ગત અઠવાડિયે ગુજરાતી ટીવી ચેનલ્સ પર નાટકીય દશ્યો ચાલ્યાં. મધરાતે એક બંગલામાં કેટલાંક વાહનો પ્રવેશ્યાં અને થોડી વાર પછી રવાના થયાં. સીસીટીવી ફૂટેજ સાથે સમાચાર ચાલ્યા કે વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. વર્ષો જૂના કેસમાં મધરાતે ધરપકડથી આશ્ચર્ય થવાનું, કેમ કે આ કોઈ ફોજદારી બાબત નહોતી કે આરોપીને ઊંઘતા ઝડપી લેવો પડે. નાણાકીય ગેરરીતિના આરોપો વચ્ચે કોઈ મહત્ત્વના નેતાની ધરપકડ થાય ત્યારે તેના રાજકીય પડઘા પડે એ સ્પષ્ટ છે. તેમની ધરપકડ સામે અર્બુદા સેનાના ટેકેદારોએ ધમાલ પણ કરી અને કેટલાંક ગામોમાં ભાજપ પ્રવેશબંધીનાં બોર્ડ પણ લાગ્યાં.
વિપુલ ચૌધરી એટલે દૂધસાગર ડેરીના સંચાલક. ડેરીના કારોબારમાં જ તેમણે કરોડો રૂપિયાના કૌભાંડ કર્યાના આરોપો મૂકાયા છે. જૂના લોકો વિપુલ ચૌધરીને આશાસ્પદ યુવા નેતા તરીકે પણ યાદ કરે છે. ત્રણેક દાયકા પહેલાં ત્રણ યુવાનો ચર્ચામાં હતા - ચીમનભાઈના સાથી નરહિર અમીન, શંકરસિંહના સાથી વિપુલ ચૌધરી અને નરેન્દ્ર મોદીના સાથી અમિત શાહ. દૂધસાગર ડેરીના સંસ્થાપક માનસિંહભાઈ પટેલનો સહકારી ક્ષેત્ર ઉપરાંત રાજકીય વારસો પણ વિપુલ ચૌધરીને મળ્યો હતો.
એક હજુરિયા-ખજુરિયા કાંડમાં અનેકની કારકિર્દી રોળાઈ ગઈ તેમાં વિપુલભાઈ પણ ખરા. શંકરસિંહ સાથે ગયા અને બાદમાં ભાજપમાં પાછા ફર્યા. એક બેસતા વર્ષે તેઓ નરેન્દ્ર મોદીને પગે લાગ્યા તે દશ્યો પણ ટીવી પર ડ્રામેટિક રીતે પેશ થયાં હતાં. વિપુલ ચૌધરી પગે પડ્યા, પણ સામાય પડી શકે તેવી સ્થિતિમાં તેમને ઠેકાણે પાડી દેવાયા તેવી ચર્ચા છે. તેના કારણે ઉત્તર ગુજરાતની ૨૦ બેઠકો પર અસર થશે તેવી ચર્ચા થઈ.
ઉત્તર ગુજરાતની ચર્ચા
રાજ્યની ચૂંટણીની વાતમાં પ્રાદેશિક એકમોની અલગથી ચર્ચા થાય. ગુજરાતમાં ચાર મુખ્ય રાજકીય એકમો છે - ઉત્તર અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રકચ્છ. આ દરેકના પેટા વિભાગો પણ છે અને તેની ગણતરી જુદી થતી હોય છે, પણ મુખ્યત્વે પ્રદેશવાર ગણતરી થાય. ૨૦૧૭ અને તે પછીથી સૌરાષ્ટ્ર અને સુરત ધ્યાન ખેંચતા રહ્યા છે, પણ છેલ્લા થોડા મહિનાની ઘટનાઓથી ઉત્તર ગુજરાત પણ ચર્ચામાં આવ્યું છે.
Diese Geschichte stammt aus der October 01, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der October 01, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે