ગૂજરાત વિદ્યાપીઠમાં સત્તાની સાઠમારી કથાનો સાચો ‘નાયક' કોણ?
ABHIYAAN|November 12, 2022
છેલ્લા કેટલાક સમયના ગૂજરાત વિદ્યાપીઠના ઇતિહાસનું વિહંગાવલોકન કરીએ તો એક હકીકત ઊડીને આંખે વળગે એવી જણાઈ આવે છે કે, વિદ્યાપીઠમાં સર્વોચ્ચ પદ છો કુલપતિનું હોય, પરંતુ ખરા અર્થમાં વિદ્યાપીઠમાં ‘નાયક' તો કુલનાયક જ હોય છે. રાષ્ટ્રીય રાજનીતિમાં રચ્યાપચ્યા રહેતા કુલપતિઓ વતી કુલનાયક સમગ્ર વહીવટનું રોજિંદું સંચાલન કરતા રહ્યા છે.
ડૉ. દેવ દવે
ગૂજરાત વિદ્યાપીઠમાં સત્તાની સાઠમારી કથાનો સાચો ‘નાયક' કોણ?

‘એક વણિકપુત્ર જો કરી શક્યો હોય તો મેં ઋષિકાર્ય કર્યું છે’ એવા શબ્દો ગૂજરાત વિદ્યાપીઠના તત્કાલીન સ્થાપક કુલપતિ ગાંધીજીએ સંસ્થાની સ્થાપના સમયે કહેલા, આજે એ ઘટનાને ૧૦૦ વર્ષ પૂર્ણ થયા પછી, ગૂજરાત વિદ્યાપીઠના ૧૨મા કુલપતિપદે એક ઋષિતુલ્ય વ્યક્તિ આવી છે, એ પણ એક યોગાનુયોગ. રાજ્ય સરકારની યુનિવર્સિટીઓના કુલપતિની ઉપર જે-તે રાજ્યના રાજ્યપાલ કુલાધિપતિ હોય છે, પરંતુ ગૂજરાત વિદ્યાપીઠના વિશિષ્ટ બંધારણ અને ડિમ્ડ યુનિવર્સિટી તરીકેની માન્યતાને લીધે આ વ્યવસ્થા લાગુ પડતી નહોતી. કુલનાયકની ઉપર કુલપતિ તો હોય છે. જોકે, એ વિદ્યાપીઠના ટ્રસ્ટીમંડળ દ્વારા સામાજિક ક્ષેત્રના અગ્રણી અને ગાંધીવિચારમાં માનતા વ્યક્તિ હોય છે. એ અનુસંધાનમાં આચાર્ય દેવવ્રત પણ અહીં રાજ્યપાલ તરીકે નહીં, પરંતુ શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે પોતાના વ્યક્તિગત યોગદાનને લીધે કુલપતિપદે નિમણૂક પામ્યા છે.

છેલ્લાં ઘણાં વર્ષોથી વિદ્યાપીઠના ખાડે ગયેલા વહીવટ કે હાલના વિવાદનું મૂળ છે એવી આર્થિક ગેરરીતિઓ કે કર્મચારીઓની નિમણૂકોમાં આચરવામાં આવેલી વહાલાં-દવલાંની નીતિ સામે, આચાર્ય દેવવ્રતની નિમણૂક સુધી, વિદ્યાપીઠની સત્તાના કેન્દ્રમાં રહેલા અને લાભના પદ ભોગવતા કોઈને પણ ક્યારેય કશું ખૂંચ્યું નથી, ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ કરવા જેવું લાગ્યું નહોતું.

પરંતુ પોતાની સ્થાપનાની સદી વટાવી ચૂકેલી વિદ્યાપીઠના વાતાવરણમાં ફરક આવ્યો છે એ વાત ત્યારે જાહેર થઈ જ્યારે વિદ્યાપીઠના ૧૧મા કુલપતિપદે ૭-૩૨૦૧૫ના રોજ વરાયેલાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ઇલાબહેન ભટ્ટે પોતાનો પદભાર છોડવાની ઇચ્છા વ્યક્ત કરી અને તાજેતરમાં ૧૮-૧૦-૨૦૨૨ના રોજ નિવૃત્તિ સ્વાસ્થ્યના કારણોસર સ્વૈચ્છિક સ્વીકારી પણ લીધી. જોકે, એમના સ્વૈચ્છિક રાજીનામાની પેશકશ અને જે વિવાદમાં હાલ વિદ્યાપીઠ ફસાયેલી છે એ બેયની તારીખ અને તવારીખ જોઈએ તો લગભગ નજીકની છે. બીજી દ્રષ્ટિએ જોઈએ તો, કુલપતિપદેથી નિવૃત્ત થનારાં ઇલાબહેન પહેલા મહિલા તો છે જ સાથોસાથ પહેલા કુલપતિ પણ છે, કારણ કે અત્યાર સુધીના દરેક કુલપતિના અવસાન બાદ જ જગ્યા ખાલી પડતાં નવા કુલપતિની નિમણૂક કરવામાં આવી છે અને દરેક કુલપતિ આજીવન કુલપતિ તરીકે સેવારત રહ્યા છે, એવી વિગતો સંસ્થાની વેબસાઇટ દર્શાવે છે.

Diese Geschichte stammt aus der November 12, 2022-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der November 12, 2022-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 Minuten  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 26/10/2024