૪ જૂન, ૨૦૨૪ના રોજ ચોંકાવનારાં પરિણામ આવતા તે ભક્ત, સવર્ણ, ઉચ્ચ જાતિની મહિલાઓએ ખુશી ઊજવવી જોઈએ જે દિવસે કલાકો પૂજાપાઠમાં વ્યસ્ત રહે છે, વ્રતઉપવાસ કરે છે, ભજનકીર્તન ગાય છે, રસ્તા પર કળશ માથા પર મૂકીને ગરમી, વરસાદ, ઠંડીમાં ચાલે છે, પતિને પરમેશ્વર માને છે. ખુશી એટલે ઊજવવી જોઈએ કે તેમનાં મન પર બંધાયેલ અને દરરોજ નવીનવી બંધાતી બેડીનાં રણકારના મૂળની નીચેથી થોડીક જમીન ખસી છે.
આ મહિલાઓ એમ તો સ્વયંને ધન્ય માને છે કે તેમને પૂજાપાઠની તક મળે છે, ભગવાનનાં દર્શન થાય છે, માતાની ચોકી પર પ્રસાદ મળે છે, પ્રવચનોમાં કલાકો બેઠા પછી સ્વામીના ચરણ સ્પર્શ કરવાની તક મળે છે. હકીકતમાં આ બધું માનસિક ગુલામીના કારણે મહિલાઓ કરે છે અને લગભગ દરેક એસ્ટેબ્લિશ્ડ ધર્મમાં એવું થાય છે.
જે પ્રચારતંત્રથી ભારતીય જનતા પાર્ટીએ દેશમાં પોતાની પકડ બનાવી હતી, તેનાથી કેટલીય વધારે પકડ પાર્ટીને ચલાવતી પેઢીઓએ સદીઓથી સવર્ણ મહિલાઓ પર જાળવી રાખી હતી. જ્યારથી રામમંદિરનો મુદ્દો લઈને ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્ય અને સાંસદ બનાવવાના શરૂ કર્યા ત્યારથી ઉચ્ચ જાતિઓની શિક્ષિત, પૈસાવાળી, માતાપિતાની લાડકી સેલ્ફકોન્ફિડેંટ મહિલાઓએ પણ ધર્મની બેડીઓ નવી નવી રીતે પહેરાવવાની શરૂ કરી છે.
વોટ્સએપ, ફેસબુક, ઈન્ટરનેટ, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટરનો જોરદાર ન ઉપયોગ કરીને સત્તામાં આવતા જ આ મહિલાઓને પાછી પૌરાણિક કાળમાં લઈ જવાની તૈયારી શરૂ થઈ ગઈ. મોડર્ન એજ્યુકેશન અને શહેરી વાતાવરણના લીધે આ મહિલાઓ દેખાડો તો સ્વતંત્રનો કરતી હતી પણ તેમને જે ભણાવવા, સંભળાવવા અને બતાવવામાં આવતું હતું, તેમાં તે પૌરાણિકતા ભરેલી હતી જે સતી સાવિત્રી, દ્રૌપદી, દમયંતી, શકુંતલામાં હતી.
આ મહિલાઓમાંથી અનેકને તો અંગ્રેજીમાં પૌરાણિક જ્ઞાન પીરસવામાં આવ્યું. એરકંડિશંડ હોલમાં પ્રવચન અને ભજન કાર્યક્રમ કરાવવામાં આવ્યા, હાઈટેક દેવીદેવતા પ્રસ્તુત કરવામાં આવ્યા કારણ કે આ બધા પાછળ સરકારનો સપોર્ટ અને ફાઈનાન્સ જ કારણ છે કે આજની શિક્ષિત યુવતીઓ પણ ખૂબ ગૂંગળામણભર્યા વાતાવરણમાં પતિ અને બાળકોમાં ગૂંચવાઈ રહે છે.
ભગવા સરકારે મંદિરોની કાયાપલટ કરી દીધી જેથી મહિલાઓ ઘરમાંથી બહાર નીકળીને મંદિર સાથે બનેલી રેસ્ટોરન્ટમાં ભોજન કરી શકે, હોલમાં કીર્તન કરી શકે, માર્બલની ફરસ પર બેસીને ધ્યાન કરી શકે.
هذه القصة مأخوذة من طبعة July 2024 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 2024 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...