મોહભંગ
ABHIYAAN|October 29, 2022
સંધ્યા આરતીને હજુ વાર હતી. વિવેકમુનિએ ખરલ કાઢી અને ગુરુજીએ આપેલ ઓડિયા તેમાં લસોટવા માંડ્યા. બીજા થોડા સાધુઓ મંદિરમાં કીર્તન કરતા હતા, તો બે ત્રણ રસોડામાં ભોજનની તૈયારી કરતા હતા.
હિતા મહેતા
મોહભંગ

એક હાથથી ઝાડના થડને ટેકો દઈને એ ઊભા હતા અને સામે લહેરાતા કમરબંધ લીલાછમ મોલને તાકી રહ્યા હતા. મોલ તૈયાર હતો અને વૈશાખના આકરા વાયરામાં નજર જ્યાં ઠરે ત્યાં લીલપ આંખને શાતા આપતી હતી. જાણે તે આ દ્રશ્ય પી રહ્યા હતા.

તે એટલે સત્યમુનિ. પચ્ચીસની ઉંમર અને સમજણ આવી ત્યારથી લીધેલ સાધુ ભેખ તેમના અંગેઅંગ ઉપર સાંગોપાંગ દેખાતો હતો. સામાન્ય કરતાં વધારે ઊંચાઈ અને એકવડિયો બાંધો, મુંડન કરેલ ચમકતા માથા પર ફરફરતી પાતળી શિખા, મોટા પહોળા પ્રભાવશાળી ભાલ પર પીળો ત્રિપુંડ અને તેની નીચે તેવી જ તેજસ્વી ઊંડાણ ભરેલ મોટી આંખો.. ધર્મ અને કર્મની સમજણથી આવેલ પરિપક્વતા અને ઊંડું જ્ઞાન તેની ચમકતી આંખોમાં દેખાઈ રહ્યા હતા. ચહેરા પર કરુણા અને હોઠો પર મૃદુ સ્મિત.

ભગવા રંગની ધોતી એક માત્ર તેનું વસ્ત્ર.. ક્યારેક હાડ ગાળતો હિમાળો હોય કે ઘેલો થયેલ મેહ, પણ કદી શરીરના ઉપરના ભાગને તેણે વસ્ત્રથી ઢાંક્યું નહોતું અને ગળામાં થઈને સીના પર લહેરાતી રુદ્રાક્ષની માળા જાણે શંકરને વીંટળાયેલો નાગ..

ખબર નહીં આજે કેમ સત્યમુનિનું મન અસ્વસ્થ થઈ જતું હતું. જોકે તેમને આવું ક્યારેક ક્યારેક થતું હતું, પણ.. અહીં, આ પ્રદેશમાં, માંહ્યલાને શું પજવતું હતું? તેમને પોતાના માટે જ પ્રશ્નો થતા હતા જેના તેમની પાસે કોઈ જવાબ ન હતા, કે પછી આ એકાંતમાં તે જવાબ શોધવા માટે ઊભા હતા.

સંધ્યા આરતીને હજુ વાર હતી. ખરલ કાઢી અને તેમાં વિવેકમુનિએ ગુરુજીએ આપેલ ઓસડિયા લસોટવા માંડ્યા. બીજા થોડા સાધુઓ મંદિરમાં કીર્તન કરતા હતા તો બે ત્રણ રસોડામાં ભોજનની તૈયારી કરતા હતા. વિવેકમુનિએ એક વાટકીમાં કાઢો કાઢી, ખરલ સાફ કરી અને એક બાજુ મૂકી અને ગુરુજીની ઓરડી તરફ પગ માંડ્યા.

‘ગુરુજી, આ દવા લઈ લો. સમય થઈ ગયોછે.'

ગુરુજીએ બંધ આંખો ખોલી અને ધીમેથી બેઠા થવા પ્રયત્ન કર્યો. વિવેકમુનિએ તેમને ટેકો આપ્યો.

ધ્રુજતા હાથે ગુરુજીએ દવા પીધી અને ફરી સૂઈ ગયા.

વિવેકમુનિ તેમના પગ દબાવતા ત્યાં જ બેસી રહ્યા.

‘સત્ય ક્યાં?’ બંધ આંખે ગુરુજીએ પૂછ્યું.

‘તેઓ સામે લહેરાતા ખેતરને જોતા ક્યારના ઊભા છે.'

બારી બહાર ગુરુજીએ નજર કરી ત્યાં દૂરથી સત્યની પીઠ દેખાતી હતી.

‘ગુરુજી, એક વાત કહું?' સહેજ અચકાતા-અચકાતા વિવેકમુનિ બોલ્યા.

Diese Geschichte stammt aus der October 29, 2022-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der October 29, 2022-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024