‘ગૂગલ’ અને ‘એમેઝોન’થી પણ વિરાટ છે..ભારત સરકારનું બિઝનેસ પોર્ટલ GeM
Chitralekha Gujarati|January 02, 2023
દેશમાં સરકાર તરફથી એવાં ઘણાં પગલાં લેવામાં આવે છે, જે વ્યાપક રીતે દરેકને ઉપયોગી હોય અને અર્થતંત્ર માટે પણ ફાયદાકારક હોય. જો કે કોઈક કારણસર સામાન્ય પ્રજા સુધી એ વાત પહોંચતી નથી. આવું એક પોર્ટલ ભારત સરકારે ૨૦૧૬થી કાર્યરત બનાવ્યું છે. તમે જાણો છો એના વિશે?
જયેશ ચિતલિયા
‘ગૂગલ’ અને ‘એમેઝોન’થી પણ વિરાટ છે..ભારત સરકારનું બિઝનેસ પોર્ટલ GeM

શું તમને ખબર છે કે ભારત સરકાર ગૂગલ અને એમેઝોન કરતાં પણ વિરાટ બિઝનેસ પોર્ટલ ધરાવે છે? આ પોર્ટલ મારફત તમે ચોક્કસ ચીજવસ્તુ અને સર્વિસની લે-વેચ કરી શકો છો, એ પણ બહુ સરળતા અને પારદર્શકતા સાથે.

બહુ ઓછા લોકોને આ ખબર છે યા આ વિશેની સમજ છે એટલે ચાલો, આજે અહીં કરીએ એ વિશે વિગતે વાત..

આ પોર્ટલ સરકારે ઊભું કર્યું છે, પરંતુ એનું સંચાલન સરકારી ઢબે નહીં, બલકે પ્રોફેશનલ ઢબે થાય છે. આ મંચનું નામ છે, જેમ (જીઈએમ) અર્થાત્ ગવર્નમેન્ટ ઈ-માર્કેટ પ્લેસ (GeM). આ  મંચ પર સરકારનાં જાહેર એકમોને તેમ જ વિવિધ મંત્રાલયોના વિભાગોને જરૂર હોય એવા માલ-સામાન અને સર્વિસિસની ખરીદી થાય છે તો સરકારનાં એકમો તરફથી લોકોને ઉપયોગી એવી વસ્તુઓ-સર્વિસિસનું વેચાણ પણ થાય છે. આ એક જ મંચ હેઠળ ઑનલાઈન સ્વરૂપે આ કામકાજ સફળતાપૂર્વક થઈ રહ્યું છે, જે વાસ્તવમાં એક ક્રાંતિ સમાન હોવા છતાં એના પ્રત્યેની જાગૃતિનો અભાવ જણાય છે.

ખાનગી ઈ–કૉમર્સ સામેની હરીફાઈમાં મજબૂત શસ્ત્ર

વાસ્તવમાં કેન્દ્ર સરકારે એનાં જાહેર એકમો અને વિવિધ મંત્રાલયના વિભાગોને એની જરૂરતની ચોક્કસ વસ્તુ ચોક્કસ પ્રમાણમાં આ મંચ પરથી જ ખરીદવી એવો આદેશ આપ્યો છે, જેથી આખા દેશના વિવિધ વર્ગને એમનો માલ વેચવાની તક મળે, માત્ર મર્યાદિત લોકો જ એનો લાભ લઈ જાય એવું ન બને. આ માટે ઈ-બીડિંગ અને રિવર્સ ઈ-ઑક્શનની સુવિધા છે. મજાની વાત એ છે કે આ મંચ મારફત કામકાજ કરનારાને લાભ થાય છે અને સરકારને પણ લાભ થાય છે. વળી, દેશના વ્યાપક વર્ગને એના માધ્યમથી બિઝનેસની તકો પ્રાપ્ત થાય છે. આને એક અર્થમાં ઈન્ફ્લુઝિવનેસ (સર્વ સમાવેશ) પણ કહી શકાય.

છેલ્લા કેટલાક વખતથી નાના-મધ્યમ વેપારીઓ પોતાનો બિઝનેસ ઑનલાઈન, ઈ-કૉમર્સવાળા છીનવી જતા હોવાની ફરિયાદ કરતા રહ્યા છે. એમના માટે પણ આ મંચ એક તક બને છે. સમય સાથે ચાલીને પરિવર્તન તો દરેકે અપનાવવું પડશે, પરંપરા ક્યાંક ને ક્યાંક તૂટશે યા બદલાશે. ટેક્નોલૉજી એ ક્રાંતિનું માધ્યમ છે, જેમાં સુસજ્જ રહેશે એ તરી જશે અને નિષ્ક્રિય રહેશે એ વહેલા-મોડા ડૂબી જશે.

هذه القصة مأخوذة من طبعة January 02, 2023 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة January 02, 2023 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!
Chitralekha Gujarati

આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!

મફત આરોગ્ય કૅમ્પની જાહેરાત ઠેર ઠેર વાંચવા મળે છે. આઘાતજનક વાત એ કે ગુજરાતની અમુક ખાનગી કે કૉર્પોરેટ હૉસ્પિટલના સંચાલકોએ આરોગ્ય નિદાન કૅમ્પને સેવાને બદલે મેવા એટલે કે દરદી મેળવવાનો ધંધો બનાવી દીધો છે. અમદાવાદની હૉસ્પિટલનો તાજો કિસ્સો આંખ ઉઘાડનારો છે.

time-read
5 mins  |
December 02, 2024
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
Chitralekha Gujarati

વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક

ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.

time-read
4 mins  |
December 02, 2024
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
Chitralekha Gujarati

હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!

એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.

time-read
4 mins  |
December 02, 2024
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
Chitralekha Gujarati

દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!

બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.

time-read
5 mins  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.

time-read
4 mins  |
December 02, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
Chitralekha Gujarati

પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...

પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.

time-read
2 mins  |
December 02, 2024
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
Chitralekha Gujarati

મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.

ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.

time-read
4 mins  |
November 25, 2024
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
Chitralekha Gujarati

અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?

શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.

time-read
3 mins  |
November 25, 2024