CATEGORIES
Kategorien
મેઘાણીનાં સંભારણાંને આલેખતી તકતીનું અનાવરણ
ધોલેરા અને વિરમગામ સ્થિત તાલુકા સેવા સદન ખાતે ૧૯૩૦ના વિરમગામ સત્યાગ્રહની સ્મૃતિરૂપે કલાત્મક તકતીની સ્થાપના થઈ છે
સૌ પ્રથમ સરકારી શાળામાં STEM LABORATORYનું નિર્માણ
STEM LABORATORY એ પ્રોજેક્ટ આધારિત, હેન્ડ-ઓન લર્નિંગ સોલ્યુશન છે જે વિદ્યાર્થીઓને તેમના જ્ઞાનનો ઉપયોગ કરવા સક્ષમ બનાવે છે
લાડોલની લાડલી તન્વી પટેલની અવકાશી સફર
દેશમાં ૭૫૦ વિધાર્થીઓ સ્પેસ સેટેલાઇટ પર કામ કરી રહ્યાં છે
વિશ્વમાં સુરતના લેબગ્રોન ડાયમંડની વધતી બોલબાલા
‘રેશમ સિટી’ ‘ડાયમન્ડ સિટી’ ‘ધ ગ્રીન સિટી' જેવી ઓળખ ધરાવતું ગુજરાતનું બીજા નંબરનું અને ભારતનું નવમા ક્રમનું મોટું શહેર સુરત કરોડોના ડાયમંડની નિકાસને લીધે આંતરરાષ્ટ્રીય સ્તર પર જાણીતું છે. સુરતનો સૌથી મોટો ઉદ્યોગ કાપડ વણાટ (જરી, કિનખાબ અને અન્ય) અને ડાઇંગ–પ્રિન્ટિંગ તેમ જ ડાયમંડનો છે, એમાંય હવે લેબગ્રોન ડાયમંડના ઉત્પાદનમાં પણ આ શહેર કાઠું કાઢી રહ્યું છે.
સુરતની મેઘધનુષી સંસ્કૃતિ
પુરાતન યુગમાં સૂર્યપુર તરીકે ઓળખાતું આજનું સુરત, આજે સૂર્યની જેમ ઝળહળે છે. અરબી સમુદ્રથી પંદરેક કિલોમીટરના અંતરે તાપી નદીના કિનારે વસેલું આ શહેર પોતાની ભીતરમાં અનેક વિશેષતાઓ ભંડારીને બેઠું છે. સુરતની વસ્તી ૭૦થી ૭૫ લાખની છે. કાળ ક્રમે અહીં મેઘધનુષી સંસ્કૃતિ વિકસી છે, જે સૌ કોઈનું મન મોહી લે છે.
સુરત સ્વચ્છતામાં મોખરે કઈ રીતે બન્યું?
આઝાદી પછીના સમયગાળામાં એંસીના દાયકા દરમિયાન સુરતે ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી, પણ સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન ગંદકીની સમસ્યા વિકાસના આકાશને આંબી રહેલા આ શહેરના કપાળે કાળી ટીલડી સમાન બની ગઈ હતી. પછી એવું તે શું થયું કે આ શહેરે વિવિધ ક્ષેત્રે વિકાસ સાધવાની સાથે સ્વચ્છતાની દિશામાં પણ હરણફાળ ભરી? ચાલો જોઈએ..
યાદશક્તિની રેસમાં નર પર ભારી નારી!
ભારતમાં પરિણામની મોસમ આવે એટલે અખબારોથી લઈને રસ્તા પરના હૉર્ડિંગ સુધી તેજસ્વી તારલાઓના ફોટોગ્રાફ સાથે એમની અને શૈક્ષણિક સંસ્થાઓની સિદ્ધિઓની જાહેરાતોનો દૌર શરૂ થઈ જાય છે. કોઈએ જો ધ્યાનથી જોયું હશે તો જરૂર નોંધ લીધી હશે કે થોડાક સમયથી આ ચમકતા તારલાઓમાં બહુમતી ચહેરાઓ છોકરીઓના હોય છે. આજે છોકરીઓમાં અભ્યાસનું પ્રમાણ વધ્યું તો છે જ, સાથે તેઓ વિવિધ પરીક્ષાઓમાં અવ્વલ ક્રમે ઉત્તીર્ણ પણ થઈ રહી છે. આની પાછળ કોઈ કારણ હશે ખરું? કયા પરિબળો આ માટે જવાબદાર હશે? શાળા પ્રવેશોત્સવ હાલમાં જ પૂર્ણ થયો છે ત્યારે ચાલો, આ ધારણાઓને જાણવા અને સમજવાનો પ્રયાસ કરીએ.
સુરતને સ્વર્ગ બનાવતી સ્વાદિષ્ટ વાનગીઓનું વૈવિધ્ય
‘સુરતનું જમણ અને..' ના.. ના.. આપણે આજે માત્ર જમણની જ વાત કરવાની છે. આમ તો ગુજરાતીઓ વિવિધ વાનગીઓ આરોગવામાં અવ્વલ નંબરે આવે, પણ એમાંય પ્રથમ ક્રમ આપવો હોય તો સુરતીલાલાઓને જ આપવો પડે. લહેરી લાલા કહેવાતા સુરતીઓની લહેરમાં મુખ્ય આવે ખાણીપીણીની લહેર. એમને કંઈ ફાઇવ સ્ટાર હોટલનો મોહ નહીં હોં.. એય.. ને.. રોડની બંને બાજુ ફૂટપાથ ઉપર લારીઓ ઊભી હોય ’ને વચ્ચે ડિવાઇડર ઉપર બેસીને ઓર્ડર કરે અને મસ્તીથી ખાવાની મોજ માણે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંપૂર્ણ અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર
મહાત્મા મંદિર ખાતે દ્વિદિવસીય નેશનલ કોન્ફરન્સ ઓન સ્કૂલ એજ્યુકેશન યોજાઈ : કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને રાજ્યમંત્રી અન્નપૂર્ણા દેવીની પણ ઉપસ્થિતિ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે રાજ્યની ૧૫ હજાર સરકારી પ્રાથમિક શાળાઓને કાર્યરત કરવામાં આવશે મુખ્યમંત્રી : ભૂપેન્દ્રભાઈ પટેલ
સારી ગૃહિણી, પણ સારી સાથીદાર નહીં!
દાયકાઓ તમારી પત્ની-વહુ તરીકે સેવાઓ આપ્યા પછી એક દિવસ તમારા જીવનસાથીની પસંદગી બદલાઈ જાય કે તમારા દેખાવથી તે ક્ષોભ અનુભવે તો તેવામાં કોનો વાંક ગણવો? દુનિયાની બધી સ્ત્રીઓ બીવી નંબર વનની કરિશ્માની જેમ પોતાના મૅકઓવરથી પતિને પાછો જીતી શકવા સમર્થ ન પણ હોય તો શું? પતિને પાછો જીતવો એટલો અગત્યનો શું કામ છે?
પ્રારંભથી અંત સુધી સાચા ઉત્તરો આપવામાં સાતત્ય
ઓક્સફર્ડના પ્રધ્યાપકો અને અન્ય સંશોધકોના સૂચનને આધારે, યુનિવર્સિટીએ પોતાની ૨૦૧૭ની એક પ્રવેશ પરીક્ષામાં ગણિત અને કોમ્પ્યુટર સાયન્સના પ્રશ્નપત્ર માટે પંદર મિનિટ વધારે ફાળવી હતી, જેથી ઓછા ગુણાંક મેળવતી સ્ત્રીઓને લાભ થઈ શકે
સામાજિક વાતાવરણને કારણે ઘણો ફેર પડે છે
આઇક્યૂની દ્રષ્ટિએ કે મગજના બંધારણની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ બંનેમાં કોઈ ફેર નથી, પણ સામાજિક વાતાવરણમાં જે સમયે સમયે ફેર પડે છે એના કારણે અમુક વિષયોમાં અને અમુક ઉંમરમાં તેમાં ફરક દેખાય છે
છોકરીઓ માટે ટોપ કરવું એ એકમાત્ર રસ્તો
લગ્ન પછી પણ સાસરિયાંઓ નોકરી કરવા દેતાં નથી
મહેનત એકમાત્ર કારણ છે
ખૂબ મહેનત કરવી જોઈએ અને જે કામ કરતાં હોઈએ તેમાં પોતાનું બેસ્ટ કામ આપવું જોઈએ
છેવટે હું મોટર ચલાવતાં શીખ્યો..
હું વિચારમાં પડી ગયો કે લાઇસન્સ લેવા માટે આપણે આપણી ગાડી કોઈને અડાડવી પડે એવો નિયમ હશે કે શું? આમ ને આમ પંદર દિવસ પૂરા થયા
આર. માધવનનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ ‘રોકેટ્રીઃ ધ નમ્બી ઇફેક્ટ' ફિલ્મ બનવા પાછળની જર્ની
એક્ટર, રાઇટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર આર. માધવન!
છોકરીઓને ધીરે ધીરે આઝાદી મળતી થઈ છે
દુનિયામાં રોકવાવાળા અને ટોકવાવાળા ઘણા લોકો આવશે, પણ આપણે પોતાના પર કોન્ફિડન્સ રાખવો જોઈએ
છોકરીઓ ભણવા પ્રત્યે મૂળભૂત રીતે ગંભીર હોય છે
છોકરાઓ પાસે જે પ્રકારના સ્કોપ હોય છે, ડાયવર્ઝન હોય છે એ છોકરીઓ પાસે નથી હોતા
ગુજરાતની માનીતી FMCG બ્રાન્ડ ગુલાબ ઓઇલ્સએ બદલ્યો લૂક; દેશભરમાં એક્સપાન્સનની યોજના
પ્રવક્તાઃ મુકેશ નથવાણી (ચેરમેન ડિરેક્ટર,ગુલાબ ઓઇલ એન્ડ ફૂડસ પ્રાઇવેટ લિમિટેડ) દિશીત નથવાણી (ડિરેક્ટર, ગુલાબ ઓઇલ એન્ડ ફૂડસ પ્રાઇવેટ લિમિટેડ)
ભારતીય નારીઓ માટે કશું અશક્ય નથી
માતાના ૧૦૦મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે વડાપ્રધાન મોદીએ બ્લોગ ઉપર વ્યક્ત કરેલી માતૃવંદના
સમાન તક મળે તો છોકરીઓ હજુ વધુ સફળ બનશે
પુરુષ અને સ્ત્રીની બુદ્ધિશક્તિમાં કોઈ ફરક હોતો નથી, પરંતુ બંનેને મળતી તકની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ફેર પડે છે
રાષ્ટ્રપતિપદની ચૂંટણી: વિપક્ષ પ્રતીકાત્મક જંગ લડશે
મુર્મના સ્વરૂપમાં દેશને પ્રથમ આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ મળશે
પેટા ચૂંટણીનાં પરિણામો પંજાબમાં 'આપ' માટે ચિંતાજનક
માત્ર એકસો દિવસના શાસનમાં જ મુખ્યપ્રધાનના પોતાના મતવિસ્તારમાં આવો પરાજય સહન કરવો પડે એ ઘટના રાજ્ય સરકાર અને પક્ષ -બંને માટે ગહન વિચારનું નિમિત્ત બનવી જોઈએ
નરસિંહ રાવ વડાપ્રધાન બન્યા એ દેશ માટે સૌથી શુભ ઘટના હતી
શાહબાનુ કેસમાં રાજીવ ગાંધીએ સર્વોચ્ચ અદાલતના ચુકાદાને નિરસ્ત કરે તેવો કાનૂન ઘડ્યો તો રાજીવ ગાંધીના સમવયસ્ક અને હાલમાં કેરળના ગવર્નર આરીફ મોહમ્મદ ખાને રાજીવ ગાંધીનો વિરોધ કર્યો અને રાજીવ કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું
દીકરા, તેં તો મને મોટો માણસ બનાવી દીધો..
એસએસસીમાં અંગ્રેજી વિષયમાં ૩૫ માર્ક્સ અને ગણિતમાં ૩૬ માર્ક્સ લાવનાર વિદ્યાર્થીને આપણે શું કહીશું? એટલું જ નહીં, આ પરંપરા એચએસસીમાં જાળવી રાખે અને પાછું કૉલેજ ફોર્મ ભરવામાં પણ સ્પેલિંગ મિસ્ટેક કરે તે વિદ્યાર્થી માટે આપણે કેવી ધારણા બાંધીએ? સોશિયલ મીડિયા પર આવી જ એક માર્કશીટ વાયરલ થઈ છે જે માર્કશીટ ભરૂચના હાલના કલેક્ટર તુષાર સુમેરાની છે. દેશની સૌથી અઘરી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને અન્ય તમામ લોકો માટે એમની આ સફર ખૂબ પ્રેરણાદાયક છે.
સોપારી કિલરની ‘સાતમ આઠમ' કેવી રહેશે?
અન્ય ઉદ્યોગોની જેમ કોરોના મહામારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ નડી હતી. એ તાવણીમાંથી પસાર થયા બાદ હવે ફરી આ ઉદ્યોગ ધબકતો થયો છે. લોકો ફરી સિનેમાઘરો સુધી જવા લાગતાં ગુજરાતી ફિલ્મો પણ એક પછી એક રિલીઝ થઈ રહી છે. કોરોના કાળની વિકટ પરિસ્થિતિ વચ્ચે નિર્માણ પામેલી એક એવી ફિલ્મ પણ હવે રિલીઝ થવામાં છે, જેનું નામ છે ‘સાતમ આઠમ’!
વિઝિટર્સ ફોર બિઝનેસ
બી-૧’ વિઝા ઉપર પરદેશી અમેરિકામાં નોકરી યા ધંધો કરી નથી શકતો. તેઓ કોન્ટ્રાક્ટની બાબતમાં ચર્ચા કરી શકે, કોન્ટ્રાક્ટ કે એગ્રીમેન્ટ ઉપર સહી કરી શકે
સૈન્યને નવા પડકારો માટે સુસજ્જ કરતું પગલું
પહેલા સૈન્યમાં ભરતી થનારા લોકોને ‘બેઝિક ઇન્ફન્ટ્રી ટેકટિક્સ' નામે નવ મહિનાની ટ્રેનિંગ આપવામાં આવતી હતી
સારા પતિ બનવું એ પુરુષની વ્યક્તિગત સિદ્ધિ છે
એક છોકરી સમજણી થાય ત્યારથી આપણે તેને સતત એ ભણાવતા રહીએ છીએ કે કેવી રીતે તેણે મોટા થઈને પરણીને પારકા ઘરે જવાનું છે, પતિ અને પરિવાર સાથે એડજસ્ટ થવાનું છે, આદર્શ પત્ની-વહુ બનવાનું છે, પણ છોકરાને આદર્શ પતિ બનવાનું કોણ ભણાવશે? પુરુષના આખા પરિવાર સાથે ઍડજસ્ટ થઈ શકતી સ્ત્રી સામે પુરુષને તો ફક્ત એક જ માણસ સાથે ઍડજસ્ટ કરવાનું હોય છે, પોતાની પત્ની.
શું છે અગ્નિપથ યોજના?
સામાન્ય કિસ્સાઓમાં તેમના ચાર વર્ષ દરમિયાન પગારમાંથી જે ૩૦ ટકા રકમ કપાઈને સેવા નિધિ ફંડમાં જમા થતી હતી તે કુલ રકમ ૫.૦૨ લાખ થાય છે