પ્રત્યેક વર્ષની જેમ, આપણાં સૌનાં આંગણે પગલાં પાડનારું ૨૦૨૨નું વર્ષ અડધે આવતા સુધીમાં નોર્મલ બની ગયું છે. મહત્તમ મનુષ્યોનો સામાન્ય અનુભવ એવો હોય છે કે નવું વર્ષ, નવું સપ્તાહ કે પુનરાવર્તન પામતો કોઈ પણ સમયગાળો પ્રારંભના ઉત્સાહ પછી ધીમે ધીમે બીબાઢાળ ગતિમાં, એકધારા લયમાં ચાલવા લાગે છે. ઘણાં બધાં લોકો એવું પણ અનુભવતા હોય છે કે જીવનચક્ર એમને ફરીફરીને એક જ ઘટમાળમાં દોડાવ્યા કરે છે. એનું એ જ રોજ સવારે જાગવું, દૈનિક ક્રિયાઓ અને કામ-ધંધામાં પરોવાઈ જવું અને સાંજે થાક્યા-પાક્યા સૂઈ જવું. ટાઇમ લૂપ ફિલ્મો આ જ વિચાર કે ભાવનાને કેન્દ્રમાં રાખીને વાર્તા કહે છે, જેમાં પાત્ર એક ચોક્કસ સમયગાળાને વારંવાર જીવ્યા કરે છે. એને કોઈ પણ રીતે આ ચક્રમાંથી બહાર આવવું શક્ય નથી જણાતું અને મૃત્યુ પામ્યા પછી પણ પાત્ર ફરીથી એ જ સમયગાળાના પ્રારંભે જાગે છે! આ અતરંગી કૉન્સેપ્ટ ૫ર ઘણી ફિલ્મો આવી ગઈ. ગુજરાતીમાં પણ ૨૦૧૯માં આવેલી ‘શૉર્ટ સર્કિટ’ સિનેરસિકોની સ્મૃતિમાં હશે જ.
ઉત્તર અમેરિકામાં શિયાળાની વિદાય અને વસંતના આગમન વચ્ચેના સંક્રાંતિકાળમાં, બીજી ફેબ્રુઆરીના દિવસે ગ્રાઉન્ડહૉગ ડે ઊજવાય છે. એની પાછળ એક અંધશ્રદ્ધા કે માન્યતા જોડાયેલી છે. એ દિવસે જો ઉંદર પ્રજાતિનું કોળ કે ઘૂસ જેવું એક જાનવર દરમાંથી બહાર આવી સ્વચ્છ આકાશને કારણે જમીન પર પોતાનો પડછાયો જુએ તો એ દરમાં પાછું ચાલ્યું જાય. જેનો અર્થ એ કે શિયાળો લાંબો ચાલશે અને જો આકાશ ધૂંધળું હોય, સૂરજ ઢંકાઈ ગયો હોય અને તેને પોતાનો પડછાયો ના દેખાય તો વસંતનું આગમન વહેલું હશે! ૧૯૯૩માં આ દિવસના નામ પરથી, આ દિવસ પર જ કેન્દ્રિત, બિલ મૂરે અભિનીત એક કલ્ટ ક્લાસિક ફિલ્મ આવી હતી - ‘ગ્રાઉન્ડહૉગ ડે’. એણે ટાઇમ લૂપ પ્રકારની કથા શૈલી વધારે પ્રચલિત કરેલી. આ પછી પણ લગભગ દર વર્ષે કોઈ ને કોઈ ભાષામાં આવી ટાઇમ લૂપ ફિલ્મો આવતી રહી છે. ‘એજ ઓફ ટુમૉરો’, ‘સૉર્સકોડ’ ‘હૅપીડેથ ડે’, વગેરે જાણીતાં નામો છે.
Diese Geschichte stammt aus der August 27, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der August 27, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે