અંગ્રેજીમાં એક ઉક્તિ છે કે સંતોની પોતાના વતનમાં જ યોગ્ય કદર થતી નથી. સોવિયેત સંઘના છેલ્લા પ્રમુખ મિખાઇલ સર્ગેયેવીચ ગોર્બાચેવ એક વિશ્વસંત હતા. સ્ટેટ્સમેન હતા, પણ હાલના રશિયામાં અવહેલના અને નફરત પામ્યા હતા. ગઈ ૨૯ ઑગસ્ટના રોજ ૯૧ વર્ષની વયે એમનું અવસાન થયું ત્યારે વર્તમાન રશિયન પ્રમુખ વ્લાદીમીર પુતિને એમને સ્ટેટ્સમેન ગણાવ્યા અને એમની કૉફિનની બાજુમાં બે ફૂલ પણ મૂક્યાં, છતાં વ્યસ્તતાનું કારણ આપી ગોર્બાચેવની સત્તાવાર અંતિમવિધિમાં હાજર ન રહ્યા. રશિયનો હજી નિર્ણય લઈ શકતા નથી કે ગોર્બાચેવનો આદર કરવો કે અનાદર? પુતિન ભલે એક મીંઢા રાજકારણીની માફક જાહેરમાં ગોર્બાચેવ માટે સારું બોલે, પણ દરેક જાણે છે કે પુતિન ગોર્બાચેવને નફરત કરતા હતા. એક સ્ટેટ્સમેન હતા અને બીજો પોલિટિશિયન છે. ગોર્બાચેવ વીસમી સદીના સૌથી મહાન સ્ટેટ્સમેન હતા અને એકવીસમી સદીના પૂર્વાર્ધમાં એમની તોલે આવે એવો કોઈ વૈશ્વિક રાજનેતા પાક્યો નથી. એ રાજનીતિના આલ્બર્ટ આઇન્સ્ટાઇન હતા જેમણે જગતના ઇતિહાસનું વહેણ માનવતાની દિશા તરફ વાળી દીધું. એમનાં અભૂતપૂર્વ કાર્યોનો લાભ જગતને શાંતિના સ્વરૂપમાં મળ્યો. ખુદ રશિયનોએ પણ ૧૯૨૪થી ચાલી આવેલી સામ્યવાદી તાનાશાહી અને વિચારોની કેદમાંથી ૧૯૯૧માં મુક્તિ મેળવી.
હસમુખ ચહેરો, સાદગીભર્યું જીવન, મનમાં સદાય પરોપકારની ભાવના, કોમળ હૃદય છતાં કઠોર અને અપ્રતિમ નિર્ણયો લેવાનો જુસ્સો અને નીડરતા એટલે મિખાઇલ ગોબચવ. એ સામ્યવાદી પક્ષના આઠમા અને છેલ્લા મહામંત્રી અને સંઘના છેલ્લા પ્રમુખ હતા. એમની જગ્યાએ કોઈ સ્ટાલિન કે પુતિન જેવો નેતા આવ્યો હોત તો ઇતિહાસ જુદી રીતે ચાલ્યો હોત. કાં વિશ્વયુદ્ધ થયું હોત અથવા આજે પણ શીત યુદ્ધ ચાલતું હોત. માથાભારે રશિયા હજી જગતને ડરાવતું હોત. યું હોતા તો યું હોતા. એવી શક્યતાઓ અનેક હોઈ શકે, પણ ગોર્બાચેવે નિશ્ચિતપણે જગતને શાંતિ અપાવી. શીત યુદ્ધનો અંત આણ્યો. કરોડો લોકોના જીવનમાં સુખમય પરિવર્તનો આવ્યાં. સોવિયેત સંઘના વિઘટન અથવા વિસર્જનને કારણે કુલ પંદ૨ દેશો સંઘમાંથી મુક્ત અને આઝાદ થયા. જોકે ક્ષેત્રફળની દૃષ્ટિએ દુનિયાનો સૌથી મોટો દેશ રશિયા જ છે. જગતની અગિયાર ટકા ભૂમિ પર આજે તેનો કબજો છે.
Diese Geschichte stammt aus der September 17, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der September 17, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે