બેગુનાહ રંગ
Chitralekha Gujarati|January 02, 2023
ગુલાબી રંગનો ડ્રેસ પહેરી ડાન્સ કેમ ન થાય?
રાજુ પટેલ
બેગુનાહ રંગ

આપણે પોલીસ પ્રોટેક્શનની વ્યવસ્થા કરીશું. એમ કોઈની દાદાગીરી થોડી સહી લેવાની હોય?’ પરિણીતીએ કહ્યું.

‘પોલીસ કેટલા દિવસ પ્રોટેક્શન આપશે? આ તો સોસાયટીના વાતાવરણમાં ડર ફેલાવવાની વાત છે.’

‘તો? શું કરવું જોઈએ?’

કોઈક રીતે સમશેર ખાન અને ચટ્ટાનસિંહને આ હિંસક વિરોધ ન કરવા સમજાવવા જોઈએ.’

‘પણ એ લોકો સમજશે?’ પરિણીતીએ પૂછ્યું.

‘આપણે શાંતિમંત્રણાનો પ્રયાસ કરીએ. હિંસાનો વિરોધ હિંસાથી ન થઈ શકે.’

મોતીવાલા અને પરિણીતી મારી સામે નવાઈ પામી જોઈ રહ્યાં. દેખીતું હતું કે એમને મારી વાતમાં સહેજે ભરોસો નહોતો.

મેં કહ્યું: ‘મારી પાસે એક સરસ વિડિયો છે. કદાચ એ લોકોને પોતાની ભૂલ સમજાઈ પણ જાય.’

મેં ફોન પર દીપિકા પદુકોણની કોઈ કલર કંપનીની જાહેરાત બતાવી. એમાં દીપિકા જુદા જુદા ડેસમાં જાહેરખબર માટે ફોટા પડાવે છે, પછી એ દીપિકાને અમુક ફોટા ખૂબ ગમે છે, પણ ફોટોગ્રાફરને એ ફોટા નથી ગમતા. એ બીજા જ ફોટાનાં વખાણ કરે છે. દીપિકા એ ફોટા જોઈ ફોટોગ્રાફરને પૂછે છેઃ ‘તને આ ફોટા ગમ્યા? પણ આ ફોટાઓમાં હું તો સાવ ખૂણામાં છું. અમુકમાં તો મારો ચહેરો પણ કપાઈ ગયો છે!’

ફોટોગ્રાફર જવાબ આપે છે: ‘હા, પણ દીવાલનો રંગ કેટલો સરસ રીતે ઊપસી આવ્યો છે આ ફોટાઓમાં? જાહેરાત તો રંગની છે, તું તો છે જ સુંદર. તારી સુંદરતા માટે કંઈ આ ફોટો સેશન નથી કરી રહ્યાં!'

મોતીવાલા અને પરિણીતીના ચહેરા પર નિરાશા હતી. મોતીવાલા તો બબડ્યા પણ ખરાઃ ‘આવી ડાહી ડાહી વાતોથી શું થાય?’ 

આ મામલો ભારત દર્શન નામની એક સોસાયટીનો હતો. એ સોસાયટીમાં વિવિધ ધર્મ, જાતિના દોઢસો જેટલા લોકો રહેતા હતા. એમનો વાર્ષિક કાર્યક્રમ આવી રહ્યો હતો, જેમાં એક રમાકાંતભાઈની દીકરી નીકિતા લોકનૃત્ય કરવાની હતી. સોસાયટીના આ વાર્ષિક કાર્યક્રમમાં નીકિતા ગુલાબી રંગનો ડ્રેસ પહેરવાની છે એવું કારણ આગળ ધરી સોસાયટીના કેટલાક લોકોએ વિરોધ કરવા માંડ્યો. આ વિરોધ સમજાય નહીં એવો હતોઃ ગુલાબી રંગનો ડ્રેસ પહેરી ડાન્સ ન થાય?

هذه القصة مأخوذة من طبعة January 02, 2023 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة January 02, 2023 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
Chitralekha Gujarati

હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!

એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.

time-read
4 mins  |
December 02, 2024
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
Chitralekha Gujarati

દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!

બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.

time-read
5 mins  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.

time-read
4 mins  |
December 02, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
Chitralekha Gujarati

પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...

પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.

time-read
2 mins  |
December 02, 2024
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
Chitralekha Gujarati

મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.

ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.

time-read
4 mins  |
November 25, 2024
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
Chitralekha Gujarati

અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?

શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.

time-read
3 mins  |
November 25, 2024
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
Chitralekha Gujarati

ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.

રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.

time-read
4 mins  |
November 25, 2024
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
Chitralekha Gujarati

ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!

ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.

time-read
3 mins  |
November 25, 2024