ગુજરાતમાં હિન્દુત્વના મુદ્દે હરીફાઈનું વિકાસકારણ
ABHIYAAN|November 19, 2022
૨૦૧૭માં ગુજરાતના કહેવાતા વિકાસની ઠેકડી ઉડાડી હતી અને ભાજપને ૧૮૨ બેઠકમાંથી ૯૯ બેઠક સુધી લાવી મૂક્યો હતો. હવે આજે ફરી એક વાર વિકાસનું રાજકારણ ચકરાવે ચડ્યું છે
હેમન્તકુમાર શાહ
ગુજરાતમાં હિન્દુત્વના મુદ્દે હરીફાઈનું વિકાસકારણ

ગુજરાતની વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણી દેશના રાજકારણ માટે મહત્ત્વની બની રહેશે એમાં કોઈ જ શંકા નથી. એક એવી વાયકા ઊભી થઈ ગઈ છે કે જો નરેન્દ્ર મોદી ગુજરાતમાં હારી જાય તો તેઓ દેશમાં પણ હારી જાય. મોદી એટલે ભાજપ અને ભાજપ એટલે મોદી એવું જે સમીકરણ દેશના રાજકારણ ઊભું થયું છે તેના સંદર્ભમાં આ વાયકા મહત્ત્વની છે અને તેથી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીનું પરિણામ ગુજરાતની આ ચૂંટણીના પરિણામ પર ઘણુંબધે અંશે આધાર રાખે છે.

ત્રીજો પક્ષઃ આપનો પ્રવેશ

ગુજરાતના ચૂંટણીકારણ વિષે એમ કહેવામાં આવે છે કે ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ સિવાય ત્રીજો કોઈ પક્ષ ચૂંટણીમાં વિજયી બનતો નથી અને ગુજરાત દ્વિપક્ષીય રાજકારણને વરેલું બની ગયું છે, પરંતુ ૨૦૨૨ની ચૂંટણીમાં એક ત્રીજો પક્ષ આપ વિધાનસભામાં બહુ ધમાકેદાર પ્રવેશ માટેનું પરિબળ બની ગયું છે. આપ કેટલી બેઠકો જીતે છે અથવા તે સરકાર બનાવે છે કે નહિ તે તો સમય જ કહેશે, પરંતુ જે રીતે આ ચૂંટણીમાં આપ દ્વારા પ્રચાર થઈ રહ્યો છે તે પોતે જ એક મોટું પરિબળ બની ગયું છે. તે પોતે વિધાનસભામાં બહુમતી ના પણ મેળવે તો પણ તે ભાજપ અને કોંગ્રેસ બંનેને નુકસાન પહોંચાડી શકે છે અને જેને ઓછું નુકસાન પહોંચશે તે બહુમતી મેળવશે એ નક્કી છે.

૨૦૧૨માં ભાજપના જ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલે પોતાનો અલગ પક્ષ ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી) બનાવીને ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને તેમણે ભાજપને પડકાર ફેંક્યો હતો. જોકે, તેમાં કેશુભાઈ પટેલ ઉપરાંત એક એમ બે જ બેઠકો પર તેમનો પક્ષ વિજયી બન્યો હતો. તે પછી દસ વર્ષે પહેલી વાર વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ થઈ રહ્યો છે અને તે ભાજપ માટે આપ કેશુભાઈ પટેલ કરતાં વધુ પડકાર ઊભો કરી રહ્યો છે. લોકમુખે એમ સતત કહેવાઈ રહ્યું છે કે ભાજપ આપ દ્વારા આવેલા પડકારથી ગભરાઈ ગયો છે અને દેખાય છે પણ એવું જ. ભાજપ જેટલા હુમલા આપ પર કરે છે તેટલા તે કોંગ્રેસ ૫૨ કરતો નથી. જોકે, કોંગ્રેસનો આરોપ છે કે આપ ભાજપની બી ટીમ છે, પણ પહેલી વાર આપ ભાજપને હરાવવા મેદાને પડ્યો છે, કારણ કે દિલ્હી અને પંજાબમાં તો સત્તાધારી પક્ષ કોંગ્રેસ હતો અને તેણે તેને હરાવવાનો હતો.

Diese Geschichte stammt aus der November 19, 2022-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der November 19, 2022-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
ABHIYAAN

દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો

એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
ABHIYAAN

ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?

બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 04/01/2025