કોલેજસ્ય પ્રથમ દિને..!!
ABHIYAAN|July 23, 2022
અરે, મેડમ, હું તો આજે બસ લાગણી જ લાગણી અનુભવી રહ્યો છું! ! અહીં આવ્યા પછી મને ખબર પડી કે મારામાં તો ઢગલે ઢગલા લાગણીઓ ભરી પડી છે!'
હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત’
કોલેજસ્ય પ્રથમ દિને..!!

હમણાં એક ખાનગી ટીવી ચેનલે કૉલેજ ખૂલ્યાના પહેલા જ દિવસે કેટલાંક છોકરા-છોકરીઓનો ઇન્ટરવ્યૂ કર્યો.

‘આજે કૉલેજ ખૂલી, અહીં કૉલેજમાં આપને પહેલા દિવસે કેવું લાગે છે?’ એક મહિલા રિપોર્ટરે કૉલેજિયન છોકરાને પૂછ્યું, ‘આપનો પ્રતિભાવ આપશો?’

‘કૉલેજ ભલે આજે ખૂલી,’ પેલા કૉલેજિયન છોકરાએ કહ્યું, ‘હું તો વૅકેશનમાંય દ૨૨ોજ અહીં આવતો અને આ ઝાડ નીચે બેસતો.’

‘તમે વૅકેશનમાંય કૉલેજ આવતા?!'

“હા જી, જે કૉલેજે મને ‘પ્રેમ પદારથ’ આપ્યો અને જેણે મારા જીવનમાં એક નવો જ વળાંક લાવીને એક નવા અધ્યાયનો આરંભ કરવાનું શુભકાર્ય કર્યું હોય,” કૉલેજિયન યુવાને કૉલેજના બિલ્ડિંગને પગે લાગતાં ઉમેર્યું, ‘એ કૉલેજને હું તો મંદિર કરતાં પણ વધારે મહત્ત્વની માનું છું.’

‘તમારા કહેવાનો મતલબ હું સમજી નહીં.’

‘એનો અર્થ એ થયો કે તમે કૉલેજનો અનુભવ લીધો નથી.’

‘અરે હોય કંઈ!’ મહિલા રિપોર્ટરે સહેજ આંચકો અનુભવીને કહ્યું, ‘હું ડબલ ગ્રેજ્યુએટ છું!’

‘માની લીધું કે તમે ડબલ ગ્રેજ્યુએટ હશો જ, પણ હું શિક્ષણની વાત નથી કરતો બહેન, હું તો અનુભવની વાત કરું છું. કૉલેજમાં જઈને શિક્ષણ લેવું એ એક વાત છે અને અનુભવ લેવો એ બીજી વાત છે અને લેવા જેવો અનુભવ લેવો એ ત્રીજી વાત છે.’

‘તમારું કેટલામું વર્ષ છે?’ મહિલા રિપોર્ટરે પૂછ્યું.

‘૨૮ વર્ષ, અત્યારે મારું ૨૮મું વર્ષ ચાલે છે.'

‘ઓહ, માફ કરજો. હું તમારી ઉંમર નથી પૂછતી, આ કૉલેજમાં તમે કયા વર્ષમાં છો?’

‘અભ્યાસની દૃષ્ટિએ જોઈએ તો ત્રીજું વર્ષ છે, હું ટી.વાય.માં છું, પણ ઉંમરની અને જિંદગીની દૃષ્ટિએ જોઈએ તો ૨૮ વર્ષમાં છેલ્લા નવેક વર્ષથી હું આ જ કૉલેજમાં છું.’

‘નવ.. વર્ષથી! આ જ કૉલેજમાં?!'

“ઓહ યેસ્સ! કૉલેજ માટેનું મારું આ કમિટમૅન્ટ છે. દરેક વર્ષમાં મેં નાપાસ થવાની હેટ્રિક કરી છે. મૂળ તો હું ક્રિકેટનો માણસ, પણ ઓળખાણના અભાવે ક્રિકેટર બની શક્યો નહીં, એટલે આ રીતે પણ ‘હેટ્રિક’ કરવાની હેબિટ મેં જાળવી રાખી છે.’’

Diese Geschichte stammt aus der July 23, 2022-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der July 23, 2022-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
કચ્છીઓને ફ્યુઝન ફૂડનો સ્વાદ દાઢે વળગ્યો છે
ABHIYAAN

કચ્છીઓને ફ્યુઝન ફૂડનો સ્વાદ દાઢે વળગ્યો છે

એકાદ- બે દાયકા પહેલાં હોટેલમાં જનારા લોકો કચ્છ કે ગુજરાતી ખાવાનું મંગાવતા, પછી ધીરે ધીરે દક્ષિણ ભારતનાં વ્યંજનો, ઉત્તર ભારતના ચાટ અને ત્યાર પછી પંજાબી સ્વાદને માણવા જનારા લોકો આજે કોન્ટિનેટલ, મેક્સિકન, થાઈ, લેબનીઝ કે ઇટાલિયન જેવું ઇન્ટરનેશનલ ફૂડ મગાવતા થયા છે. તેમાં પણ ભારતીય સ્વાદનું ફયુઝન તો તેમને જોઈએ જ છે.

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 25/01/2025
ફૂડ સ્પેશિયલ
ABHIYAAN

ફૂડ સ્પેશિયલ

મસાલાની સ્વામિની ચિત્રા બેનર્જીનું જાદુઈ કથાનક

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 25/01/2025
ફૂડ સ્પેશિયલ
ABHIYAAN

ફૂડ સ્પેશિયલ

ગુણોનો ગુણાકાર ગોળ

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 25/01/2025
મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ
ABHIYAAN

મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ

થાક લાગે જ એવું જરૂરી નથી કોઈ વખત સફરનો કહૂંબો ચડે.

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 25/01/2025
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025