ટીપડું
ABHIYAAN|October 29, 2022
આ મહા મહિનાની અજવાળી બીજે દૂધના ફોદા જેવો કુંવર આવ્યો, પણ ડોશી રાજિયાથી અને એની વહુથી ડરે. બેઉંના એક ઓસરીએ ઘર, પણ ઊભી થઈને ડોશી બાબલાના છોરાનું મોઢું જોઈ આવે એટલી હિંમત નઈ!
જયેશ રાષ્ટ્રકૂટ
ટીપડું

હંધુંય ન્યા દઈ દીધું, તે જાની ન્યા. અમારું ધાન ખૂટવાડસો તી! નખ્ખોદ જજો વેળાવદરવાળાનું, કયાં નરકમાં નખાવી મને! ઈ બાડિયો બાંધી દેહે નનામી હારે, તે.. લેતી જાજે.. દી’ બગાડ્યો.. ભવ બગાડ્યો મારો.. તો!” એવું બોલતી બોલતી રાજુની વહુ સંજવારી કાઢતી, ધીમેથી ડોશીની બજરની ડાબલી લેતી ગઈ. અંદર જઈ બેય દાઢમાં બરાબર ઘહીને પાછી આવી. જેકુરડોશી ઓતરાદું ફરેલાં હતાં. ડાબલી હળવેકથી ટીપડા પર મૂકીને હાલતી થઈ.

ડોશીનો રામ રૂઠ્યો 'તો એટલે જ ત્રણેય છોકરાઓમાંથી કજિયાળા ધણી-ધણિયાણીના ભાગમાં આવી પડી હતી. ઘરડું મન, આમ તો મરકટ જેવું પણ આમ ઠરેલ. બધુંય જુએ, પણ ક્યાં કેટલું કહેવું એ બરાબર હમજે. નેવું વરહે'ય જેકુર ડોશીને માયા નહોતી મુકાતી. આમ તો રાજુ બધાય ભાયુંમાં નાનકો, પણ મોટકાને આંટે એવો. એનેય મનમાં એવું જ કે બાબુભાઈને જેકુરમાએ બધુંય આપી દીધું.

ડોશી એકલી એકલી બબડતી, ‘લીંબુની ફાડ જેવા ડોળા આપ્યા સ. એણે નઈ ભાળ્યું હોય લાખાબાપુને કાલાના હેવા હતા, તો હંધુય કાલાનાં પાણીમાં જ ગ્યું.' 

ડોશીને હમણાં જતાં હાશકારો વળ્યો'તો. બાબલાને ત્યાં છોકરો ધાવણો થયેલો! બાકી બાપુ ગ્યા, ત્યાં સુધી ડોશીએ તો મન વાળી લીધું હતું. બાબલો આમ પણ ઢીલો અને ઉપરથી શેર માટીની ખોટ, પણ એય પૂરી થઈ ગઈ. આ મહા મહિનાની અજવાળી બીજે દૂધના ફોદા જેવો કુંવર આવ્યો, પણ ડોશી રાજિયાથી અને એની વહુથી ડરે. બેઉંના એક ઓસરીએ ઘર, પણ ઊભી થઈને ડોશી બાબલાના છોરાનું મોટું જોઈ આવે એટલી હિંમત નઈ! બે ટંકના ધાન માટે ડોશી ઊભાં થઈને જઈ ન શક્યાં, પણ જેકુર ડોશીનો જીવ તો ત્યાં નો ત્યાં જ. તોરણ હલે તોય ડોશીને એમ કે હમણાં કોઈ તેડીને બહાર આવશે! આખો દી' ઓતાર હું ફરીને તૂટી ગયેલી પાંગતના ખાટલામાં બેઠા હોય. કાનખજૂરો કે કાચિંડો નીકળ્યો હોય તોય ડોશી બોલી ના શકે કે ‘ જાલુવહુ, જોજો હોં, જીવડું આવ્યું સ ઘરમાં.’

રાજિયો તો ગામના ચોરે જઈ બેઠો હોય, કાં તો વાડીયે ગયો હોય, પણ આ મૂઈ ઓઝલમાં બેઠેલી શિકોતરને કોણ પહોંચે?

Diese Geschichte stammt aus der October 29, 2022-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der October 29, 2022-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024