આરવ આઠમા ધોરણમાં અભ્યાસ કરતો તેજસ્વી વિદ્યાર્થી છે. ભણવામાં હોશિયાર છે, પરંતુ છેલ્લાં બે વર્ષથી તેનો સ્કોર સતત ઓછો થતો જાય છે. એટલે કે અભ્યાસમાં તેની ટકાવારીમાં ઘટાડો થયો છે. તેનું કારણ છે મોબાઇલ. જી હા, એક સમય હતો જ્યારે આરવ મોબાઇલથી કોસો દૂર રહેતો, પરંતુ કોરોના સમયમાં ઓનલાઇન અભ્યાસ કરવાનો આવ્યો ત્યારથી આરવ અને મોબાઇલ એકબીજાના ખાસ મિત્રો બની ગયા છે. ત્યાં સુધી કે હવે તે પોતાના ખાસ મિત્રો સાથે પણ વાતચીત ઓછી કરે છે. એટલું જ નહીં, વૅકેશનમાં પણ બહાર રમવા જવાનું ટાળે છે. કોઈને ત્યાં જાય તો પણ તેના હાથમાં મોબાઇલ તો હોય જ. છતાં પણ જ્યારે તેનાં ઝિન ભાઈ-બહેન ઘરે આવે તો સાથે મળીને ક્યારેક કૅરમ તો ક્યારેક લૂડો તો ક્યારેક સાપસીડી રમતાં. આ ઉપરાંત પણ અનેક એવી રમતો હતી જે તે પોતાનાં ભાઈબહેન સાથે ઘરમાં રમતો. તે સમયે તેનો મોબાઇલ ક્યાં છે, કોની પાસે છે તેની પણ તેને દરકાર રહેતી નહીં, પરંતુ હવે એવું નથી, હવે તો આરવ જ નહીં, પણ તેનાં ભાઈબહેનો પણ વૅકેશનમાં સાથે મળે તો આઉટડૉર ગેમ લાઇવ રમવાની જગ્યાએ પોતપોતાના મોબાઇલ પર જ રમવાનું પસંદ કરે છે. ઘરના દરેક ખૂણામાં એક-એક બાળક પોતપોતાના મોબાઇલ લઈને ગેમની દુનિયામાં મસ્ત બની જાય છે. મોબાઇલની અંદર જ સાપસીડી, લૂડો કિંગ, કૅરમ, અમદાવાદની બાઝી, નવો વેપાર, ઓએક્સ, ચેસ, કાર્ડ જેવી અનેક રમતો રમે છે. આરવનાં માતા-પિતા તેને ઘણીવાર કહે છે કે, દીકરા, આમ મોબાઇલમાં રમવાની જગ્યાએ બહાર જઈને મિત્રો સાથે મળીને રમશો તો વધુ મજા આવશે. અરે, બહાર ન જવું હોય તો ઘરમાં જ ઇનડૉર ગેમ રમો. આ શું આખો દિવસ મોબાઇલ પર જ રમ્યા કરો છો.. ત્યારે આરવ ચીડાઈને કહેતો કે, ‘તમને ખબર ન પડે, મોબાઇલ પર રમવાની મજા છે તે બીજે ક્યાંય નહીં અને અહીં રમવા માટે કોઈની જરૂર પણ નથી, તમે જાતે જ કોમ્પ્યુટર સાથે રમી શકો છો.' જે આરવ માતા-પિતાની એક પણ વાત નકારતો નહીં, તે આ મોબાઇલની મહેરબાનીથી માતાપિતાની સામે બોલતો થઈ ગયો છે. એટલું જ નહીં, પોતાની સમગ્ર દુનિયા તે મોબાઇલને જ માને છે. તેના માટે વૅકેશન એટલે રોકટોક કર્યા વગર વહેલી સવારથી મોડીરાત સુધી મોબાઇલના વિશ્વમાં મજા કરવી તે છે.
આ માત્ર આરવની જ વાત નથી, આજકાલ દર બીજા બાળકની સ્થિતિ આરવ જેવી જ છે. જેમની માટે ઇનડૉર ગેમ એટલે મોબાઇલ અને મિત્ર એટલે મોબાઇલમાં સાથે રમતું કોમ્પ્યુટર.
Diese Geschichte stammt aus der April 15, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der April 15, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ