માનવમિત્ર ગણાતા વરુ અચાનક માનવભક્ષી કેમ બની ગયા?
Chitralekha Gujarati|September 30, 2024
નેપાળ સરહદને અડીને આવેલા ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લા તથા આસપાસના વિસ્તારોમાં કેટલાક મહિનાથી વરુઓએ રીતસર આતંક વેર્યો છે. સામાન્ય રીતે માણસોથી દૂર રહેતા આ શરમાળ પ્રાણીના ટોળાએ દસ જણના જાન લીધા છે. જો કે નિષ્ણાતોના મતે માણસો પર વરુના હુમલા વધવા પાછળનું કારણ છે...
નિતુલ ગજ્જર (વડોદરા)
માનવમિત્ર ગણાતા વરુ અચાનક માનવભક્ષી કેમ બની ગયા?

સમયઃ રાતના આશરે ૧૦:૦૦,

સ્થળઃ રાયપુર, ખૈરીઘાટ, ઉત્તર પ્રદેશ.

એક આધેડ વયની મહિલા આખા દિવસનો થાક ઉતારવા પોતાના ઘરે આવી સૂતી છે. રાતનો સમય અને ગ્રામ્યવિસ્તાર હોવાથી ચોતરફ સન્નાટો ફેલાયેલો છે. પેલી મહિલા ઘરનો દરવાજો કોઈ કારણોસર બંધ કરવાનું ચૂકી ગઈ છે. અચાનક ત્યાંથી એક વરુ ઘરમાં ઘૂસી જાય છે અને પેલી મહિલાને ડોકેથી પકડી એને બહારની તરફ ઘસડી જાય છે. સવારે ઘરથી અમુક કિલોમીટર છેટે વગડામાં એ મહિલાની અડધી ખાધેલી લાશ મળે છે ત્યારે ગામવાસીઓને જાણ થાય છે કે વધુ એક શિકાર થયો છે.

આ વર્ણન ઉત્તર પ્રદેશના બહરાઈચ પ્રાંતની એક ઘટનાનું છે, જ્યાં કેટલાક મહિનાથી વરુનું ટોળું માનવભક્ષી બન્યું હોવાનું સાંભળવા મળી રહ્યું છે. વરુએ આ વિસ્તારમાં વિવિધ ગામડાંઓના દસથી વધુ લોકોને મારી નાખ્યા છે અને ૨૮ લોકો વરુના હુમલાને કારણે ઘાયલ થયા છે. માનવવસતિ પર વરુના એક પછી એક હુમલાને કારણે આ પ્રાંતમાં લોકો ભયના ઓછાયા હેઠળ જીવે છે. ત્યાં સુધી કે એમને રક્ષણ પૂરું પાડવા વન વિભાગે અમુક લોકોને તો સ્થળાંતર કરાવવા સુધીનાં પગલાં ભર્યાં છે.

બીજી બાજુ, ઉત્તર પ્રદેશ વન વિભાગના અધિકારીઓએ વરુ પકડવાનું શરૂ કર્યું છે. કુલ સાત વરુની ટોળી હોવાનું જાણવા મળ્યું છે અને એમાંથી છ વધુ પકડવામાં વન વિભાગને સફળતા મળી છે. અત્યારે તો ઉત્તર પ્રદેશ વન વિભાગ અને કેટલીક સ્થાનિક સંસ્થાઓ વરુને પકડવા માટે કાર્યરત છે અને સંભવતઃ ચિત્રલેખાનો આ અંક તમારા હાથમાં હશે ત્યાં સુધી બધા વરુ પાંજરે પુરાઈ ગયા હશે.

ઉત્તર પ્રદેશના બહરાઈચ તથા આસપાસના વિસ્તારોમાં વરુના હુમલા વધવા માંડ્યા એ પછી વન વિભાગે વરુને પકડવા પહેરો લગાડવો પડયો.

સામાન્ય રીતે વાઘ કે દીપડાએ માણસનો શિકાર કર્યો હોય એવી વાત સાંભળવા મળે છે, પરંતુ વરુએ કોઈ એક વિસ્તારમાં આ રીતે ઉપદ્રવ મચાવ્યો હોય એવું જવલ્લે જ બને છે. જો કે સવાલ એ પણ કે શું ખરા અર્થમાં આ ઘટના પાછળ માત્ર વરુ જવાબદાર છે?

هذه القصة مأخوذة من طبعة September 30, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة September 30, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...
Chitralekha Gujarati

લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...

સંસદનું વધુ એક સત્ર ઝાઝાં કામકાજ વગર પૂરું થઈ ગયું. ગૌણ મુદ્દે લડાઈ-ઝઘડા વહોરીને, એમાં સમય વેડફીને સાંસદો મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરવાનું ટાળે છે. એટલું જ નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે સંસદભવનમાં એમના અવાજને વાચા આપવાની ફરજ પણ ચૂકી જાય છે. આમાં પછી જન સામાન્યને રાજકારણીઓ પર ભરોસો કેમ બેસે?

time-read
3 mins  |
January 06, 2025
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

ધીરજ અને આશાવાદીપણાનો અભિગમ આવા ઉત્સાહભંગની હાલતમાંથી ઉગારી શકે છે.

time-read
1 min  |
January 06, 2025
સંતાન હોવાં જોઈએ કે નહીં?
Chitralekha Gujarati

સંતાન હોવાં જોઈએ કે નહીં?

દિવસો એને ઘણાય અમૂલા દીધા અમે એનાથી દૂર એક ઘડી ના રહ્યા અમે સંતાન ના હોવાની પીડા એટલી ગમી સંતાનની જ જેમ ઉછેરી પીડા અમે.

time-read
2 mins  |
January 06, 2025
જલસાઘર
Chitralekha Gujarati

જલસાઘર

ભારતીય સંગીતનાં બે અણમોલ રતન ખોવાયાં...

time-read
2 mins  |
December 30, 2024
કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...
Chitralekha Gujarati

કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...

ઘરેલુ હિંસાના ઘણાખરા કેસમાં સ્ત્રી જ વિક્ટિમ હોય છે, પણ ક્યારેક આવું બને તો?

time-read
3 mins  |
December 30, 2024
બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!
Chitralekha Gujarati

બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!

મેનોપોઝને એક કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારો, નહીં તો નાહકનાં દુઃખી થશો.

time-read
3 mins  |
December 30, 2024
સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.
Chitralekha Gujarati

સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.

આખા વરસની શક્તિ શરીરમાં ભરી લેવાની ઋતુ છે આ.

time-read
1 min  |
December 30, 2024
મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક
Chitralekha Gujarati

મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક

આજની યુવાપેઢી ખેતીથી દૂર ભાગી રહી છે. પરિવારનાં ખેતર સંભાળવા કોઈ જ ન હોય એવાં અનેક કુટુંબ છે ત્યારે રાજકોટની એક સ્ત્રી પચાસ વીઘાંની ખેતી સંભાળીને આજની પેઢીને નવી દિશા બતાવી રહી છે.

time-read
4 mins  |
December 30, 2024
શેતરંજની દુનિયાનો નવો સિતારો...
Chitralekha Gujarati

શેતરંજની દુનિયાનો નવો સિતારો...

ચોસઠ પ્યાદાંની દુનિયામાં માત્ર અઢાર વર્ષની વયે ડી. ગુકેશે મેળવેલી સિદ્ધિની સરાહના દુનિયાના ચેસ ચૅમ્પિયનોએ જ નહીં, પણ બીજા સેંકડો લોકોએ કરી. કેવી રીતે એણે આ લડાઈ જીતી, કોણ કોણ હતા એના સારથિ, શું હતી એની વ્યૂહનીતિ... એ જાણવું રસપ્રદ છે.

time-read
2 mins  |
December 30, 2024
સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...
Chitralekha Gujarati

સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...

પ્રયાગરાજ સહિતનાં રેલવેસ્ટેશનના રિ-મોડેલિંગ કરવા ઉપરાંત મુલાકાતીઓ માટે અનેક સ્થળે ટેન્ટ સિટી ઊભી થઈ રહી છે, તો આખી ‘સંગમ નારી′ ઠેર ઠેર ભીંતચિત્રોથી સજી રહી છે. શ્રદ્ધાળુઓ પ્રચારારાજમાં અનેક પ્રાચીન મંદિરનાં દર્શન કરી શકશે.

time-read
2 mins  |
December 30, 2024