કઠિયાવાડની બોલી, કહેવતો, રીત-રસમ કે કાઠિયાવાડી માણસ હોય તેમ કાઠિયાવાડી ભોજન પણ એના સ્વાદ અને સાદગીને લીધે આગવી ઓળખ ધરાવે છે. કાઠિયાવાડી માણસના ઘરમાં જાવ તો તમને એ ઘરનું રસોડું ભર્યું-ભર્યું લાગે.
કાઠિયાવાડ શબ્દ આવ્યો છે ‘કાઠી’ પરથી. જ્યાં કાઠી (સાહસિક ક્ષત્રિય જ્ઞાતિ) રહેતા હોય તે કાઠિયાવાડ. આ પ્રદેશની મુખ્ય ઓળખાણ એટલે ‘રોટલો’ અને ‘ઓટલો’ અને હવે તો આ રોટલો બહાર એવો તો વિસ્તર્યો છે કે ભારત અને વિદેશોમાં પણ એવા અસંખ્ય હોટલ-રેસ્ટોરન્ટ હશે જ્યાં ‘શુદ્ધ શાકાહારી કાઠિયાવાડી ભોજન’નાં બોર્ડ લટકતાં હોય.
અહીંનો રોટલો એટલે ફક્ત બાજરાનો જ નહીં, આ પંથકમાં રોટલા માટે એક કહેવત છે, ‘અહીં રોટલો મોટો જ હોય’ મતલબ આ પ્રદેશમાં આંગણે આવેલાને ભોજન આપવું એ ફક્ત પરંપરા નથી, એ ધર્મ સાથે વણાયેલી રસમ બની ગઈ છે. ઓટલો એટલે આશ્રય સ્થાન. આંગણે આવેલા અતિથિને ઉમળકાભેર આવકાર આપી તેને પાણીનો લોટો પિવડાવી તેને ભોજન જમાડીને જ વિદાય અપાય.
આવા કાઠિયાવાડનું ભાવતું ભોજન એટલે કઢી, ખીચડી, બાજરાનો રોટલો, અડદની દાળ, ગોળનું દડબું અને સાથે ખટુમડી છાશ, ઘી, દૂધથી ભરેલી તાંસળી (મોટો કટોરો), ડુંગળીનો દડો, રીંગણા-મેથીનું શાક, ઘીથી લથબથ રોટલી. આ બાજરાનો રોટલો કે અડદની દાળનો સ્વાદ એવો હોય કે એક વખત ચાખ્યા પછી વર્ષો સુધી ભુલાય નહીં.
દરેક વિસ્તાર-પ્રદેશના ખોરાકની પોતાની અલગ ઓળખ હોય જ. પંજાબી ખાણું મકાઈની રોટલી, સરસવનું શાક, લસ્સી, દક્ષિણના ઈડલી-સંભાર, રસમ, ભાત એ જ રીતે કઢીખીચડી પણ કાઠિયાવાડની એક ઓળખાણ સાથેની સંપૂર્ણ થાળી છે. દાળ-ભાત, બે શાક, રોટલી, ગોળ, દૂધ કે છાશ વગેરેથી ભરપૂર આ કાઠિયાવાડી થાળી ખૂબ જાણીતી છે. તેમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ સમાયેલો છે. એક થાળીમાં જુદા-જુદા પ્રકારનાં પાંચથી સાત પ્રકારનાં ભોજન હોય છે. જેમાં દરેક પ્રકારના વિટામિન, કાર્બોહાઇડ્રેટ, મિનરલ સહિતનાં પોષક તત્ત્વો હોવાથી તેને સંપૂર્ણ ખોરાક કહી શકાય.
Diese Geschichte stammt aus der September 10, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der September 10, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે