“શું યાર, તું આટલી અપસેટ કેમ છે?’’ નિતિને પોતાની ગર્લફ્રેન્ડ નિશાને પૂછ્યું.
નિશા રડમશ થતા બોલી, “તું ક્યારેય મારી વાત નથી માનતો. હું કેટલી વાર કહી ચૂકી છું કે તારા આવારા, દારૂડિયા, મિત્રોનો સાથ છોડી દે ખાસ તો દીપુ મને વિચિત્ર નજરથી જુએ છે.''
“જોવાની વસ્તુ છે તો જોઈ લે છે. બધા જાણે છે કે મારી ગર્લફ્રેન્ડ પૂરા કસબામાં સૌથી સુંદર છે, પણ આ વાતનો ઘમંડ ન કર, કારણ કે તારા બોયફ્રેન્ડ જેવો દિલદાર અને સ્માર્ટ પણ પૂરા વિસ્તારમાં કોઈ નથી. તેથી જ બધી છોકરીઓ મારી આગળપાછળ ફર્યા કરે છે. મારા જેવા અમીર પપ્પા કોઈના નથી. હું રોજ બ્રાન્ડેડ કપડાં પહેરું છું, અંગ્રેજીમાં વાત કરી લઉં છું અને બોડી એવું કે ૧૦ ને એકસાથે પાડી દઉં. તું બીજું શું ઈચ્છે છે? ચાલ મારા ઘરે. તને પણ સંતુષ્ટ ન કરી તો મારું નામ નહીં.’' કહેતા તેણે નિશાનો હાથ પકડીને ખેંચી તો તેણે મોં ફેરવી લીધું.
આ જોઈને નિતિનનો અહમ્ ઘવાઈ ગયો. તેણે જોરથી થપ્પડ મારતા કહ્યું, “અરે તું શું ઈચ્છે છે. મારી સામે મોં ફેરવી લે છે તો તને બીજું કોણ જોઈએ?’’
“હું માનસન્માન ઈચ્છુ છું. આત્મસન્માન ઈચ્છુ છું. હું તારા હાથની કઠપૂતળી નથી. મને સાચા અર્થમાં પ્રેમ કરનાર જોઈએ ન કે મારી પર અધિકાર જતાવનાર. કોઈ એવો જે મારી કેર કરે, મારી વાત સાંભળે. ભલે તેની પાસે પૈસા ઓછા હોય, પણ દિલનો સારો હોય, આવારા મિત્રો અને નશાથી દૂર હોય. આજ પછી મને હાથ ન લગાવતો. ફોન પણ ન કરતો. હું તને હવે ક્યારેય નહી મળ્યું.'' કહીને તેનો હાથ ઝાટકતા નિશા ઘરે આવી ગઈ.
બીજી બાજુ નિતિનનો અહમ્ ઘવાઈ ગયો. કેટલાય દિવસ સુધી તેને વિશ્વાસ ન થયો કે આટલા સ્માર્ટ અને અમીર છોકરાને કોઈ છોકરી કેવી રીતે છોડી શકે છે. તે સમજી ન શક્યો કે છોકરીઓના દિલને પૈસા, ઘમંડ અને જબરદસ્તી નહીં, પણ પ્રેમથી જીતી શકાય છે. છોકરીઓને તે છોકરા ગમતા હોય છે જે તેમની કેર કરે છે.
યુવાન છોકરાના મનમાં આ વાતને લઈને સંકોચ રહે છે કે છોકરીઓને કેવા છોકરા પસંદ હોય છે. કેટલાક છોકરા છીછોરા હોય છે તો કેટલાક શાંત સ્વભાવના પણ હોય છે. એવામાં કેટલાય છોકરા સમજે છે કે તે તેમના છિછોરાપણાથી અથવા અમીરી બતાવીને છોકરીઓને પટાવી લેશે, પરંતુ એવું બિલકુલ નથી હોતું.
هذه القصة مأخوذة من طبعة October 2024 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة October 2024 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...