તું જીતીશ તો રિલાયન્સ જીતશે અને તું હારીશ તો હારશે
ABHIYAAN|October 29, 2022
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ પદ અને પછી સાંસદ બનવા સુધીની પરિમલભાઈ નથવાણીની જીવનસફર રસપ્રદ વળાંકો ધરાવે છે. એ વિશે તેઓ દિલ ખોલીને અહીં વાત માંડે છે.
આર્જવ પારેખ, બીરેન કોઠારી
તું જીતીશ તો રિલાયન્સ જીતશે અને તું હારીશ તો હારશે

મારું વતન હાલના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું ખંભાળિયા. પિતાજી ત્યાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. લગ્ન પછી તેઓ વ્યાપાર અર્થે યુગાન્ડા ગયેલા. ત્યાંના પશ્ચિમી પ્રદેશના મસાન્ડી શહેરમાં તેમણે કરિયાણાની દુકાન શરૂ કરેલી. સાથે-સાથે તેમના કાકાનો પેટ્રોલ પંપ પણ તેઓ સંભાળતા. ત્યાંથી પાછા ફ્ય બાદ તેઓ મુંબઈમાં વસ્યા. મારે ત્રણ બહેનો અને એક નાનો ભાઈ હતાં, પણ ભાઈ સાવ નાની વયે ગુજરી ગયેલો. મુંબઈ આવીને શરૂઆતમાં તેમણે મૂળજી જેઠા અને મંગળદાસ માર્કેટમાં ભાગીદારીમાં કાપડનો વેપાર શરૂ કરેલો. તેઓ ‘જ્યૂપીટર મિલ’ના પોપલિનનું કામ વધારે પ્રમાણમાં કરતા હતા. ભાગીદારો સાથે તેમને વિખવાદ થયો અને તેમણે આર્થિક સંકટનો સામનો કરવાનો વારો આવ્યો. તેમણે સ્વતંત્ર વેપાર શરૂ કર્યો અને ઠાકરશી મિલના કાપડની દલાલીનું કામ આરંભ્યું. સાથે-સાથે તેઓ ફાઇનાન્સના ક્ષેત્ર અને શેર માર્કેટના બ્રોકરેજના કામ સાથે પણ સંકળાયેલા રહ્યા. પિતાજીને ઘણો સંઘર્ષ કરવો પડ્યો.

અમે વિલે પાર્લે (પશ્ચિમ)માં રહેતા હતા. મારું પ્રાથમિક શિક્ષણ ગોકળીબાઈ સ્કૂલમાં થયેલું. એ પછી ઉચ્ચ શિક્ષણ માટે મેં મુંબઈની નરસી મોનજી કોલેજની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ લીધો હતો. આ કોલેજમાં ‘સહ્યાદ્રિ' નામની કેન્ટીન રેસ્ટોરન્ટ હતી. મારા અભ્યાસકાળના બીજા વર્ષ દરમિયાન કેન્ટીનમાં પીરસાતી ઈડલીના ભાવમાં વધારો કરવામાં આવ્યો. દોઢેક રૂપિયાનો મામલો હતો. અમે સૌ વિદ્યાર્થીઓએ આનો વિરોધ કર્યો. વિધાર્થીઓનું જૂથ ભાવધારાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી રહ્યું હતું. કોલેજના આચાર્ય કોહલીસાહેબની નજર એની પર હતી કે સૂત્રોચ્ચારમાં કોણ-કોણ સામેલ છે. અચાનક કોઈકે પાછળથી કાંકરીચાળો કર્યો અને પથ્થરમારો શરૂ થઈ ગયો. આ ટોળાંની ન તો મેં આગેવાની લીધી હતી કે ન હું પથ્થરમારામાં સામેલ હતો. છતાં આચાર્યે મને બોલાવ્યો અને સ્વેચ્છાએ કોલેજ છોડી દેવા જણાવ્યું. એમ ન કરું તો રસ્ટિકેટ કરવાની ધમકી આપી. મને કોલેજમાંથી કાઢી મૂકવામાં આવે તો બીજી કોઈ કોલેજ પ્રવેશ ન આપે. આથી કોલેજ છોડવા સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. આને કારણે મારા પરિવાર તરફથી મારે સાંભળવાનું આવ્યું. મારા મામાએ પણ મને ઠપકો આપ્યો. આવે સમયે મારા સંપર્કોએ મને સહાય કરી. મને ચિનાઈ કોલેજમાં પ્રવેશ મળ્યો અને કોલેજના બાકીનાં બે વર્ષ હું ત્યાં ભણ્યો.

Diese Geschichte stammt aus der October 29, 2022-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der October 29, 2022-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024