અમુકને વિદેશીઓ યમી પેકિંગ સાથે મોંઘો વેચશે ત્યારે મીઠો લાગશે
આપણને કડક હોય કે ઢીલો, દેશી ગોળ હંમેશાં સારો ’ને સીધો લાગશે
ગુડ અર્થાત્ સારું એવું અંગ્રેજી ભાષા કહે છે. ગુડ અર્થાત્ ગોળ એવું આપણી ભાષા કહે છે. ગોળ ગુડ છે એવું આપણી જીભ કહે છે 'ને સરવાળે અથવા સરેરાશ જીવન કહે છે. કહેવાય છે કે આશરે ૩૫૦ આસપાસ ગુપ્ત કાળ દરમિયાન સ્ફટિકના રૂપમાં ખાંડનો આવિષ્કાર થયો હતો. જોકે અર્થશાસ્ત્ર જેવા પુસ્તકમાં ખ્રિસ્તથી પહેલાંની ત્રીજી ચોથી સદીમાં રિફાઇન્ડ શુગરનો ઉલ્લેખ છે. જ્યારે ગોળ ક્યારે શોધાયો એ શોધવું શક્ય છે એવું માનવું વધારે પડતું ડહાપણ છે. પુરાતત્ત્વશાસ્ત્રીઓ પ્રત્યેક નવા ખોદકામ સાથે સિવિલાઇઝેશનની શરૂઆતનો અંતરાલ પાછળ ખસેડતા જાય છે. નિરક્ષર 'ને નાનો ભારતીય પણ સમજી શકે છે કે ખોરાક, શેરડી ’ને અગ્નિ આદિમ કે અતિપ્રાચીન શોધ છે. વિશ્વ ઓગણીસમી સદી સુધી લોફ અર્થાત્ રવાના સ્વરૂપમાં ખાંડ ખાતું હતું. ભારતીયો સાકર ખાતા થયાં એ પહેલાં સહર્ષ ગોળ ઝાપટતા હતા. ગોળ કામની ચીજ છે, ભલે ગોળ વિષે ગોળગોળ મતમતાંતર પ્રવર્તે.
શેરડીનો પાક બરાબર કેવી રીતે લેવો ’ને શેરડીના રસમાંથી સાકર કેવી રીતે બનાવવી એ ચીન હોય કે અરબ, ભારતે લોકોને શિખવાડ્યું છે. જેમના રાજ્યમાં સૂર્યનો અસ્ત થતો ન હતો એ બ્રિટિશરોના પોતાના દેશ બ્રિટનમાં ૧૭૯૨ના ગાળામાં સાકર એવમ્ ખાંડના ભાવ તપતા સૂર્યને અડવા આસમાને પહોંચી ગયેલા ત્યારે એમણે ભારતને નિચોવી પોતાની બ્લડશુગર જાળવી રાખેલી. ઓગણીસમી સદીના યુરોપમાં ધનિકોને પણ ખાંડ ખરીદવાની તકલીફ પડતી ત્યારે બીટ-શુગરનું ચલણ આવેલું. ૧૯૩૦માં ઇંગ્લેન્ડમાં બીટ-શુગરની સત્તર ફેક્ટરી હતી. એ પછી અમેરિકા 'ને જાપાનના બજારમાં હાઇફ્રુકટોઝ કૉર્ન એટલે કે મકાઈનો સિ૨૫ ચાલેલો. હજુ અમેરિકામાં ખવાતી કે પિવાતી શુગરમાં ઑલમૉસ્ટ અર્ધું બજાર હાઇફ્રુકટોઝ કૉર્ન જ ગ્રહણ કરે છે, ત્યાંનાં ઠંડાં પીણાંમાં સુક્રોઝ હોય તો આશ્ચર્ય પામવું. હવે વિજ્ઞાન બૂમો મારે છે કે એ કૉર્ન સિરપ તબિયત બગાડે છે. આવા ઘણા ખેલ ખાંડને લઈને માનવીની સ્વસ્થતા જોડે સાયન્સ ’ને ઇકોનોમિક્સની જુગલબંદીએ ખેલ્યા છે. કિન્તુ, એક આમ ઇન્ડિયન જાણે છે કે ગોળ ઇઝ ધ બેસ્ટ. ઇફ નોટ, ગુડ ગુડ તો છે જ.
Diese Geschichte stammt aus der April 01, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der April 01, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!