તલવાર કરતાં કલમની તાકાત ઘણી વધારે છે એવું સદીઓથી કહેવાતું આવ્યું છે અને મૉડર્ન યુગમાં, ફક્ત ૨૮૦ શબ્દોમાં (અગાઉ ૧૪૦) વાત કહેવા માટે બંધિત કરતું એક મંચ, આ મર્યાદાને કારણે અમર્યાદિત શક્તિ ધરાવતું બન્યું છે. વાત છે ટ્વિટરની, જેના અમાપ પૉલિટિકલ પાવરને આજે સૌ કોઈ કબૂલે છે અને વિભિન્ન ક્ષેત્રનાં લોકોએ ત્યાં અદબભેર હાજરી પુરાવવી પડે એવો એનો મોભો છે. તાજા સમાચાર પ્રમાણે ટ્વિટરના દરબારમાં સત્તાપલટો થયો છે અને એના તખ્ત પર બિરાજનાર નવા મનુષ્યનું નામ છે એલન મસ્ક. સમાચાર માધ્યમોમાં અવારનવાર, જેને સરળતાથી સમજવા માટે નાસા કે ઇસરોની શ્રેણીમાં બેસાડી શકાય એવી સ્પૅસ-એક્સ અને ટેસલા કંપનીને કારણે ચર્ચામાં રહેતા એલન મસ્કનું નામ હવે એક વિશાળ સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ટ્વિટર સાથે જોડાઈ ગયું છે.
એલન મસ્ક આધુનિક યુગનો ધનવાન સાથે પ્રજ્ઞાવાન માણસ છે. તે કોઈ વૈજ્ઞાનિક કે સંશોધક ન હોવા છતાં વિજ્ઞાન અને ટૅક્નોલૉજીના વિષયોમાં એના અંગત અને ધંધાકીય રસને કારણે સામાન્ય માણસો કદાચ એને આ બંને ક્ષેત્રની વ્યક્તિ પણ માની બેસતા હોય, પરંતુ એલન મસ્ક મૂળ એક બિઝનેસટાઇકૂન છે, જેણે બુદ્ધિ, ચાતુર્ય અને સાહસના બળે એકથી વધુ ક્ષેત્રમાં ઝંપલાવીને એવી સફળતા અને લોકચાહના પણ મેળવી છે, જે એકવીસની સદીના ઘણા મનુષ્યો ફક્ત કલ્પનામાં જ ઝંખતાં રહી જાય છે.
‘ટ્વિટર’ અર્થાત્ પક્ષીઓ કરે એ ચીં-ચીં અવાજ. સેંકડો યુઝરોના કામના અને નકામા કલબલથી ગુંજતાં ટ્વિટર પર પૂર્ણ અધિકાર મેળવવા માટે એલન મસ્કને ઘણી મહેનત પડી, પણ થોડા નાટ્યાત્મક વળાંકોને અંતે તેણે સફળતા મેળવીને પહેલી જ ટ્વિટ કરી – ‘પક્ષી મુક્ત છે.' શાનાથી મુક્ત એ સમજવું પણ રસપ્રદ છે. સીઈઓ પરાગ અગ્રવાલ, લિગલ અને પૉલિસી ટીમની રૅડ વિજયા ગાઙે સહિત અમુક ટોચના કર્મચારીઓની તરત જ છટણીથી શરૂ કરીને જે રીતે ટ્વિટર ચાલે છે, એ બધામાં જ આગળ જતાં પરિવર્તન લાવવાનો નિર્ધાર જાહેર કરી ચૂકેલ એલન મસ્કે જણાવેલું કે તે અભિવ્યક્તિની સ્વતંત્રતાના મહત્ત્વના મુદ્દા પ્રત્યે ચિંતાને કારણે ટ્વિટર ખરીદવા ઇચ્છતો હતો. તે લખે છે કે, ‘મનુષ્ય સભ્યતાના ભવિષ્ય માટે એક સહિયારા ડિજિટલ ચોકનું અસ્તિત્વ ટકી રહે, જ્યાં વિશાળ વ્યાપ ધરાવતી વિચારધારાઓની વિવેકપૂર્ણ સ્વસ્થ ચર્ચાઓ હિંસાનો આશરો લીધા વગર થઈ શકે, એ આવશ્યક હોવાથી મેં ટ્વિટર ખરીદ્યું છે.’
Diese Geschichte stammt aus der November 19, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der November 19, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ