આજે મીનલે લાઈટ બ્લૂ કલરનો સુંદર ડિઝાઈનર સૂટ પહેર્યો હતો જે તેણે મોલમાં કેટલીય શોપ્સ ફરીને શોધ્યો હતો. તેની પાસે ડ્રેસ ખરીદવાની પતિએ આપેલી ૫૦૦ની માત્ર ૪ નોટ હતી. તેથી તેણે ભાવતાલ કરીને ૧,૮૦૦માં આ ડ્રેસ લઈ લીધો હતો. બાકીના બસ્સોમાં મેચિંગ સેન્ડલ ખરીદી લીધા હતા. જ્યારે તે ખૂબ શોખથી પહેરીને પોતાની સાહેલીઓની દિવાળી પાર્ટીમાં પહોંચી તો અનુભા અને વિશાખાનો સ્ટાઈલિશ ડ્રેસ જોઈને તેની આંખો પહોળી થઈ ગઈ.
અનુભાએ બ્લેક કલરની સિંગલ સોલ્ડર્ડ મિડી પહેરી હતી જેની પર સિલ્વર વર્ક હતું તો ત્યાં વિશાખા ગોલ્ડન વર્કવાળા મરૂન કલરના ડિઝાઈનર ગાઉનમાં ચમકતી હતી. તેમને જોઈને મીનલને પોતાનો ડ્રેસ ખૂબ સિમ્પલ અને ઓલ્ડ ફેશનનો લાગવા લાગ્યો. તેને મનોમન અનુભા અને વિશાખાની ઈર્ષા થવા લાગી. બંનેના હસબન્ડ ખૂબ પૈસાદાર કુટુંબના હતા. તેમની પાસે પૈસાની કોઈ કમી નહોતી અને તેની ઝલક તેમનાં કપડાંમાં દેખાતી હતી. મીનલના ચહેરાની સ્માઈલ ફીકી પડી ગઈ અને ઈર્ષાના ભાવ ચહેરા પર સ્પષ્ટ દેખાવા લાગ્યા.
શાલિની સવારથી પોતાની નણંદ નિશાના ફોનની રાહ જોતી હતી. નિશાએ ૨ મહિના પહેલાં જ જાહેરાત કરી હતી કે આ વખતની દિવાળીમાં પૂરો પરિવાર તેના ઘરે ભેગો થશે. શાલિનીના પતિ ૨ ભાઈ હતા. ૨ પિતરાઈ ભાઈ પણ હતા. નિશાએ આ વખતે બધાને બોલાવવાનો પ્લાન બનાવ્યો હતો. બપોરે નિશાએ શાલિનીને મેસેજ કરીને ઈન્વાઈટ કરી. શાલિની તૈયારી કરવા લાગી. તેને એ વિચારીને ખોટું લાગ્યું કે નિશાએ તેને કોલ ન કર્યો માત્ર મેસેજ કરી દીધો.
પાર્ટીનો આનંદ
ત્યારે તેની દેરાણીનો ફોન આવ્યો. તેણે જણાવ્યું કે નિશાએ ફોન કરીને તેના પૂરા પરિવારને ઈન્વાઈટ કર્યો છે. શાલિનીએ તરત પોતાની બીજી દેરાણીને ફોન કર્યો અને પૂછ્યું કે નિશાએ ફોન કર્યો હતો કે મેસેજ. તેણે પણ જ્યારે જણાવ્યું કે નિશાએ ફોન કરીને ખૂબ પ્રેમથી બોલાવી છે તો શાલિનીનું મોં ઊતરી ગયું. તેને નિશા પર ગુસ્સો આવવા લાગ્યો કે તેણે એક તેને જ ઈગ્નોર કરી છે. તેને ફોન ન કરીને મેસેજ કર્યો. આ વાત શાલિનીના મનમાં ખટકી અને તે નિશાને ત્યાં પહોંચીને પણ દિવાળી પાર્ટીનો આનંદ ન માણી શકી. તેના મનમાં નિશા પ્રત્યે નારાજગી હતી.
هذه القصة مأخوذة من طبعة October 2024 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة October 2024 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...