આખરે એ રાત આવી ચૂકી હતી જેને લોકો સુહાગરાત કહે છે. બેડરૂમને ગુલાબનાં ફૂલોથી સજાવવામાં આવ્યો હતો. બંગલાના વિશાળ ખંડની દીવાલોમાં આતુરતા હતી. ખંડમાં અઢળક કુંવારી આશાઓ અને તમન્નાઓ વિખરાયેલી પડી હતી. ફૂલોભરી શય્યામાં નવોઢા નંદિની સદાશિવની આતુરતાથી રાહ જોઈ રહી હતી.
સદાશિવ અને નંદિનીનો માત્ર એક મહિના પહેલાંનો જ પરિચય. નંદિનીના ગામડાના ઘરે સદાશિવ તેના ધનવાન પિતા જયદીપસિંહ સાથે તેને જોવા આવ્યો હતો. મધ્યમવર્ગની સંસ્કારી નંદિનીના રૂપ અને ખાસ તો તેની સાદગીથી તે આકર્ષાયો હતો. બંને એકાંતમાં મળ્યાં ત્યારે સદાશિવે તેના ઘોડેસવારીના શોખની વિસ્તારથી વાત કરી હતી. શહેરમાં પિતા સાથે ફાઇનાન્સ અને શેરબજારનું મોટું કામકાજ ધરાવતો સદાશિવ ઘોડેસવારી જેવો શોખ ધરાવતો હતો એ વાત નંદિનીને નવાઈ પમાડી રહી હતી. નંદિની કોઈ પરીકથા સાંભળે તેમ વાચાળ પ્રકૃતિના સદાશિવને સાંભળી રહી હતી. નંદિનીના ચહેરા પરની આશ્ચર્યની રેખાઓ જોઈને સદાશિવ બોલ્યો હતો, ‘તમને નવાઈ લાગે છે ને? પણ એમાં નવાઈ પામવા જેવું ક્યાં છે? દરબારનો દીકરો છું. શોખ પણ એ પ્રમાણે જ હોય ને? હાઈવે પર અમારું મોટું ફાર્મ હાઉસ છે ત્યાં છ પાણીદાર ઘોડા પણ રાખ્યા છે. આ તો નાછૂટકે પૈસા કમાવા માટે ફાઇનાન્સ અને શેરબજારની લાઇન પકડી છે.'
નંદિનીના પિતા કર્મવીરસિંહ મોંઘેરા મહેમાનોને વળાવવા માટે તેમની મોંઘી કાર સુધી શેરીની બહાર સુધી આવ્યા હતા.
કારમાં બેસતી વખતે જ જયદીપસિંહ બોલ્યા હતા, ‘ કર્મવીરસિંહ, અમને તમારી દીકરી પસંદ છે.' દીકરીના બાપ તરીકે કર્મવીરસિંહે બંને હાથ જોડીને વિવેક દર્શાવ્યો હતો.
કર્મવીરસિંહ ઘરમાં પ્રવેશ્યા ત્યારે તેમની આંખમાં હર્ષનાં આંસુ હતાં. તેમણે સુવર્ણાબહેન સામે જોઈને કહ્યું હતું, ‘આપણી દીકરીનું નસીબ ખૂલી ગયું છે. ક્યાં નાના ગામમાં રહેતા મારા જેવા સામાન્ય માસ્તરની દીકરી નંદિની અને ક્યાં કરોડપતિ જયદીપસિંહનો એક માત્ર વારસ સદાશિવસિંહ?'
એંસી લાખની મોંઘી કાર શહેર તરફ પૂરપાટ દોડી રહી હતી.
આજે ડ્રાઇવર રજા પર હતો. સદાશિવ કાર ચલાવી રહ્યો હતો.‘પપ્પા, તમે ઇશારો કર્યો એટલે મેં તેમના ઘરની બહાર નીકળતા જ તમને ગ્રીન સિગ્નલ આપી દીધું '
‘કેમ તારે વિચારવા માટે સમય જોઈતો હતો?’
Diese Geschichte stammt aus der October 29, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der October 29, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ