હાલમાં ચીનમાંથી આવતાં રમકડાં ઓછાં થઈ ગયાં છે. ભારતમાં બનનારાં રમકડાં પણ ગામડાં સુધી મોટા પ્રમાણમાં પહોંચી શકતાં નથી ત્યારે સ્થાનિક કારીગરો દ્વારા હાથેથી બનાવેલાં રમકડાં ફરી બાળમાનસનો કબજો લઈ શકે તેવા સંજોગો ઊભા થયા હોવા છતાં આજના ટૅક્નોસેવી બાળકો મોબાઇલ અને વીડિયો ગેમનું સ્થાન આ રમકડાંને આપશે નહીં. હાથે બનાવેલાં રમકડાં સાદા હોવાના કારણે બાળમાનસને મોહી લેવા માટે અસમર્થ છે. તેના કારણે જ આ રમકડાંનું ભાવિ ઊજળું જોઈ શકાતું નથી.
કચ્છમાં પરંપરાગત રીતે મેઘવાળ, મારૂ, મારવાડા, કુંભાર, કોળી, સામેજા વગેરે સમાજની મહિલાઓ વંશપરંપરાથી જ વિવિધ રમકડાં બનાવે છે. કાપડ, ભરતકામ, માટી, લાખ કે લાકડાંમાંથી બનતાં રમકડાંથી જ્યાં સુધી મોબાઇલ કે વીડિયો ગેમ અને આધુનિક ટૅક્નોલૉજીવાળાં રમકડાંનું આગમન થયું ન હતું ત્યાં સુધી બાળકો રમતાં હતાં, પરંતુ હવે આવાં રમકડાં આધુનિકતાની આંધળી દોટમાં નજીકના ભવિષ્યમાં જ ખોવાઈ જવાનો ડર છે. કારીગરો માટે રમકડાં બનાવવા તે રોજગારીનું મુખ્ય સાધન ન હોવા છતાં મહત્ત્વના ટેકારૂપ હતું. તેથી તેમને પણ તેની મોટી અસર થશે તે ચોક્કસ છે. જોકે પરંપરાગત કલાના પારખુઓ આ રમકડાં સુશોભનની વસ્તુઓ તરીકે વાપરે છે.
કાપડમાંથી બનેલી અવનવી ઢીંગલીઓ, હાથી, મોર, પોપટ, ઘોડા જેવાં અન્ય રમકડાં, માટીમાંથી બનાવેલા ઘર- ઘર રમવાના સેટ, લાખમાંથી બનેલી પૂતળીઓ, ભમરડા, લાકડાંના ખટારા, ચકલી ગાડીઓ હવે સરકારી મેળાઓમાં કે નવરાત્રિ- દિવાળી વચ્ચેના ગાળામાં જ વેચાય છે. કચ્છની લોકકલાઓને સાચવવા પ્રયાસ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા રમકડાં બનાવવાની કલાને જીવંત રાખવા પ્રયત્ન થઈ રહ્યા છે, પરંતુ બાળકો જ આવાં રમકડાંને ઓછા પસંદ કરવા લાગ્યાં છે. તેમને હવે ઑટોમેટિક રીતે હલનચલન કરતાં રમકડાંમાં વધુ રસ પડે છે.
Diese Geschichte stammt aus der September 24, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der September 24, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!