એક જમાનો હતો જ્યારે માતાપિતા તેમનાં બાળકોની આંગળી પકડીને મ્યુઝિયમ લઈ જતાં. ત્યાં સચવાયેલી વસ્તુઓમાં વિતેલા સમયની ભવ્યતા જોઈને અપાર આશ્ચર્ય થતું. આ કુતૂહલ બાળકોના મનને કલ્પનાના પ્રદેશમાં રમણ કરાવતું. મ્યુઝિયમ્સ આપણી બાળપણની સ્મૃતિઓનો એક ખાસ ભાગ છે. આજે પણ આ સંગ્રહાલયોની મુલાકાત લેતાં આપણને ગર્વની અનુભૂતિ થાય છે. જોકે આવી દુર્લભ કલાકૃતિઓનો સંગ્રહ માત્ર સરકારી સંસ્થાઓ દ્વારા થતો હોય એવું નથી. કલા અને સંસ્કૃતિના ચાહકો પણ આ પ્રકારની ચીજોનો અંગત રીતે સંગ્રહ કરે છે. આવું જ એક અદ્ભુત સંગ્રહાલય એટલે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં સ્થાપિત ‘કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝિયમ.'
અમદાવાદના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ સ્વ.કસ્તુરભાઈ લાલભાઈ વિશાળ સૌંદર્યદષ્ટિ ઉપરાંત દૂરંદેશી ધરાવતા કલાપ્રેમી હતા. દેવી લક્ષ્મી જેના પર ચારેય હાથે આશીર્વાદ વરસાવી રહી હતી એ કસ્તુરભાઈ કલાની દેવી શારદાના ખરા આરાધક હતા. તેમણે દેલવાડા મંદિરોના જીર્ણોદ્ધાર અને શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના માટે અનેકવાર ભંડોળ ફાળવ્યા હતા. તેમણે કલામાં ઊંડો રસ લીધો હતો.
ભારતમાં બહુ ઓછા ઔદ્યોગિક પરિવારો છે જે ૧૭ પેઢીઓથી પોતાના ક્ષેત્રમાં અગ્રેસર રહ્યા હોય. અમદાવાદના લાલભાઈ પરિવારે આ ગૌરવ પ્રાપ્ત કર્યું છે. અરવિંદ, એરો, ફ્લાઇંગ મશીન, એલન સોલી વગેરે જેવી બ્રાન્ડ્સ થકી તેમની વ્યવસાયિક કુશળતા માટે જાણીતા લાલભાઈના વારસદારો સમાજમાં ખૂબ પ્રતિષ્ઠા ધરાવે છે. ઉદ્યોગ અને અર્થતંત્ર સિવાય તેમનું સૌથી મોટું યોગદાન કદાચ શિક્ષણ ક્ષેત્રે રહ્યું છે. આજે લાલભાઈ દ્વારા દાનમાં આપવામાં આવેલી જમીન પર કેટલીક જાણીતી શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત છે. સમાજ પ્રત્યે પરોપકારની આ પરંપરાને અનુસરીને પરિવારે દાદા કસ્તુરભાઈની સ્મૃતિમાં એક મ્યુઝિયમ બનાવીને તેમના અંગત કલાસંગ્રહને લોકો સાથે વહેંચીને ખરી શ્રદ્ધાંજલિ આપી છે.
કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝિયમ મુખ્ય બે મકાનોમાં આવેલું છે. શાહીબાગ વિસ્તારના આ મકાનમાં તેમનો પરિવાર એક સદી કરતાં પણ વધુ સમયથી રહેતો હતો. ૧૯૦૫માં બંધાયેલ આ હવેલીમાં ત્રણ ભાઈઓ - ચીમનભાઈ, કસ્તુરભાઈ અને નરોત્તમભાઈ સપરિવાર વસતા હતા.
Diese Geschichte stammt aus der July 01, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der July 01, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ