ઇન્ટરનેટ કે પછી મોબાઇલ ફોન માત્ર એક જ કલાક માટે, દેશ આખામાં સરકારી બંધ પાળે તો લગભગ બધું જ ‘ચાલતું’ બંધ થઈ જાય અને જે ‘બંધ’ હોય એ બધું ચાલતું થઈ જાય!
માણસ કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ વર્ણનો હોય અને વિવિધ પક્ષોના રાજકારણીઓના મત પ્રમાણે કોઈ પણ કલરનો હોય કે કોઈ પણ DNAનો હોય, એ સામેની વ્યક્તિનાં ખબરઅંતર તો પૂછશે જ! ભાષા ગમે તે હોય અને એ પોતે પણ ખૂબ દૂર અંતરે હોય તો પણ ખબરઅંતર પૂછવાનો એનો મુખ્ય સૂર તો એ જ હોવાનો કેઃ ‘બોલો, શું ચાલે છે? બીજું શું ચાલે છે?’
હમણાં જ એક વડીલ મિત્રનો ફોન આવ્યો. વાતો થઈ. મારે સહેજ ઉતાવળ હતી એટલે વાત ટૂંકાવવાના શુભ હેતુથી, મેં સવિનય વિવેકભંગ કરતાં કહ્યું, ‘વડીલ, હું સહેજ ઉતાવળમાં છું.’
‘ક્યાં છો?’ વડીલને સાંભળવામાં કે સમજવામાં ગોટાળો થયો હોય એમ એમણે ફરીથી પૂછ્યું, ‘તમે ક્યાં છો?’
‘હું ઉતાવળમાં છું.’ મેં સહેજ મોટા અવાજે કહ્યું.
આમ તો આવી ઘટનાઓમાં હું ઊંચા અવાજે જ બોલતો હોઉં છું, પણ વડીલનું માન જાળવવા અને ઉંમરગ્રસ્ત વ્યક્તિના પરિપક્વ કાનનું અપમાન ન થાય એ માટે ઊંચા નહીં, પણ મોટા અવાજે બોલતો હોઉં છું. ‘ઊંચા’ અવાજે બોલવું અને સહેજ ‘મોટા’ અવાજે બોલવું, એમાં ફરક છે સાહેબ!
‘વાહ!’ વડીલને આનંદ થયો કે આશ્ચર્ય એ સમજાયું નહીં, પણ એમણે પૂછવાનું ચાલુ રાખ્યું, ‘ઉતાવળમાં છો, તો ત્યાં હવામાન કેવું છે? અહીં તો જુઓને, ક્યારેક સવારે શિયાળો, બપોરે ઉનાળો અને સાંજે વાવાઝોડાં ફૂંકાય એવું ચોમાસું જોવા મળે છે..'
ખરેખર તો હું લખવા બેઠો’તો. ડૅડલાઇન ળવવાની હતી અને આ વડીલ ફોનની લાઇન ડૅડ કરતા નહોતા. મને થયું કે ફોન ડૅડ કરી દઉં? પણ પછી થયું કે કોઈ નાની ઉંમરનો કે હમઉમ્ર મિત્ર હોત તો એમ થઈ શકે, પણ વડીલનું અપમાન તો કેમ થાય? આજે મને ગુજરાતી ભાષાનું સંવર્ધન કરવાના ઉમદા વિચારો આવ્યા કે વડીલોનું પણ અપમાન કરવું હોય તો એ માટે કેવા પ્રકારના સન્માનજનક શબ્દો પ્રયોજાય? એનું રિસર્ચવર્ક કરવું જોઈએ.
‘હેલો.. હેલો..’ મને એકદમ મ્યુટ કે સાઇલન્ટ મોડ જેવો થઈ ગયો જાણી એમણે મને ઢંઢોળ્યો, ‘હેલો..હે..લ્લોઓ..’
Diese Geschichte stammt aus der July 30, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der July 30, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે