સેવા, સાધના અને શિક્ષણનો સમન્વય
Chitralekha Gujarati|August 05, 2024
આમ એ શિક્ષક, પણ ખરેખર તો એ છે આજીવન વિદ્યાર્થી. કહો કે ભણવું અને ભણાવવું એમના રસના વિષય છે. અંગ્રેજી ઉપરાંત રેકી તથા યોગવિદ્યાના અભ્યાસ દ્વારા મેળવેલાં જ્ઞાનનો ઉપયોગ એ લોકોની સેવા માટે કરે છે.
હેતલ રાવ
સેવા, સાધના અને શિક્ષણનો સમન્વય

વ્યવસાયે એ અંગ્રેજી વિષયનાં અધ્યાપિકા. જો કે એમની ઓળખ cal બીજી પણ અનેક રીતે આપી શકાય. મહિલા, અંધ-અપંગ બાળકો અને વિદ્યાર્થીઓને ઉપયોગી બનવાના હેતુસર એ ગુજરાતની જુદી જુદી ૩૦ સામાજિક સંસ્થા સાથે જોડાઈને છેલ્લાં ૨૪ વર્ષથી નિઃશુલ્ક સેવાકાર્ય કરે છે. યોગ, રેકી, આયુર્વેદ, ઍક્યુપ્રેશર જ્ઞાનને કારણે જરૂરતમંદ લોકોની મદદ કરી એમને સ્વમાનભેર જીવવાની પ્રેરણા આપે છે. એ છે મૂળ સાવરકુંડલાનાં અને અત્યારે આણંદમાં રહેતાં ડૉ. કાજલ નિર્મલા ભરત રાવ.

પિતા ભરતભાઈ રાવ અને માતા નિર્મલાબહેન રાવનાં બે સંતાનમાં કાજલ મોટી. પિતા સાવરકુંડલા કૉલેજના અધ્યાપક હતા તો માતા એક શાળાનાં આચાર્યા. ભણવા સાથે ભણાવવાની બારાખડી પણ કાજલે બાળપણથી જ શીખી લીધી હતી. કાજલ નાની હતી ત્યારે જીદ કરી પિતાની સાથે ક્યારેક એમની કૉલેજમાં પણ જતી. ત્યાં અનેક વિદ્યાર્થી ભરતભાઈ પાસે આવતા. કોઈને એ મફતમાં પુસ્તક આપતા તો કોઈની ફી ભરી દેતા. ક્યારેક કોઈ દીકરીના અભ્યાસનો સઘળો ખર્ચ પોતે ઉપાડી લે. માતા પણ આચાર્યા એટલે શાળાની નાની-મોટી દરેક પ્રવૃત્તિમાં કાજલ એમની સાથે જાય. ત્યાં પણ આવાં જ દશ્ય જોવા મળે. આમ બાળપણથી જ કાજલના માનસપટ પર લોકસેવાની ટિંબ કંડારાઈ ગઈ. પિતાને એ કાયમ કહેતી કે હું મોટી થઈને તમારા જેમ જ બધાની સેવા કરીશ. સામેથી જવાબ મળતો કે પૈસા માટે કરેલું કામ એ સેવા નથી. સાચી સેવા તો એ છે જેમાં કોઈના દિલમાંથી દુવા મળે... આ વાત કાજલે શબ્દસહ જીવનમાં ઉતારી.

તબીબી સહાય હોય કે યોગની તાલીમ, શિક્ષણલક્ષી કાર્યો હોય કે સરકારી યોજનાના લાભ છેવાડાના લોકોને મળે એ માટે માર્ગદર્શન, ડૉ. કાજલ રાવ એવા અનેક પ્રકલ્પો સાથે સક્રિયપણે સંકળાયેલાં છે.

કાજલબહેને અંગ્રેજી વિષય સાથે એમએ (માસ્ટર ઑફ આર્ટ્સ) કર્યા પછી એમએડ (માસ્ટર ઑફ એજ્યુકેશન), એમફિલ (માસ્ટર ઑફ ફિલોસોફી) અને પીએચ.ડી. (ડૉક્ટર ઑફ ફિલોસોફી) કર્યું. અત્યારે આણંદ કૉમર્સ કૉલેજમાં અંગ્રેજી વિષયનાં અધ્યાપિકા તરીકે એ ફરજ નિભાવે છે. આ સાથે જ યોગ, ઍક્યુપ્રેશરના અભ્યાસ ઉપરાંત રેકીમાં થ્રી-એ સુધીની ડિગ્રી મેળવી છે.

هذه القصة مأخوذة من طبعة August 05, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة August 05, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
Chitralekha Gujarati

આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!

પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.

time-read
4 mins  |
September 23, 2024
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
Chitralekha Gujarati

કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!

પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.

time-read
4 mins  |
September 23, 2024
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
Chitralekha Gujarati

સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો

સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.

time-read
5 mins  |
September 23, 2024
મણિપુરને ફરી સળગવા ન દો.
Chitralekha Gujarati

મણિપુરને ફરી સળગવા ન દો.

શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.

time-read
5 mins  |
September 23, 2024
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે

time-read
1 min  |
September 23, 2024
કરપીણ, દયનીય, અમાનવીય
Chitralekha Gujarati

કરપીણ, દયનીય, અમાનવીય

ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.

time-read
2 mins  |
September 23, 2024
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
Chitralekha Gujarati

વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...

બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.

time-read
2 mins  |
September 16, 2024
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
Chitralekha Gujarati

બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે

‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.

time-read
3 mins  |
September 16, 2024
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
Chitralekha Gujarati

આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?

આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.

time-read
3 mins  |
September 16, 2024
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
Chitralekha Gujarati

યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે

અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.

time-read
3 mins  |
September 16, 2024