઉપયોગી વૃક્ષ છે, કેમ કે એના થડમાંથી રેઝિન ઝરે છે, જેનું ઔદ્યોગિક મૂલ્ય સારુંએવું છે. જો કે આ વૃક્ષનાં સોયની અણી જેવાં પાંદડાં જમીન પર ખરીને ઉનાળામાં તપે ત્યારે જંગલની આગને વકરાવવામાં જાણે ઘી જેવું કામ કરે છે. આ પાંદડાંને પાઈન નીડલ કહે છે. ભૌગોલિક રીતે સબ-શિવાલિક રેન્જ તરીકે વર્ગીકૃત થયેલા પ્રદેશમાં દાવાનળની સમસ્યા બહુ વિકરાળ ગણાય છે.

૨૦૨૧ના આંકડા જોઈએ તો એપ્રિલ મહિનામાં માત્ર ઉત્તરાખંડમાં દાવાનળની ૧૫૦૦ તો હિમાચલ પ્રદેશમાં ૭૫૦ ઘટના બની હતી. દલાઈ લામાના નગર ધરમસાલાની આસપાસની ટેકરીઓમાં પાનખરમાં પાઈન નીડલ ખરવા માંડે એટલે સ્થાનિકોનો જીવ ઉચ્ચક થવા માંડે છે, કેમ કે પછી એપ્રિલથી જુલાઈ સુધીના ગાળામાં ઓચિંતા આગ ફાટી નીકળવાની અનેક ઘટના બને છે. સળગતી બીડી ફેંકી દેવાની માનવબેદરકારીથી માંડીને ઘર્ષણને કારણે ઉદ્ભવતી સામાન્ય આગને પાઈન નીડલમાંનું તેલી તત્ત્વ વિકરાળ રૂપ અપાવી દે છે. ઝડપથી ફેલાતી આવી આગ વન વિભાગનું શિરદર્દ છે.

જો કે હવે આ સમસ્યાનો ઉકેલ લગભગ જડી ગયો છે, પણ એ કીમિયાને વ્યાપકપણે કાર્યરત બનાવતાં થોડો સમય લાગશે. કોઈ પણ સમસ્યાનું મૂળ જ એના ઉકેલ માટેનું બીજ હોય છે એ ન્યાયે અહીં વિલન સમી પાઈન નીડલને જ ઉકેલનું માધ્યમ બનાવવાનો પ્રયોગ છે.

અભિનવ તલવાર નામના એન્જિનિયર-આન્ત્રપ્રેન્યારે પાઈન નીડલને એકઠી કરાવીને એમાંથી જાત-ભાતની ક્રોકરી, ટૂથ બ્રશ, વૉલ ક્લૉક, વગેરે બનાવવાની પેટન્ટ મેળવીને ફૅક્ટરી શરૂ કરી છે. અભિનવ તલવાર ચિત્રલેખાને કહે છેઃ

هذه القصة مأخوذة من طبعة December 26, 2022 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة December 26, 2022 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
Chitralekha Gujarati

વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક

ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.

time-read
4 mins  |
December 02, 2024
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
Chitralekha Gujarati

હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!

એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.

time-read
4 mins  |
December 02, 2024
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
Chitralekha Gujarati

દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!

બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.

time-read
5 mins  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.

time-read
4 mins  |
December 02, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
Chitralekha Gujarati

પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...

પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.

time-read
2 mins  |
December 02, 2024
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
Chitralekha Gujarati

મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.

ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.

time-read
4 mins  |
November 25, 2024
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
Chitralekha Gujarati

અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?

શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.

time-read
3 mins  |
November 25, 2024
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
Chitralekha Gujarati

ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.

રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.

time-read
4 mins  |
November 25, 2024