વહાલું વંદનીય વસાણું
ABHIYAAN|January 07, 2023
મેથીપાક અત્યંત કામની ચીજ છે. ઘણી રીતે વિચારીએ તો બેસ્ટ છે. એક તો તેમાં વિવિધ તેજાના તો હોય જ, ઉપરથી તેના વડે વસાણાંની બાકીની ખાસિયત પણ માણી શકાય છે. ઘી 'ને ગોળ સિવાયની. લાંબો સમય ભરી રાખવાની લાયકાત સિવાયની
ગૌરાંગ અમીન
વહાલું વંદનીય વસાણું

ચાટવાની મોજ પાડે એ અથાણું ચાવવાની મોજ પાડે એ ચવાણું

દિલ દિમાગ સાથે દેહમાં મોજને વસાવવા મોજ પાડે એ વસાણું

શિયાળામાં ખાવાની મજા પડે એ વાત ગમે તેટલી વાર ચાવી હોય તેમ છતાં તાજી ’ને સ્વાદિષ્ટ લાગે. ગુજરાતમાં આકરો તેમ જ દીર્ઘ ઉનાળો દર વર્ષે એટલી એવી ગંભીર છાપ છોડીને જાય છે કે શિયાળો માંડ આવ્યો હોય એવું લાગે. એમાં ગુજરાતમાં જૈન ’ને સ્વામિનારાયણ ના હોય તેવા શાકાહારી ખૂબ મોટી સંખ્યામાં. સરવાળે ગુજરાતમાં શિયાળાના સ્પેશિયલ પાક ખાવાની મહત્તા ઘણી. એ મામલો સાવ નોખો કે આપણે ત્યાં જાતે જ એવું પ્રમાણપત્ર આપવા લેવાનો રિવાજ છે કે અમારે ત્યાંનું વસાણું બહુ જાણીતું. બાકી સામાન્ય ભાષામાં વસાણું કહેવાતું આ ખાણું માંસાહારીઓ પણ માણે છે ’ને ગુજરાત બહાર પણ લોકપ્રિય છે જ. સૌની પોતપોતાની ચરબી ’ને એમાં શિયાળુ ચરબી વિશેષ. શબ્દકોશ કહે છે કે શરીરને સુધારી દઢ કરે ’ને રોગ મટાડે એવી ઔષધિઓ નાખીને બનાવવામાં આવેલો પાક. શરીરને સુધારી દઢ કરે તેવાં વનસ્પતિનાં મૂળ, પાંદડાં, ફળ વગેરે સુગંધી દ્રવ્યો અથવા ઓસડ તરીકે વપરાય છે તે. જોકે ગુજરાતી શબ્દકોશની વાત ના થાય, એમાં તો એમ પણ કહ્યું છે કે વસાણું અર્થાત્ ફરસાણ, ગાંઠિયા, ભજિયાં વગેરે. ગાંધીને ત્યાંથી મળતી કોઈ પણ ચીજ.

અંગ્રેજીમાં વસાણાં માટે શું શબ્દ છે? કોઈ શબ્દ નથી. વસાણું શબ્દ અંગ્રેજીમાં દાખલ થાય એ માટે આપણી ગુજરાતી ભાષાના મહાનથી લઈને અતિમહાન શાસ્ત્રીઓ મહેનત કરી શકે છે. અગાઉ ભલે ના કરી. ઇંગ્લિશ સ્પીકિંગ લોકો બહુધા ઠંડા પ્રદેશમા રહે છે તેમ જ અંગ્રેજી ભાષાના મૂળ દેશમાં આખું વર્ષ આપણે જેને ઠંડી કહીએ તેવું રહે છે એટલે ત્યાં વસાણું ના હોય. એ લોકો માતા હોય કે પિતા, ઇંગ્લિશ પીતા હોય છે. એ લોકોના ગાંધીની દુકાને એ તૈયાર મળે. આપણે ત્યાં પીવાનું વસાણું હોય છે? દાખલા તરીકે ઉનાળામાં બાફલો હોય છે એમ. આપણા હિમાલયના વિસ્તારમાં વિન્ટર વિશેષ પાક હોય? હિમાલય વિસ્તારમાં ઠંડીમાં વિભિન્ન પ્રકારની ચા કે કાવો દિવસમાં અડીઘડી પીવામાં આવતો હોય છે. ગુજરાતી ખાવાના શોખીન. ગુજરાતીને ખાવા મળે એટલે પણ ખાવાના શોખીન. ગુજરાતીમાં એક કહેવત છે કે જે શિયાળામાં ખાય પાક તેને ના લાગે થાક. હા, એવા ગુજરાતી હશે ખરા કે એટલો બધો પાક ખાય કે ખાઈ ખાઈને થાકી જાય.

Diese Geschichte stammt aus der January 07, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der January 07, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024