CATEGORIES
Kategorien
અમેરિકાનાં ડઝન છિદ્ર અમેરિકન નજરે
ભારત જેવા દેશમાં અધધ લોકોએ રસી લીધી. ત્યારે અમેરિકામાં લોકોએ રસી લેવી જોઈએ એ સમજાવવામાં સરકાર નિષ્ફળ નીવડી. એથી વિશેષ અમેરિકન સરકારે વેક્સિન ના લેવી હોય એ ના લે એવું વલણ અપનાવ્યું હતું
જમ્મુ-કાશ્મીરમાં સંપૂર્ણ શાંતિની સફર લાંબી છે
કલમ-૩૭૦ને કારણે રાજ્યનો વિકાસ અવરોધાયેલો હતો. એ નાબૂદ થતાં રાજ્યને હવે વિકાસનાં ફળ ઉપલબ્ધ થવા લાગ્યા છે. જમ્મુ-કાશ્મીરને નાણાકીય ભંડોળની કમી દિલ્હીએ વર્તાવા દીધી નથી
લાભ કે અવલંબન ન હોય તો કેટલા સંબંધો જળવાઈ રહે?
માણસ તમારી પાછળ પૈસા ખર્ચે તે દેખીતી બાબત હોય છે, પરંતુ લાગણીનો ખર્ચો દેખાતો હોતો નથી. ગણતરીબાજ માણસો પોતાના ફાયદા માટે લાગણીશીલ વ્યક્તિઓનો સરસ ઉપયોગ કરી જાણતા હોય છે. જેને મોટા ભાગનો સમાજ વ્યવહારુતા કે રીતરિવાજ-સંસ્કાર ગણાવી દેતો હોય છે.
‘વર્લ્ડ લાફ્ટર ડે' આ રીતે ઊજવો!
તમે આટઆટલો મને હેરાન કરો છો, તો પણ નોકરી છોડવાની વાત ક્યારેય મેં કરી? ના જ કરાય. મને ખબર છે કે નોકરી છે તો વાઇફ છે
હૃદયમઃ મિત્રોનાં, પ્રેમનાં, શહેરનાં સંભારણાં!
કોલેજ લાઇફની બેફ્કિરી મસ્તી 'ને મોજ, રેગિંગ ’ને રિસાવું, દોસ્ત 'ને દુશ્મન, પ્રેમ ’ને પ્રેમિકાઃ આ બધું વ્યાખ્યાયિત કરવું ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે
સ્વરાજ્યયુગીન સાવજઃ વામનરાવ મુકાદમ
કાલોલ પાસેના મલાવમાં ઑક્ટોબર ૧૯૩૦માં વિશિષ્ટ પ્રકારનો, હાથથી ઘાસ ઉખેડવાનો અને ઢોરને બીડમાં ચરાવવા મૂકવાનો ‘મલાવ જંગલ સત્યાગ્રહ’નો આરંભ કર્યો. ગુજરાતના આઝાદીના ઇતિહાસનો આ એકમાત્ર અને અજોડ સત્યાગ્રહ હતો
‘ઊંચા હોદ્દાવાળા પાત્ર માટે એક્ટર જોઈએ તો શિવકુમાર શુભ્રમણ્યમને બોલાવો!'
૧૦મી એપ્રિલે જેમનું મૃત્યુ થયું તે શિવકુમાર શુભ્રમણ્યમ ‘ટુ સ્ટેટ્સ'ના અભિનેતા તરીકે જાણીતા છે. જોકે, તેઓ એથી વિશેષ હતા. તેઓ ઍવૉર્ડ વિજેતા ફિલ્મલેખક હતા. અનુરાગ કશ્યપને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી અપાવવામાં નિમિત્ત શિવકુમાર શુભ્રમણ્યમ બનેલા. તેમના કામ વિશે વાત કરી શ્રદ્ધાંજલિ પાઠવીએ.
યુક્રેન, વિઝા, ભારતીયો અને વિશ્વાસ
ભારતમાં જો મેડિકલમાં ઍડ્મિશન લેવું હોય તો વિદ્યાર્થી ખૂબ જ હોશિયાર હોવો જોઈએ. ઇન્ટર સાયન્સમાં એણે ૮૦ ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા હોવા જોઈએ. એટલું જ નહીં, પણ મોટી-મોટી કેપિટેશન ફી પણ આપવાની રહે છે. આની સરખામણીમાં યુક્રેનની તેમ જ રશિયાનાં અન્ય શહેરોની યુનિવર્સિટીમાં મેડિકલમાં સામાન્ય વિદ્યાર્થીને પણ સહેલાઈથી પ્રવેશ મળી જાય છે
મમ્મી, હવે પૂરું થઈ ગયું!
રોજ કમાઈને રોજ ખાતા હોય તેવા લોકોની પરિસ્થિતિ કફોડી હોય છે, પરંતુ વધારે મુશ્કેલી ત્યારે સર્જાય જ્યારે આવકનો આધાર જ ના રહે. દાયકાઓથી તંત્ર ગરીબ અને લાચાર વ્યક્તિને હેરાન કરે છે અને બિચારી બનેલી વ્યક્તિનું સાંભળનાર પણ કોઈ હોતું નથી. રાજકોટના એક રેંકડીવાળાએ પણ પોતાની રેંકડી મહાનગરપાલિકામાંથી છૂટી કરાવવા ભારે જહેમત ઉઠાવી પરંતુ તંત્ર ટસનું મસ ના થયું, અંતે ઘરનો મોભી પરિવારની વ્યથા જોઈ ના શક્યો અને તેણે..
ધણફુલિયા: જ્યાં પથ્થરો ફેંકાતા નથી, પૂજાય છે!
આજે જ્યારે સમગ્ર દેશમાં હિન્દુ-મુસ્લિમને લઈને અનેક વિવાદો સર્જાયા છે ત્યારે ગુજરાતમાં એવા ધર્મસ્થાન છે જ્યાં કોઈ પણ નાત-જાતના ભેદભાવ વગર પૂજા-પાઠ અને અઝાન થાય છે. તો ચાલો કાઠિયાવાડના સોરઠ પંથકની મુલાકાતે જે આજના સમયમાં કોમી એકતાની અતૂટ મિસાલ છે.
સ્ટોક માર્કેટનો ડિજિટલ યુગ અને રોકાણકારોની નવી પેઢી
આપણાંમાંથી ઘણાંએ સ્ટૉક માર્કેટમાં પૈસા ગુમાવીને પાયમાલ થયેલા લોકો વિશે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જાણ્યું હશે. એટલે જ આ બજારનાં જોખમોથી અજાણ, અને ખાસ તો રાતોરાત પૈસાનું ઝાડ ઉગાડી દેવાની લાલચ રાખતા લોકોને આમાં ન પડવાની ચેતવણી અપાય છે. પરંતુ જ્યાં સમસ્યાઓ છે, ત્યાં કોઈ ને કોઈ માણસો સમાધાન પણ અવશ્ય શોધી જ કાઢે છે! સ્ટૉક માર્કેટમાં જે અમુક વર્ષો પહેલાં ખૂટતું હતું, એ હતું પારદર્શિતાનો અભાવ. જે આજે ધીમે ધીમે વધતી જાય છે. કારણ છે ડિજિટલ ક્રાંતિ.
‘ગૃહલક્ષ્મી' કેમ કરી રહી છે આત્મહત્યા?
છેલ્લાં બે વર્ષમાં સૌથી વધુ ગૃહિણીઓએ આત્મહત્યા કરી છે. શું જીવનની સમસ્યાઓ એટલી મોટી હશે કે જીવવા કરતાં મરવું સહેલું લાગ્યું હશે? એવી તો કેવી મૂંઝવણો સામે ગૃહિણીઓ ઝઝૂમતી હશે જેના કારણે તેમણે આત્મહત્યા કરવી પડી રહી છે?
કોરોનાઃ હવે વૈશ્વિક રોગચાળો કે સામાન્ય બીમારી?
ભારતમાં કોરોનાના કેસો ફરીથી વધવા શરૂ થઈ ગયા છે. સળંગ ૧૧ અઠવાડિયાં સુધી સતત કેસો ઘટ્યા પછી કેસોની ઝડપથી વધેલી સંખ્યાએ વૈજ્ઞાનિકોને જ નહીં, સરકાર અને સામાન્ય માણસને પણ ચિંતામાં મૂકી દીધો છે. એવામાં લોકોના મનમાં એ સવાલ પેદા થઈ રહ્યો છે કે ક્યાંક આ કોરોનાની ચોથી લહેરની શરૂઆત તો નથી ને? સાથે જ એ પ્રશ્ન પણ પૂછાઈ રહ્યો છે કે કોરોના રસીકરણ બાદ જે હર્ડ ઇમ્યુનિટીની આશા સેવવામાં આવતી હતી તેની શું સ્થિતિ છે? શું ભારતે કોરોના સામે હર્ડ ઇમ્યુનિટી કેળવી લીધી છે? જો નહીં તો એમાં ક્યાં સમસ્યા નડી રહી છે? કોરોના પર કાબૂ મેળવવામાં આખરે ક્યાં પરેશાની થઈ રહી છે? આ તમામ સવાલો વચ્ચે કોરોના રહેશે કે જશે તે દ્વિધા પેદા થઈ છે..
ભારતના વિદેશ પ્રધાનનો અમેરિકાને જડબાતોડ જવાબ
અમેરિકામાં આફ્રિકી મૂળના નિવાસીઓની સંખ્યા માત્ર અઢાર ટકા છે, પરંતુ ૨૦૧૩થી ૨૦૨૦ સુધીમાં પોલીસ હિંસામાં માર્યા ગયેલા આ સમુદાયના લોકોનું પ્રમાણ ૨૮ ટકા છે
યુદ્ધ થાય જ એવું અમેરિકાનું પ્લાનિંગ હતું?
નોર્મલ રશિયનો કદાચ નહોતા જાણતા કે પુતિને રણશિંગું ફૂંક્યું તેના આગલા દિવસે જ જર્મન સરકારે જાહેર કર્યું હતું કે નવી રશિયન ગેસ પાઇપલાઇનનું ઉદ્દઘાટન ક૨વામાં આવશે ’ને ચાહે કશું પણ થઈ જાય તેઓ યુક્રેનને કોઈ શસ્ત્રો મોકલશે નહીં
સ્માર્ટફોન બાદ હવે કઈ ચીજ ધમાલ મચાવશે?
નેવુંના દશકથી ટેક્નોલૉજીમાં એક નવો આયામ શરૂ થયો, ઇન્ફર્મેશન ટેક્નોલોજી અને કોમ્પ્યુટરો. સ્માર્ટફોને દુનિયાને ટચૂકડી બનાવી દીધી
વાઇરસમાં બદલાવ વધુ તેટલી શક્યતા ઓછી
ચાઇનામાં જે પ્રકારે કોરોના જોવા મળે છે તે આપણા ત્યાં આવેલી ત્રીજી લહેરના ઓમિક્રોન વેરિઅન્ટની છે
કોંગ્રેસનો પુનરોદ્ધાર હવે પ્રશાંત કિશોરના ભરોસે!
પ્રશાંત કિશોરે નજીકના ભૂતકાળમાં જે પક્ષો સાથે કામ કર્યું છે તેમાં આ જ બાબત સૌથી વધુ વિવાદાસ્પદ બની રહી છે અને આવા જ કારણસર જે-તે પક્ષોએ તેમને મર્યાદિત જવાબદારી સાથે તેમની સેવાઓ લેવાનું પસંદ કર્યું હ
કોરોના હવે આપણા જીવનનો એક ભાગ છે
કોરોનાનું એક લેવલ સુધી ઇન્ફેક્શન થઈ શકે છે, પરંતુ તે ઘાતક નહીં હોય
કોરોના પછી વીમા કંપનીઓનાં સેટલમેન્ટમાં ૪૧%, પ્રિમિયમ કલેક્શનમાં ૮.૪૩% વધારો
૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષમાં કુલ ૨૯,૭૯૩ કરોડ રૂપિયાનું વળતર ચૂકવાયું હતું, ૨૦૨૦-૨૧ના વર્ષમાં વધીને ૪૧,૯૫૮ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું હતું
કચ્છના સેન્ટ બર્નાર્ડ સંત મેકણદાદા
તપતી ધરતી અને તરસથી સૂકાતા ગળાની પીડા શું હોય તે ભરઉનાળે જ્યારે કચ્છના રણમાં કોઈ માણસ ભૂલો પડે ત્યારે સમજાય. જોકે એ પરિસ્થિતિમાં પણ આજથી અંદાજે ત્રણસો વર્ષ પહેલાં એક અલગારી સંતના સાથીદાર શ્વાન અને ગર્દભે અનેક લોકોની તરસ છીપાવીને જીવ બચાવેલા. કચ્છના હિન્દવા ફકીર મેકણદાદાનાં સેવાકાર્યોની ધૂણી આજેય અહીં પ્રગટેલી છે. આજે જ્યારે માણસ સ્વાર્થ સિવાય કોઈનેય મદદ કરવાનું વિચારતો નથી ત્યારે અલગારી આ સંતના સેવાકાર્ય અને તેમના આ સાથીદારોને યાદ કરીએ..
ઓમિક્રોનમાંથી પેદા થયેલા બે સબ-વેરિઅન્ટ્સ શું છે?
ગત થોડા મહિનાઓમાં દુનિયામાં આવેલા ૯૪% કોરોના કેસો માટે આ સ્ટિલ્થ ઓમિક્રોન જવાબદાર છે
ગાંડો ક્યારેય એવું નથી કહેતો કે હું ગાંડો છું..!
અમેરિકાના હાસ્યકાર લેખક માર્ક ટ્વેઇનનું એક વિધાન યાદ આવી ગયું. એણે કહ્યું છે: 'કહેવાતો ડાહ્યો માણસ બીજા માણસને નથી ઓળખી શકતો, પણ ગાંડો તો..!!'
હોશિયાર હોવું સ્ત્રી માટે નકારાત્મક બાબત ગણાય છે!
અક્કલહીનતા આમ જુઓ તો વ્યક્તિનો દુર્ગણ કે ખામી ગણાવી જોઈએ, પરંતુ લગ્નસંસ્થા માટે તે છોકરીનો 'સદગુણ' કે અગત્યનો ગુણ ગણાતો હોય છે. એવામાં હોશિયાર હોવું તે આવડત એક છોકરી માટે ફાયદા કરતાં નુકસાનકારક વધુ બનતી હોય છે.
‘સિનેમાઈ જાદુ' તે આનું નામ!
‘બચ્ચન પાંડે' અને 'આરઆરઆર' બંને અતાર્કિક ફિલ્મો છે. તો પછી કેમ એક ફિલ્મ સુપર ફલોપ ગઈ અને એક અધધધ કમાઈ? અહીં સરખામણીની વાત નથી. તે શક્ય જ નથી, પરંતુ 'બચ્ચન પાંડે' પણ તમિલ ફિલ્મની સત્તાવાર રિમેક હતી. તેની વાર્તા અને સ્ટારકાસ્ટ મજબૂત હતી. છતાંય દર્શકોએ નકારી અને તર્કહીન દશ્યોની ભરમાર હોવા છતાં 'આરઆરઆર'ને તાળીઓથી વધાવી! કારણોમાં ઊતરીએ..
ખોટું કરશો તો પ્રવેશ નહીં પામો
તમે અમેરિકામાં એવું કાર્ય કર્યું છે જે ખોટું છે તો આ કારણોસર તમારી પાસે અમેરિકામાં પ્રવેશવા માટેના વેલિડ વિઝા હશે તો પણ તમને પ્રવેશ આપવામાં નહીં આવે
ડેટા વોર: ડિજિટલ જંગના મંડાણ
ગૂગલ પર એકથી વધારે સ્માર્ટફોન બ્રાન્ડના ફિચર વિશે સર્ચ કરતો માણસ નવો ફોન ખરીદવા ઇચ્છે છે એવું ગૂગલનું અલ્ગોરિધમ સમજી જાય ને તેને ફોનની જાહેરાતો દષ્ટિગોચર થાય
કિનારીવાલા દૂધમલ લાલા, દોડી આગળ આવ્યો જી!
ગુજરાત કૉલેજના વિદ્યાર્થીઓએ પુખ્ત વિચારણા કરી ૧૦ ઑગસ્ટ, ૧૯૪૨ના રોજ સવારે ૧૦ વાગ્યે લૉ કૉલેજથી શરૂ કરી કોંગ્રેસ હાઉસ સુધી સરઘસ કાઢવાનું નક્કી કર્યું. તેમાં સરકારી કૉલેજમાં નોકરી કરતા હોવા છતાં અને કેટલાક રાષ્ટ્રવાદી મિજાજ ધરાવતા પ્રોફેસરોનું પણ સક્રિય માર્ગદર્શન હતું
ગુજરી બજારોની આજ-કાલ
ગુજરી બજાર ભરવાનો મુખ્ય ઉદ્દેશ નાનાં ગામડાંઓમાં જે-તે સમયે બજારો ન હતાં, એટલે આ ગામોના વેપારીઓ પોતાનો માલ-સામાન કોઈ એક ચોક્કસ સ્થળે શહેરમાં ગુજરી બજારમાં લઈ જતા અને વેચાણ કરતા
કાળી ઓઢણીઓમાં રંગ પૂરવાની ક્રાંતિકારી પહેલ!
કચ્છમાં વસતા આહીર જ્ઞાતિના લોકો આધુનિક જમાના સાથે કદમ મિલાવનારા હોવા છતાં અમુક રીતરિવાજોનું ચુસ્તતાથી પાલન કરે છે. મોટા ભાગનાં ગામોમાં આહીર વિધવાઓ કાળાં કપડાં પહેરે છે, લાજ કાઢે છે, પરંતુ અંજાર તાલુકાના નગાવલાડિયા ગામે પ્રોત્સાહક પહેલ કરી છે. આ ગામની વિધવાઓ હવે પછી કાળાં કપડાં નહીં પહેરે, રંગીન કપડાં અને દાગીના સાથે તેઓ પણ જિંદગીના રંગ માણી શકે તેવો ગ્રામપંચાયતે નિર્ણય લીધો છે. લાજ પ્રથાને તો આ ગામના લોકો દસેક વર્ષથી ભૂલી ગયા છે.