માથે જીપીએસ સંચાલિત ઉપકરણ અને કૅમેરા સાથે સજ્જ છે ‘અર્જુન’.
થોડા દિવસ અગાઉ ભારતીય સેનાએ અમેરિકા સાથેના યુદ્ધ અભ્યાસની એક વિડિયો ક્લિપ સોશિયલ મિડિયામાં વહેતી કરી, એમાં કંઈક આવું દશ્ય હતું..
આકાશમાં કૅમેરાથી સજ્જ એક ડ્રોન ઊડી રહ્યું છે. નજીકમાં ઊભેલા એક સૈનિકના હાથ પર બાજ પક્ષી અને પાસે એક પાલતુ થાન છે. આસપાસ ડ્રોન હોવાનો અંદાજ આવી જતાં શ્વાન ભોંકવા લાગે છે. થાન તરફથી સિગ્નલ મળતાં જ બાજ ઝડપથી ઉડાન ભરી ડ્રોન પર હુમલો કરી એને તોડી પાડે છે.
પાછલા કેટલાક દિવસોથી સોશિયલ મિડિયામાં વાઈરલ થયેલો આ વિડિયો ભારતીય અને અમેરિકી સૈનિકોના સંયુક્ત યુદ્ધ અભ્યાસ દરમિયાન શૂટ કરાયેલો છે. ભારત અને અમેરિકા વચ્ચે દર વર્ષે આ પ્રકારની જોઈન્ટ મિલિટરી એક્સરસાઈઝ એટલે સંયુક્ત યુદ્ધ અભ્યાસ યોજાય છે. ૨૦૨૧માં એવી ૧૭મી એક્સરસાઈઝ અમેરિકાના અલાસ્કામાં યોજાઈ હતી. આ વર્ષે નવેમ્બરમાં ઉત્તરાખંડના ઓલીમાં એ વાર્ષિક કવાયત ગોઠવી ભારતીય લશ્કર અમેરિકી સૈનિકોનું યજમાન બન્યું.
‘ઈશારો’ મળતાં જ બાજ ઊડે, એની ધારદાર નજર તથા કૅમેરાની મદદથી ડ્રોનને શોધી લે.. અને ચીલઝડપે એના પર ત્રાટકી અને તોડી પાડે. બાજ ત્રણ કિલોમીટર દૂરથી એનો 'શિકાર' શોધી શકે છે.
અત્યંત ઠંડા વાતાવરણ અને પર્વતીય વિસ્તારોમાં ઊંચાઈ પર યુદ્ધની તાલીમને આ વખતના યુદ્ધ અભ્યાસ સાથે જોડવામાં આવી હતી. ચીન સાથે ભારતની સરહદો આવા વિસ્તારમાં વધુ છે. આ વખતના ભારત-અમેરિકા યુદ્ધ અભ્યાસનું ક્ષેત્ર ચીનની સરહદથી નજીક હતું ઉપરાંત વિવાદિત લાઈન ઑફ ઍક્ચ્યુઅલ કન્ટ્રોલ (એલએસી)થી માત્ર ૧૦૦ કિલોમીટર દૂર હતું. સ્વાભાવિક છે કે આ બધાને કારણે ચીનના પેટમાં તેલ રેડાયું અને ચીને વાંધો લઈ ભારત પર પરસ્પર સમજૂતીથી થયેલા કરાર તોડવાનો આરોપ પણ મૂક્યો.
આ યુદ્ધ અભ્યાસ ચર્ચામાં રહ્યો એનું બીજું મહત્ત્વનું હતું કારણ સેનાનું પાળેલું બાજ પક્ષી. અર્જુન નામના આ બાજને ભારતીય લશ્કરે આકાશમાં ઊડતાં ડ્રોનને તોડી પાડવા માટે તાલીમબદ્ધ કર્યું છે. આ રીતે બાજ પક્ષીનો ઍન્ટિ-ડ્રોન સિસ્ટમમાં ઉપયોગ કરવાનો સફળ પ્રયોગ પહેલવહેલો ભારતે કર્યો છે.
هذه القصة مأخوذة من طبعة January 02, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة January 02, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.