આયનો, દર્પણ, અરીસો, આરસો, ચાટલું, ખાપ જેવાં વિવિધ નામ આપણે જેને આપ્યાં છે એના વગર એક દિવસ પણ કાઢવો પોતાના દેખાવ પ્રત્યે સજાગ રહેનારા મૉડર્ન મનુષ્યને ફાવે નહીં. એન્શન્ટ હ્યુમન માટે પ્રતિબિંબ સર્જતી જળની સપાટી અરીસો બની હતી. પછી ચળકતી ધાતુઓ અને અંતે કાચને આપણે અપનાવ્યા. સેન્સરથી સજ્જ સ્માર્ટ મિ૨૨ પણ ઝડપથી આપણા જીવનમાં પગપેસારો કરશે ખરા, પરંતુ આયનો ખરેખર શું દેખાડે છે એવો સવાલ આયનામાં જ આપણી જાતને જોતાં-જોતાં કદી થાય તો વિચારોની રેલગાડી ક્યાંય સુધી દોડી જાય. પ્રકાશવિજ્ઞાન ઉવાચે છે કે આયનામાં જે દેખાય છે એ આભાસી છે, રિયલ નથી, પણ એ આભાસી દશ્યનું મૂળ રિયલમાં છે. આયનામાં જે દેખાય છે એ વર્તમાન છે કે ભૂતકાળ એવો સવાલ વિજ્ઞાન-દર્શનશાસ્ત્રની ગહન ચર્ચાનો વિષય બની શકે અને ભવિષ્યનું શું? શું આયનો ભાવિને ભાખી શકે ખરો? આયનાથી ભવિષ્યમાં ઝાંખવાની વાત ફૉચ્યૂન ટેલર યાને નજૂમીઓ ક્રિસ્ટલ બૉલમાં જોઈને ભવિષ્ય જોવાનો દાવો કરે એવી ભેદી, શંકાસ્પદ કે ટાઢા પોરનાં ગપ્પાં જેવી લાગી શકે. કિન્તુ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આ મુદ્દાને સમજ્યા વગર સીધું કોઈ તારણ કાઢી લેવાની ઉતાવળ પણ કરવા જેવી નથી.
૧૯૦૮-૧૯૮૩ દરમિયાન જીવી ગયેલા રશિયન સંશોધક અને ખગોળશાસ્ત્રી નિકોલાઈ કોઝીરેવાનું નામ અજાણ્યું છે અને એના કાર્ય વિશે ખાસ કશે વાંચવા નહીં મળે. તેના નામે પ્રચલિત એક સિદ્ધિ, તેણે ૧૯૫૮માં ચંદ્ર પર જ્વાળામુખી જેવી ગતિવિધિનું અવલોકન કર્યાની છે, પરંતુ એ પહેલાં સોવિયેત યુનિયનના કાળમાં, સ્ટાલિનના સમયના રાજકીય વાતાવરણમાં ખાસ્સી હેરાનગતિ પામેલો નિકોલાઈ ૧૯૩૬-૪૬ દરમિયાન કેદમાં રહ્યો હતો. આ દાયકાના ગાળામાં વિજ્ઞાનવિશ્વમાં થઈ ચૂકેલી નોંધપાત્ર ઘટનાઓ અને શોધોથી તે અજાણ્યો રહી જવા પામ્યો. પરિણામે એની વૈજ્ઞાનિક તરીકેની કારકિર્દી ખાસ ઝળકી શકી નહીં. આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેમ નિકોલાઈ કોઝીરેવાને પણ સમય નામક કોયડો ઘણો આકર્ષતો હતો. અને આઇન્સ્ટાઇન જેમ કોઝીરેવાના મનમાં પણ ટાઇમ-સ્પેસને લગતા અતરંગી ખયાલો દોડતા હતા.
Diese Geschichte stammt aus der July 29, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der July 29, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ