બી રિયલઃ આડંબરના યુગમાં કાંકરીચાળો
ABHIYAAN|December 10, 2022
કળિયુગના આ સમયમાં આડંબરની માયાને સમજી, પોતાની રિયલ છબિને દૂષિત ન થવા દઈને એની સાથે જોડાયેલા રહીએ, શક્ય એટલા રિયલ બનવાનો પ્રયાસ કરીએ એ પણ સાધના જ ગણાશે
સ્પર્શ હાર્દિક
બી રિયલઃ આડંબરના યુગમાં કાંકરીચાળો

ઇન્ટરનેટના વિશાળ સાગરમાં હવે નાના-મોટા ખળભળાટ થવા એટલી સામાન્ય બાબત થઈ ગઈ છે કે કંઈક ખરેખર અદ્વિતીય થઈ રહ્યું હોય તો પણ એ સામાન્ય રીતે ઊપડતા ટ્રેન્ડ કે કોઈ નવી ભેડચાલ હોવાનું ધારી લેવાય એવી શક્યતા વધારે. આજે સાદો સ્માર્ટફોન વાપરતા લોકોને પણ ખ્યાલ હશે કે એમાં ફોટો પાડ્યા પછી કે પાડતી વખતે મળતા જાતભાતનાં ફિલ્ટર અને એડિટિંગના વિકલ્પો ચહેરાના દેખાવને સદંતર બદલી શકે છે. ત્વચાનો રંગ ઊજળો કરવાથી લઈને ઉંમર ઓછી દેખાડવા અને ચહેરાના ડાઘા દૂર કરવા સુધીનાં પરિવર્તનો કર્યાં પછી ફોટોમાં દેખાતો માણસ વાસ્તવિક માણસથી ઘણો ભિન્ન બની જતો હોય છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે વૉટ્સઍપ જેવાં માધ્યમો પર બહુ ઓછા કિસ્સામાં આજે શોખ ધરાવતા લોકો પોતાનો નોર્મલ રીતે પાડેલો ફોટો મૂકતા હોય છે. સમાજ અને મનુષ્યના માનસ અંગેની ચિંતા કરતા તજજ્ઞો આ નવી હવાને દેખાદેખી, આડંબર કે ડોળને પ્રોત્સાહન આપતી માને છે, કેમ કે પ્રચલિત માપદંડો પ્રમાણે સુંદર કે દેખાવડા ના હોય એ લોકો પણ લઘુતાગ્રંથિ, ઈર્ષ્યા વગેરેને કારણે ઇન્ટરનેટથી સંચાલિત વર્ચ્યુઅલ વિશ્વમાં સોહામણા દેખાવાનું દબાણ અનુભવતા હોય છે.

નવા જમાનાના શબ્દકોશમાં જેના માટે ‘ઇન્ફ્લુએન્સર’ શબ્દ વપરાય છે, એવા ઇન્ટરનેટ યુઝર લાખો કરોડો ફોલોઅર્સ ધરાવતાં હોવાને કારણે વર્ચ્યુઅલ વિશ્વમાં સેલિબ્રિટીનો દરજ્જો ભોગવે છે. પોતાની વૈભવી અને સુખી લાઇફસ્ટાઇલનું શૉ-ઑફ કરવાના ઇરાદાથી આવા ઇન્ફ્લુએન્સર સમયાંતરે મોંઘાં વસ્ત્રો, લક્ઝરી વસ્તુઓ, આકર્ષક સ્થળોના ખર્ચાળ પ્રવાસ, ફાઇવ સ્ટાર હૉટેલમાં રોકાણ, વગેરેના ફોટો-વીડિયો અપલૉડ કરતા રહે છે. કિન્તુ આ મર્યાદિત ફોટો-વીડિયોમાંથી દેખાતું ઇન્ફ્લુએન્સરનું જીવન પણ મર્યાદિત હોય છે અને એમના પૂર્ણ જીવનનો એક નાનકડો ચમકદાર હિસ્સો જ તેઓ દુનિયા સામે દેખાડે છે, ડાર્ક સાઇડ કે પોતાની મજબૂરીઓ, સામાન્ય જીવનની એ ક્ષણો જ્યારે તેઓ અન્ય લાખો-કરોડો સામાન્ય લોકો જેમ જ અસ્તિત્વમાન હોય છે, એ ભાગ્યે જ કોઈ શેર કરે. તેમ છતાં, એમાંથી કોઈ હકારાત્મક પ્રેરણા લઈ એવી કે એ સ્તરની ખરી સફળતા મેળવે ત્યાં સુધી બરાબર છે, પરંતુ જો કોઈ એ આભાસી અને નબળા પાયા પર ટકેલી સફળતાથી અંજાઈ ખોટા માર્ગે દોરવાય તો બરાબર નથી.

Diese Geschichte stammt aus der December 10, 2022-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der December 10, 2022-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
ABHIYAAN

દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો

એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
ABHIYAAN

ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?

બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 04/01/2025