ચેચેન્યા રશિયાનો મુસ્લિમ મેજોરિટી ધરાવતો એક પ્રદેશ છે. સોવિયેત સંઘ વિખેરાયો ત્યારે પડોશના મુલ્કો જેવા કે તાજિકિસ્તાન, કઝાખસ્તાન, અઝરબૈઝાન વગેરેને સ્વતંત્ર જાહેર કરાયા, પરંતુ ચેચેન્યાને રશિયા સાથે જોડી રખાયું. ૧૯૯૯ બાદ ચેચેન મુસ્લિમ વિદ્રોહીઓએ રશિયા સામે ખૂબ જ હિંસક લડાઈઓ લડી. ત્રાસવાદ આચર્યો. મોસ્કોના એક સિનેમાઘરને ચાલુ શૉ દરમિયાન બાનમાં લીધું. રશિયાએ સિનેમા હૉલમાં ઝેરી ગેસ છોડીને ત્રાસવાદીઓને બેભાન કરી દીધા. પોતાના નાગરિકોને તાબડતોબ હૉસ્પિટલમાં ખસેડી સારવાર આપી છતાં અમુક રશિયનો પણ માર્યા ગયા. ચેચેન ત્રાસવાદીઓને મારી નાખ્યા. બાદમાં ચેચેન વિદ્રોહીઓએ એક રશિયન ભૂલકાંઓની શાળા કબજામાં લઈ લગભગ ચારસો ભૂલકાંઓને મારી નાખ્યા. આટલી હિંસક અને ખૂંખાર પ્રજા છે. બીજી તરફ તેઓને પણ વશમાં કરી લેનારા રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન છે.
લોકો રશિયાના હોય કે ચેચેન્યાના. તેઓ જથ્થાબંધ મરે તો પણ પુતિનનું કાળજું ન કંપે. આવા લોકો જ સફળ તાનાશાહ બની શકે છે, પણ એ સફળતા તેઓને ભાન ભુલાવી દે તો મોટી નિષ્ફળતાનું કારણ બને છે. વિદ્રોહીઓ અને યુરોપિયનો પર ધાક જમાવવામાં પુતિન સફળ રહ્યા તેથી ઘરઆંગણે ખૂબ લોકપ્રિય રહ્યા. બાદમાં મદોન્મત બની જે નિર્ણયો લીધા તેમાં પારધીની માફક પોતાની જાળમાં ફસાઈ ગયા છે. ચેચેન્યાના ગવર્નર તરીકે પુતિનની સરકારે રમઝાન કાદીરોવ નામના એક પોતાની જેવા જ નિર્દય ચેચેન લીડરની નિમણૂક કરી છે. આ કાદીરોવ પુતિનને ખુશ કરવાની ફિરાકમાં જ જીવી રહ્યો છે. યુક્રેન પર આક્રમણ કર્યા બાદ કિવના પાદરમાંથી રશિયન દળોએ પીછેહઠ કરવી પડી ત્યારે કાદીરોવ બોલ્યો હતો કે સાહેબ (પુતિન) હુકમ કરે તો ચેચેનના લડાયકો ગણતરીના દિવસોમાં જ યુક્રેન કબજે કરી લેશે. ખૂંખાર ધમકીની ભાષામાં એ વાત કરતો હતો. એ પણ કરી જોયું. સાડા નવ મહિના બાદ રશિયનો અને ચેચેન રશિયનો સહિત તમામની કારી ફાવતી નથી. હવે હમણાં રમઝાન કાદીરોવે પુતિનને સલાહ આપી છે કે યુક્રેન પર ઓછી ક્ષમતાનો પરમાણુ બૉમ્બ ફેંકવામાં આવે. આ જબાનમાં પુતિન પણ ઘણા સમયથી ધમકી આપી રહ્યા છે. પુતિન આવું કરી શકે છે. રશિયન સેનાના ટોચના સો જેટલા સેનાપતિઓ, અધિકારીઓ સહિત એક લાખ જેટલા રશિયનો અને પંદર હજાર જેટલા યુક્રેનિયનો માર્યા ગયા છે, પણ પુતિનના પેટનું પાણી હલતું નથી. પરમાણુ શસ્ત્રો વાપરવાની ધમકી આપી રહ્યા છે.
Diese Geschichte stammt aus der October 15, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der October 15, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!