એરિક બર્ન્સ નામક મનોચિકિત્સકના ૧૯૬૪માં પ્રકાશિત પુસ્તકનું નામ હતું, ‘ગેમ્સ પીપલ પ્લે’. માણસો સંબંધના મેદાનમાં, લાગણીઓના વહેવારમાં કેવી ભાતભાતની ભૂમિકાઓ ધારણ કરી રમતા હોય છે એનો ચિતાર આપતા એરિક બર્સે પોતાના જ અગાઉના એક પુસ્તકમાં વિકસાવેલી ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસ થિયરીને આમાં વિસ્તારી હતી. સામેની વ્યક્તિ, સંસ્થા કે સમુદાય સાથેના સંબંધનું સ્વરૂપ કેવું છે એના આધારે માણસની ગૂંચવાયેલી સંવેદનાઓની સમસ્યાને સમજાવવાનો પ્રયાસ કરતી આ થિયરી સંબંધોની ક્રીડાના દાવપેચને પરખવામાં સહાયરૂપ થતી કેટલીક પરિભાષાઓ પણ સ્પષ્ટ કરે છે. ટ્રાન્ઝેક્શન અર્થાત્ વહેવાર, સોદો, લેવડદેવડ. એ પૈસાનું પણ હોય, લાગણીઓનું પણ હોય કે એકબીજાને અપાતા સમય, ધ્યાન કે મહત્ત્વનું પણ હોય. વાડકીવહેવાર આપણી ભાષાનો પ્રચલિત શબ્દ છે, જે મહદ્અંશે ગણતરીપૂર્વકના, થોડા કે ઘણા સ્વાર્થથી ગ્રસિત સંબંધોના સંદર્ભમાં વપરાય છે. અન્ય સામાજિક અને અંગત વહેવારોમાં પણ કોઈ પ્રકારની ગણતરી તો હોય જ છે, છતાં બધી ગણતરીઓ સ્વાર્થની શ્રેણીમાં ન ખપી શકે. સામાન્ય માણસ સંત નહીં પણ સંસારી હોવાથી પોતે સામેની વ્યક્તિ માટે કશું કરે તો ભવિષ્યમાં સામેની વ્યક્તિ પણ જરૂર પડે મદદરૂપ થાય એવી, સંબંધોની ગેમની અલિખિત નિયમ જેવી સહજ ભાવના આપણે સૌએ માન્ય રાખેલી છે. વહેવારુ કે સ્પષ્ટવક્તા માણસ ‘મેં તમારા માટે આટલું કર્યું, તમે મારા માટે આ ન કરી શકો?’ એવા અર્થનું બોલીને પોતાનો ટ્રાન્ઝેક્શનલ અભિગમ જાહેર કરતા ઘણુંખરું ખચકાતા નથી હોતા, પણ એક મોટો માનવ સમુદાય કશાકના બદલામાં કશુંક પ્રાપ્ત કરવાની વાત ખૂલીને કહેતા ખચકાય છે. ઉપરાંત પોતે સારા છે એવું પ્રતિપાદિત કરવા અન્યો સાથેના સંબંધો ટ્રાન્ઝેક્શનલ નહીં, પરંતુ જેન્યુઇન છે એવું દર્શાવવા પ્રયત્નશીલ રહે છે. આ વાત ફક્ત મનુષ્યો પૂરતી સીમિત ન રહેતા આધુનિક ખાનગી કંપનીઓને લોકોને લોભાવવા અપનાવી છે.
Diese Geschichte stammt aus der July 08, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der July 08, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ