CATEGORIES
Kategorien
વિનોદ જોશીને સૈરન્ધ્રી માટે નર્મદ ચંદ્રક
કોરોના કાળનાં બે વર્ષ વિનોદભાઈ ઑસ્ટ્રેલિયા રહ્યા એમાં એમણે સૈરન્ધ્રીનો હિંદી અનુવાદ કર્યો. તેના પરથી ઓડિયામાં પણ અનુવાદ કાર્ય પૂર્ણ થયું છે. જ્યારે તેલુગુ, મૈથિલી, બંગાળી અને ઈંગ્લિશ ભાષામાં અનુવાદ થઈ રહ્યા છે
મ્યુચ્યુઅલ ફંડઃ ૨૫ વરસ, ૧૦ વરસ અને બે વરસ..
મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓમાં કેટલાં વરસે કેવું વળતર મળે છે એવો સવાલ રોકાણકારોને થતો હોય તો આ રહ્યા એના જવાબ.
વડોદરાની વિદ્યાર્થિની પહોંચી પાર્લામેન્ટમાં!
આ બેઠક માટે દેશની ૧૫૫ યુનિવર્સિટીના ૫૦,૦૦૦ સ્ટુડન્ટ્સમાંથી ૧૪૪ વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા હતા
લોન ચૂકવનારનું સમ્માન
વીએસએસએમ સંસ્થાએ વિચરતી જાતિના ગરીબ, અભણ, શ્રમિકો પરંપરાગત કે સ્વતંત્ર વ્યવસાય દ્વારા સ્વાવલંબી બની સ્વમાનભેર જીવી શકે એ માટે સાત વર્ષમાં ૪૮૦૦ પરિવારને ૫.૬૯ કરોડ રૂપિયાની વગર વ્યાજની લોન આપી હતી
મોંઘાદાટ રહેશે આ વર્ષે આમરસના સબડકા
દેશભરમાં વખણાતી દક્ષિણ ગુજરાતની કેરી આ વર્ષે મોંઘેરી મહેમાન બની છે. સામાન્ય રીતે આ દિવસોમાં કેરીઓથી લથબથતી આંબાવાડીઓ આ વર્ષે મોટા ભાગે વેરાન ભાસે છે. આંબાવાડીઓમાં કેરીનું ઉત્પાદન ૮૦ ટકા જેટલું ઓછું થયું છે. અપેક્ષા કરતાં ૨૦ ટકા જ ફાલ ઊતરતાં ખેડૂતો અને વેપારીઓ આ વર્ષે કેરીના કહેર રૂપે મોટી નુકસાનીથી બચવાના ઉપાય શોધી રહ્યા છે ત્યારે આવો, જાણીએ કેવી છે દક્ષિણ ગુજરાતના કેરીબજારની સ્થિતિ.
મૂષકમામા ખમૈયા કરો..
મામા, હવે તો હાલતા થાવ..
ભાવનગરમાં થઈ લંકાપતિ રાવણની પ્રતિમાની સ્થાપના..
ઘરના 'સાધનાખંડ'માં જ થઇ રાવણની પ્રતિમાની પણ વિધિવત પ્રતિષ્ઠા.
માથું ન નમાવ્યું?.. તો માથું કાપીને આપ!
દીકરીના બાપથી આવું અપમાન થાય જ કઈ રીતે?
પ્રસૂતાવસ્થાની ફિલ્મોના સારા દિવસ..
મને તો દીકરી વહાલનો દરિયો જોઈએ જ છે, થાય ઈ કરી લ્યો
પૂછ એને કે જે શતાયુ છે.. કેટલું, ક્યારે, ક્યાં જિવાયું છે..
ઝવેરચંદ મેઘાણીના જન્મનું હાલ ૧૨૫મું વર્ષ સાહિત્યપ્રેમીઓ ઊજવી રહ્યા છે તો એમના સૌથી મોટા સંતાન મહેન્દ્ર મેઘાણીના જીવનનું ૧૦૦મું વર્ષ આવતા મહિને શરૂ થવાનું છે. વીતેલાં ૯૯ વર્ષની ક્ષણેક્ષણ મહેન્દ્રભાઈએ શબ્દનો સંગ કર્યો છે. અહીં એ સંભારે છે આ શબ્દસફરના વિવિધ મુકામ.
નાના માણસ, મોટી વાત
ટાંચણી કે સ્ટેપલર પિન નાની હોવા છતાં દસ્તાવેજનાં પાનાંને જોડી રાખવાનું મહત્ત્વનું કામ કરે છે
નમો નમો જી શંકરા, ભોલેનાથ શંકરા, રુદ્રદેવ હે મહેશ્વરા..
થોડા જ દિવસ પહેલાં જ અખાત્રીજના દિવસે ચાર ધામની યાત્રા શરૂ કરવામાં આવી. લગભગ બે વર્ષના વિરહ બાદ દર્શનાભિલાષીઓની ભીડ ચાર ધામ પર ઊમટી છે ત્યારે મેળવીએ અહીંના તાજા ખબર..
એક સંતૂર, એક વાદક..
સંતૂરના સૂર વિરમ્યા: પંડિત શિવકુમાર શર્મા
દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં
આજકાલ ભેંસો મસાલાવાળું ખાય છે. પછી ખૂબ પાણી પીએ છે એટલે દૂધ પાતળું આવે છે
જસ્ટ, એક મિનિટ..
મનની શાંતિ અને ખરી ખુશી પામવા માટેની શોધ દરેકે વ્યક્તિગત રીતે કરવી જોઈએ
કોરોનાની ક્લિકથી ચમક્યું કિસ્મત!
પત્રકારત્વ ક્ષેત્રના સર્વોચ્ચ એવા ‘પુલિત્ઝર પ્રાઈઝ’ માટે દેશના ચાર ફોટોગ્રાફરમાં એક છે અમદાવાદના અમિત દવે.
કેજરીવાલનું એકલા ચાલો રે..
દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ૨૦૨૪ની ચૂંટણીમાં પોતે બીજા કોઈ પક્ષ સાથે જોડાણ નહીં કરે એવું અત્યારથી જાહેર કરી દીધું છે
એમનો અવાજ રૂંધો નહીં!
ઘરની બંધ દીવાલ પાછળ સ્ત્રીઓ પર હજી બેશુમાર અત્યાચાર થાય છે, પણ નાનપણથી મળેલી શિખામણને કારણે મોટા ભાગની મહિલાઓ એ બધું સહન કરી લે છે. સમાન અધિકારની વાત કરવી હોય તો સૌથી પહેલાં તો સ્ત્રીને શોષણ સામે બોલવાનો હક આપવો પડશે.
આસ્થાના અખૂટ ઊર્જાસ્રોત..
ચાર ધામની યાત્રા યમનોત્રીથી શરૂ થાય છે: યમુનોત્રી આવીને દર્શન કરનારને અંતિમ સમયે યમરાજ હેરાન કરતા નથી
આને કહેવાય પાણીદાર પ્રયાસ!
દેશ હજી કોરોનાની પીડામાં કણસતો હતો એ લૉકડાઉનના દિવસોમાં હૈદરાબાદ નજીકના સ્વામિનારાયણ ગુરુકુળના સંતોએ થોડા સેવકોની મદદથી એક જળાશય બનાવ્યું. પરિણામે આજે તો એની આસપાસના વિસ્તારે લીલોછમ રંગ ધારણ કરી લીધો છે.
આ તો ખરેખરો ઋષિ..
વર્ષ ૨૦૦૫થી ધરમપુરમાં મસ્તી કી પાઠશાળાનો ઉદય થયો. વખત જતાં આ પાઠશાળા અંતર્ગત ૭૦૦૦થી વધુ બાળકોને શિક્ષણ મળ્યું
અહીં તો યોગ લોહીમાં દોડે છે!
કોઈને વિચિત્ર લાગે એવી શારીરિક લાક્ષણિકતા સાથે જન્મેલી આ છોકરીએ એનાં દાદી અને પિતાની જેમ યોગ શીખીને આસમાની ઊંચાઈ સિદ્ધ કરી. શરીરને બ-ખૂબી વાળી શકવાની ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરી એ હજારેક પ્રકારનાં આસન તો સહેલાઈથી કરે છે.. અને હવે એની દીકરી પણ જિમ્નાસ્ટિક્સમાં કાઠું કાઢી રહી છે.
હિંદી x સાઉથ ફિલ્મ સિનેમાની ભાષા કઈ?
હિંદી વર્સસ દક્ષિણનાં રાજ્યોનો વિવાદ નવો નથી, પરંતુ વીતેલા પખવાડિયા દરમિયાન આ વિતંડાવાદ પુનઃ જીવિત થયો. કન્નડ ઍક્ટર કિચ્ચા સુદીપ વર્સસ હિંદી ઍક્ટર અજય દેવગને રાજકીય રંગ પકડ્યો છે ત્યારે ઝડપીએ હિંદી વિરુદ્ધ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક ક્લોઝઅપ.
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર.. પાટણની પ્રભુતા
૨૦૦૭માં મનીષભાઈએ નાગાર્જુન અભિનીત માસ હિંદીમાં ડબ કરીને રિલીઝ કરવાના હક સાત લાખ રૂપિયામાં મેળવ્યા, જે એમણે ટીવી ચેનલને ૧૨ લાખ રૂપિયામાં વેચ્યા
શાંતિના નામે કેટલો કોલાહલ!
સિદ્દીભાઈને સિદકાં વહાલાં હોય એમ માણસને પોતાના આચાર-વિચારમાં કંઈ ખોટું લાગતું જ ન હોય. જો કે ધરમને નામે આપણે એવી અનેક પ્રથા પકડી રાખી છે, જેને તિલાંજલિ અપાઈ જવી જોઈએ. માણસ પોતાનાથી અલગ વિચારસરણીને સમજે અને એનું અસ્તિત્વ સ્વીકારે એ પણ જરૂરી છે.
મહિલા સશક્તિકરણની નવી પરિભાષા આલેખે છે ગુજરાત
ગુજરાતમાં નારીશક્તિના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસનો બહુપાંખિયો વ્યૂહ.
ભાવનગર: કળા-સંસ્કારિતાની આ નગરી થશે ૩૦૦ની!
૩૦૦માં વર્ષના પ્રવેશ નિમિત્તે શણગાર સજેલું ભાવનગર.
બૉક્સ ઑફિસ કમાણીનું નવું ચૅપ્ટર..
'કેજીએફ ચૅપ્ટર-ટુ'માં યશ: માર દો હથોડા બૉક્સ ઑક્સિ પે..
બુંદથી બગડેલી વાત હોજથી પણ સુધરી ન શકે!
ઘણી વાર એવી ભૂલ થાય છે કે જે સુધારવા છતાં, એનાથી થયેલું નુકસાન ભરપાઈ થતું નથી
પરંપરા ને પ્રગતિ એક રથનાં બે પૈડાં
સોશિયલ મિડિયા કે બદલાતી જીવનશૈલીને લીધે આપણે આપણા મૂળથી દૂર થતા જઈએ છીએ એવી ચિંતા એક તરફ થઈ રહી છે. બીજી બાજુ એવી વાત છે કે ક્યાં સુધી બધું જૂનું પકડીને બેસી રહેશું, વિશ્વ તો ક્યાંથી ક્યાં પહોંચી રહ્યું છે અને આપણે એ જ રૂઢિઓમાં છીએ. સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજની સ્ત્રીઓએ આ પ્રશ્નના ઉકેલની દિશામાં મક્કમ ડગ માંડ્યાં છે. એ જૂની રૂઢિઓ અને જીવનના નવા આયામ વચ્ચે સંતુલન જાળવીને કેમ રહી શકાય એની તાલીમ ક્ષત્રિય દીકરીઓને આપી રહી છે.