બુલેટ ટ્રેનની ડિઝાઇનનો આધાર પક્ષીઓની શરીર રચના
ABHIYAAN|July 29, 2023
જાપાન ખૂબ નાનો દેશ છે. જગ્યાની ત્યાં કમી છે. એટલે મોટા ભાગની રેલવે-ટ્રેક રેલવે સ્ટેશન સહિત અન્ડર ગ્રાઉન્ડ છે. અમે જ્યારે અન્ડરગ્રાઉન્ડ રેલવે સ્ટેશનની સીડી ઊતરતા હોઈએ ત્યારે અચાનક જ પવન ફૂંકાતો જોવા મળ્યો
ધનંજય રાવલ
બુલેટ ટ્રેનની ડિઝાઇનનો આધાર પક્ષીઓની શરીર રચના

એક વખત એવું બન્યું કે જાપાનના મુખ્ય સમાચારપત્રોના ફ્રન્ટ પેજ ઉપર જાહેર માફીનામું છપાયું. આ દિવસ હતો ૨૭ નવેમ્બર, ૨૦૦૮નો. આ માફીનામું ટોક્યો રેલવે સ્ટેશન ઉપરથી જાપાનના ગૌરવ સમાન એવી બુલેટ ટ્રેન ભૂલથી ૨૦ સેકન્ડ વહેલી ઊપડી જવા માટે હતું. જાપાનની બુલેટ ટ્રેનના ઇતિહાસમાં સૌથી મોટી અને એકમાત્ર ઘટના હતી. આ લખાય છે ત્યાં સુધી હજુ એક પણ અકસ્માત થયો નથી. આજકાલ ભારતમાં અમદાવાદ મુંબઈ વચ્ચે તૈયાર થનાર બુલેટ ટ્રેનની ચર્ચા છે. તે આટલી બધી ઝડપથી કેવી રીતે દોડે છે તે જાણવા માટે લોકો ઉત્સુક છે.

જાપાન જઈએ અને બુલેટ ટ્રેનમાં ન બેસીએ તે કેમ ચાલે. અમારો જાપાનનો પ્રવાસ નક્કી થયો ત્યારે જ બુલેટ ટ્રેનમાં લાંબો પ્રવાસ ક૨વાનું નક્કી કર્યું હતું. તેથી સીધા જાપાનમાં ટોક્યોને બદલે અમે ઓસાકા શહેરને પસંદ કર્યું. ઓસાકા, હિરોશિમા જોઈને બુલેટ ટ્રેનમાં ટોક્યો પહોંચવાનું નક્કી કર્યું હતું. જાપાનમાં વિદેશી પ્રવાસીઓ માટે જે.આર.(જાપાન રેલવે) પાસની સરસ વ્યવસ્થા છે. સાત દિવસ કે પંદર દિવસનો આ પાસ તમે ખરીદી લો એટલે વાર્તા પૂરી. આખા જાપાનમાં ગમે ત્યાં ફરો, ગમે તેટલી વાર ફરો, તેમાં બુલેટ ટ્રેન પણ સામેલ છે. હા, ઓસાકા અને ટોક્યો જેવા મોટા શહેરમાં ઘણી બધી પ્રાઇવેટ મેટ્રો ટ્રેન પણ ચાલે છે. તેનું એક અલગ કાર્ડ કઢાવી લેવાથી વારંવાર ટિકિટ કઢાવવાની જરૂર પડતી નથી. તમારો પ્રવાસ સરળ બની જાય છે.

આ લેખમાં આપણે બુલેટ ટ્રેનનો વૈજ્ઞાનિક અભ્યાસ કરીશું. માત્ર વૈજ્ઞાનિક અભ્યાસ નહીં, પરંતુ કુદરતનું બારીકાઈથી નિરીક્ષણ અને અવલોકન કરવાથી કેવી અદ્ભુત શોધ થાય છે, તેનું ઉદાહરણ પણ આપણે જોઈશું. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલમેન ડૉક્ટર એ.પી.જે. અબ્દુલ કલામને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે વૈજ્ઞાનિક બનવા માટે શું કરવું જોઈએ? ત્યારે કલામ સાહેબે ખૂબ સરસ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, વૈજ્ઞાનિક બનવા માટે તમે બીજું કંઈ પણ ન કરો તો ચાલશે, પણ અંગ્રેજી આલ્ફાબેટનો ‘૦’ અક્ષર ત્રણ વખત યાદ રાખવાનું કહ્યું. ત્રણ વખત એટલે ‘૦’ અક્ષરનો મતલબ થાય છે - ઑબ્ઝર્વેશન, ઑબ્ઝર્વેશન અને ઑબ્ઝર્વેશન. તમે જો અવલોકન કરવાની શક્તિ લાવશો તો જાતજાતનાં સંશોધનો કરી શકશો. આપણી શિક્ષણ પદ્ધતિમાં ગોખણ પદ્ધતિનું મહત્ત્વ છે, પણ અવલોકન કઈ રીતે કરવું તે આપણને શીખવતાં નથી. કોઈ પણ નવા સંશોધન માટે અવલોકન શક્તિ મોટો ભાગ ભજવે છે.

Diese Geschichte stammt aus der July 29, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der July 29, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 Minuten  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 26/10/2024