રાજકોટથી આશરે ૩૦ કિલોમીટર દૂર આવેલું દોમડા ગામ. વહેલી સવારે અહીંના એક ખેતર પર સૂર્યનાં કિરણ હજી તો માંડ રેલાયાં છે ત્યાં જાતે ગાડી ચલાવીને એક મહિલા આવી પહોંચે છે. વિશાળ ખેતરમાં આંટો મારતી એ મજૂરોને ધડાધડ આદેશ આપે છે. આપેલા આદેશનું પાલન થાય છે એની ખાતરી કરી એ પાકના છોડ બરાબર ઊગી રહ્યા છે કે નહીં, પાકને કોઈ રોગ તો નથી લાગી ગયો ને, એને દવા કે ખાતરની જરૂર છે કે નહીં એ બધું ચકાસી પોતાનાં કામે લાગે છે.
ખેડૂતસમાજની આજની પેઢી જ્યારે ખેતીથી દૂર ભાગી રહી છે ત્યારે એક દીકરીને ખંતથી ખેતી કરતી જોઈને ઘણાને નવાઈ લાગે છે. અમુક લોકો એને લેડી ફાર્મરના નામથી ઓળખે છે. નામઃ સોનલ રાબડિયા.
હજી ત્રણેક મહિના પહેલાં કૌન બનેગા કરોડપતિના એપિસોડમાં સૌરાષ્ટ્રનાં જ એક ખેડુપુત્રી જયાબહેન ઓડેદરા હૉટ સીટ પર આવ્યાં હતાં. ગ્રેજ્યુએશનમાંથી બ્રેક લઈને એમણે ઑર્ગેનિક ફાર્મિંગમાં રસ લેવાની શરૂઆત કરી. આજે એ લગનથી ખેતકામ કરી રહ્યાં છે. એમને ખેતરમાં ટ્રૅક્ટર ચલાવતાં જોઈને નવાઈ પામેલા અમિતાભ બચ્ચનને જયાબહેને કહ્યું કે આમાં કંઈ મોટી વાત નથી. કંઈ આવી જ કથા સોનલ રાબડિયાની છે.
રાજકોટના કાલાવડ રોડ પર રહેતો રાબડિયાપરિવાર ખેતકામ કરીને સુખેથી પોતાનું ગુજરાન ચલાવે છે. કુટુંબના મોભી પ્રવીણભાઈ કેન્દ્ર સરકારની કચેરીમાં અધિકારી અને સાથે ખેતકામ પણ કરે. રોજ ધૂડિયા-દોમડા ગામે આવેલી વાડીએ જાય. અલગ અલગ ચારેક જગ્યાએ મળીને એમની આશરે પચાસ વીઘાં જમીન. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર. સોનલ નાની હતી ત્યારે પિતા સાથે ખેતરે જતી, પરંતુ એ ઉંમરે મન ખેતીમાં લાગતું નહીં. એને તો ભરતગૂંથણ અને હસ્તકળા કારીગરીમાં રુચિ હતી. એ તો ખેતરમાં વૃક્ષ તળે બેસીને ગૂંથ્યા કરે.
هذه القصة مأخوذة من طبعة December 30, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة December 30, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
જલસાઘર
ભારતીય સંગીતનાં બે અણમોલ રતન ખોવાયાં...
કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...
ઘરેલુ હિંસાના ઘણાખરા કેસમાં સ્ત્રી જ વિક્ટિમ હોય છે, પણ ક્યારેક આવું બને તો?
બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!
મેનોપોઝને એક કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારો, નહીં તો નાહકનાં દુઃખી થશો.
સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.
આખા વરસની શક્તિ શરીરમાં ભરી લેવાની ઋતુ છે આ.
મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક
આજની યુવાપેઢી ખેતીથી દૂર ભાગી રહી છે. પરિવારનાં ખેતર સંભાળવા કોઈ જ ન હોય એવાં અનેક કુટુંબ છે ત્યારે રાજકોટની એક સ્ત્રી પચાસ વીઘાંની ખેતી સંભાળીને આજની પેઢીને નવી દિશા બતાવી રહી છે.
શેતરંજની દુનિયાનો નવો સિતારો...
ચોસઠ પ્યાદાંની દુનિયામાં માત્ર અઢાર વર્ષની વયે ડી. ગુકેશે મેળવેલી સિદ્ધિની સરાહના દુનિયાના ચેસ ચૅમ્પિયનોએ જ નહીં, પણ બીજા સેંકડો લોકોએ કરી. કેવી રીતે એણે આ લડાઈ જીતી, કોણ કોણ હતા એના સારથિ, શું હતી એની વ્યૂહનીતિ... એ જાણવું રસપ્રદ છે.
સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...
પ્રયાગરાજ સહિતનાં રેલવેસ્ટેશનના રિ-મોડેલિંગ કરવા ઉપરાંત મુલાકાતીઓ માટે અનેક સ્થળે ટેન્ટ સિટી ઊભી થઈ રહી છે, તો આખી ‘સંગમ નારી′ ઠેર ઠેર ભીંતચિત્રોથી સજી રહી છે. શ્રદ્ધાળુઓ પ્રચારારાજમાં અનેક પ્રાચીન મંદિરનાં દર્શન કરી શકશે.
પ્રયાગરાજ મહાકુંભ-૨૦૨૫ પુણ્યની ડૂબકી લગાવવાનું રૂડું ટાણું
સમુદ્રમંથન વખતે અમૃતકુંભમાંથી જળબુંદ જ્યાં છલકાયું હતું એ પૌરાણિક તીર્થસ્થાન પ્રયાગરાજમાં જાન્યુઆરીથી શરૂ થતા મહાકુંભ મેળામાં સવા મહિના દરમિયાન પચ્ચીસ કરોડથી વધુ શ્રદ્ધાળુ આવવાનું અનુમાન છે ત્યારે આધ્યાત્મિકતાની અલખ જગાવનારા આ મહાકુંભમાં મૉડર્ન ટેક્નોલૉજીનો સંગમ રચવાની પ્રશાસને તૈયારી કરી છે.
હવે અહીં થશે ઓશોનાં જીવન-કવન પર કાર્ય...
ભાવનગરની કૉલેજ બનશે આચાર્ય રજનીશના વિચાર પ્રસારનું કેન્દ્ર.
જીવનની સમી સાંજે સંબંધ વિખેરાય ત્યારે...
મોટી ઉંમરે લેવાતા છૂટાછેડામાં પુખ્ત વયનાં સંતાનોની ભૂમિકા કેવી હોય છે?