ફિક્કા ન પડવા દો સંબંધના રંગ
Grihshobha - Gujarati|March 2023
પ્રેમ અને દૂર થતા સંબંધને હોળીનો તહેવાર કેવી રીતે નવો આયામ અને રંગ આપે છે. શું જાણવા નહીં ઈચ્છો..
ફિક્કા ન પડવા દો સંબંધના રંગ

આજે વર્ષ પછી હોળીના દિવસે અમિતા ખૂબ ખુશ હતી. ઘરમાં બાળકોનો કોલાહલ અને તેમના ખડખડાટ તેના દિલને આરામ આપી રહ્યા હતા. કિચનમાં તેની દેરાણી નેહા ભજિયાં બનાવી રહી હતી, તેની સુગંધથી પૂરું ઘર મહેકતું હતું. સાસુસસરાએ તેને સવારમાં આશીર્વાદ આપ્યા હતા. તેના દિયર અને પતિ રંગ લાવીને હોળી રમવા નીકળી ગયા હતા. બાળકો પણ પિચકારી ભરીને એકબીજાને ભીંજવી રહ્યા હતા.

નેહાએ ભજિયાં બનાવી દીધા હતા. અમિતાએ હાથ પકડીને તેને કિચનમાંથી બહાર કાઢી અને તેના પૂરા ચહેરા પર રંગ લગાવી દીધો.

નેહા પણ ક્યાં ચુપ રહેવાની હતી. તેણે બાળકોના હાથમાંથી રંગવાળું પાણી ભરેલી ડોલ લઈને તેની પર રેડી દીધી.

આજે હોળીના રંગમાં રંગાઈને અમિતા કેટલી ખુશ હતી તે માત્ર એ જ જાણતી હતી, નહીં તો છેલ્લા ૩-૪ વર્ષથી તે માત્ર દેખાડા માટે તહેવાર ઊજવી રહી હતી.

અમિતાને આજે પણ યાદ હતી તે સાંજ જ્યારે નાની વાત પર તેનો અને નેહાનો ઝઘડો થયો હતો. વાત નાની હતી, પણ તેમાં ઘરના બધા લોકો ઈન્વોલ્વ થયા હતા. સાસુસસરા પણ અમિતાથી નારાજ થયા. તેમનું માનવું હતું કે ઘરની મોટી વહુ હોવાથી તેણે થોડી ધીરજથી કામ લેવું જોઈતું હતું. નેહા નવી વહુ હતી. થોડીક બાલિશ હતી, તેથી તેને કોઈ કંઈ કહેતું નહોતું. અમિતાને આ વાત ન ગમી અને તેણે બધા સંપર્ક તોડી નાખ્યા. તેના પતિએ તેને સાથ આપ્યો અને તેણે લગભગ ૪ વર્ષ સુધી નેહા અને સાસુસસરા સાથે વાત ન કરી. બાળકો દર વર્ષે હોળીમાં પિતરાઈ ભાઈબહેનને યાદ કરતા, પણ અમિતા તેમને ચુપ કરાવી દેતી.

ફરિયાદ દૂર કરવાનો તહેવાર

આ વર્ષે હોળીના થોડાક દિવસ પહેલાં તેના પતિ દિવાકરે તેને સમજાવી હતી કે અમિતા લોહીના સંબંધ આ રીતે ન તોડી શકે. તહેવારની મજા તો પોતાના પ્રિયજન સાથે મળીને ઊજવવામાં આવે છે. તું નેહાથી મોટી છે. તું મોટું મન રાખીને તેને માફ કરી દે. હોળી તો એમ પણ ઉજવવાનો તહેવાર છે. હવે સ્નેહીજનો સાથે તૂટેલા સંબંધ ફરીથી જોડો. તેમાં જ આપણી ખુશી છે.

દિવાકરની વાતની તેની પર ઊંડી અસર થઈ. જોકે દિવાકર એક સારો માણસ હતો અને તે તેમની કોઈ વાતને ઈગ્નોર નહોતી કરી શકતી. હોળીના ૨ દિવસ પહેલાં તેણે સાસુને કોલ કર્યો. તેમના હાલચાલ પૂછીને નેહા સાથે વાત કરી.

هذه القصة مأخوذة من طبعة March 2023 من Grihshobha - Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة March 2023 من Grihshobha - Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من GRIHSHOBHA - GUJARATI مشاهدة الكل
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
Grihshobha - Gujarati

૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ

આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...

time-read
5 mins  |
October 2024
છોકરામાં શું શોધે છે છોકરી
Grihshobha - Gujarati

છોકરામાં શું શોધે છે છોકરી

શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...

time-read
5 mins  |
October 2024
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
Grihshobha - Gujarati

બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો

તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...

time-read
3 mins  |
October 2024
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
Grihshobha - Gujarati

રંગોથી ઘરને આપો ન્યૂ લુક

તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...

time-read
4 mins  |
October 2024
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
Grihshobha - Gujarati

ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર

તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...

time-read
3 mins  |
October 2024
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
Grihshobha - Gujarati

પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ

આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...

time-read
6 mins  |
October 2024
હેર કેર ફોર ફેસ્ટિવલ
Grihshobha - Gujarati

હેર કેર ફોર ફેસ્ટિવલ

ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...

time-read
4 mins  |
October 2024
હેપી ફેસ્ટિવલ
Grihshobha - Gujarati

હેપી ફેસ્ટિવલ

ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...

time-read
6 mins  |
October 2024
સમાચારદર્શન
Grihshobha - Gujarati

સમાચારદર્શન

અમેરિકામાં, સારી અમીરી છે પણ એટલી જ પીડાજનક ગરીબી પણ છે.

time-read
2 mins  |
October 2024
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

પાર્કિંગ ફી વધારો, ઘરોની મુશ્કેલી વધારો

time-read
5 mins  |
October 2024